You are here
Home > Articles >

ચૈત્રી નવરાત્રિમા ગુરુ કરશે રાશિ પરિવર્તન, જાણો કઈ રાશિજાતકો નુ ભાગ્ય ચમકશે અને કોને વેઠવું પડશે નુકશાન

મિત્રો, હિંદુ પંચાગ મુજબ હાલ ચૈત્ર નવરાત્રી નો પ્રારંભ થઇ ચુક્યો છે. આ નવરાત્રી ની વિશેષ વાત એ છે કે આવનાર સમયમા ગુરુ પોતાની રાશિ ધનુ રાશિ માથી સ્થળાંતરિત થઈને શનિ ગ્રહ ની રાશિ મકરમા પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર મા ગુરુ ને એક શુભ ગ્રહ માનવામા આવે છે.

ગુરુ ગ્રહ એ જ્ઞાન, ધર્મ-અધ્યાત્મ અને નૈતિક કાર્યો ના કારક છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ કોઈપણ ગ્રહના સ્થાન નુ પરિવર્તન થવા થી દરેક રાશીઓ પર તેનો શુભ અને અશુભ પ્રભાવ જોવા મળે છે. એવામા ગુરુ નુ આ રાશિ પરિવર્તન થવાથી અમુક રાશિઓ એવી પણ છે જેના માટે ભાગ્ય નો દ્વાર ખુલવાનો છે તો ચાલો જાણી લઈએ ગુરુ ગ્રહ નુ આ રાશિ પરિવર્તન કઈ રાશિ માટે લાભદાયી સાબિત થશે.

મેષ રાશિ :

આ ગુરુ ગ્રહ નુ આ રાશિ પરિવર્તિત થવા ને લીધે આ રાશિજાતકો ના ભાગ્ય ના દ્વાર ખોલી રહ્યુ છે. આવનાર સમયમા આકસ્મિક ધન પ્રાપ્તિ ના યોગ સર્જાઈ રહ્યા છે. તમારા જીવનમા તમને અનેક શુભ સંકેત જોવા મળશે. આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. સમાજ મા માન-સન્માન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે.

વૃષભ રાશિ :

ગુરુ ના આ રાશિ બદલવા ને લીધે આ રાશિજાતકો ના જીવન પર શુભ પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ રાશિના જાતકો ની આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. પ્રભાવશાળી લોકોના સહકાર થી તમે તમારા નોકરી ક્ષેત્રે ઉન્નતિ મેળવી શકશો, જે લોકો ખુબ જ લાંબા સમય થી નોકરી ની શોધમા છે તેમને તેમની યોગ્યતા અનુસાર ની નોકરી મળવાના યોગ સર્જાઈ રહ્યા છે.

મિથુન રાશિ :

ગુરુ ના આ રાશિ બદલાવ થી આ રાશિ ના જાતકો ને શુભ ફળની પ્રાપ્તિ થશે. ગુરુના પ્રભાવ થી આ રાશિના જાતકો ના જીવનમા ખુશીની લહેર આવી શકે છે. આ શુભ યોગ ના કારણે તમારા તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. આવનાર સમય તમારા માટે ફળદાયી સાબિત થશે. તમને જુદા-જુદા ક્ષેત્રોમા સફળતા હાંસિલ થશે.

કર્ક રાશિ :

આ રાશિના જાતકોએ આવનાર સમયમા પેટ સાથે સંકળાયેલી કોઈ સ્વાસ્થ્ય ને લગતી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે. ગુરુ ગ્રહનુ બદલાવ થવુ એ ચારેય તરફથી લાભ ના સંકેત આપી રહ્યુ છે. સ્વાસ્થ્ય સાનુકૂળ રહેશે. ઓફીસ ના તમારા કાર્યો નિર્ધારિત સમયે પૂર્ણ થઇ શકે છે. એકાએક તમારા ફાંસાયેલા નાણા તમને પરત મળી શકે છે. કોઈ સ્ત્રી મિત્રના સહકાર ના કારણે તમારા આવશ્યક તમામ કાર્ય સમયસર પૂર્ણ થશે. પ્રેમ સબંધ માટે સાનુકૂળ સમય જણાઈ રહ્યો છે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે.

સિંહ રાશિ :

આ રાશિના જાતકો ને આ બદલાવ ના કારણે સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળી શકશે. ઘરમા ચાલી રહેલા વાદ-વિવાદ નો અંત આવશે. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ બનશે. તમારો આવનાર સમય અત્યંત શ્રેષ્ઠ રહેવાનો છે. માતા-પિતા ના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહેશે. વ્યાપાર ક્ષેત્રે વિસ્તરણ થવાના યોગ સર્જાઈ રહ્યા છે.

કન્યા રાશિ :

આ રાશિના જાતકો માટે ગુરુ નુ રાશી ભ્રમણ લાભદાયી સાબિત થશે. આ રાશિ પરિભ્રમણ ના કારણે તમારા સુખ-સુવિધા મા વૃદ્ધિ થશે. તમને આવનાર સમયમા કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. લાંબા સમયગાળા બાદ તમે તમારા કોઈ જુના મિત્ર સાથે મુલાકાત કરી શકો છો. વ્યાપાર ના કોઈ કાર્ય હેતુસર યાત્રા પર જવુ પડી શકે.

તુલા રાશિ :

ગુરુ ના આ રાશિ પરિભ્રમણ ના કારણે આ રાશિ ના જાતકો નો વિદેશ યાત્રા નો યોગ બની રહ્યો છે. તમારા તમામ અધૂરા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. આ શુભ યોગ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. તમને તમારા કાર્ય મા ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ થશે. ઘર નુ વાતાવરણ સુખમય અને આનંદમય બની રહેશે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિ પરિભ્રમણ આ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. સુખમા વૃદ્ધિ થવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. તમારા તમામ કાર્ય સમયસર પૂર્ણ થઇ શકે છે. નાણાં ની લેવડદેવડ કરતી વખતે સાવચેતી રાખવી. આવક ના નવા સ્ત્રોતો પ્રાપ્ત થઈ રહેશે . ધાર્મિક કાર્યો તરફ તમારુ મન વળશે.

Leave a Reply

Top