
ભારત મા ઘણા સંતો-મહંતો તેમજ વિદ્વાનો નો જન્મ થયો છે. ચાણક્ય પણ આ ભારત ભૂમિ ના એક મહાન વિદ્વાન છે. તેમણે જ મોર્ય સામ્રાજ્ય ની સ્થાપના કરી અને અખંડ ભારત નું નિર્માણ કરાવ્યું હતું. તેઓ પોતાની કુટનીતિ માટે પણ જગવિખ્યાત હતા. તેમણે પોતાની નીતિઓ ના માધ્યમ થી આદર્શ તેમજ યથાર્થ વાતો સમાજ ને જણાવી છે. આ નીતિઓ પર અમલ કરી વ્યક્તિ બરબાદી થી પણ બચી શકે છે. દરેક વ્યક્તિએ આ બાબતો પ્રત્યે સજાગ રહેવું જોઈએ.
તેમને જણાવ્યું છે કે પોતાની ગુપ્ત વાતો કોઈને પણ ન જણાવવી જોઈએ. ઘણી વખત સમય બદલતા સામે પક્ષ નો વ્યક્તિ તમારા થી બદલો લેવા તેનો ગેરલાભ ઉઠાવી શકે છે. આ સિવાય અજાણ્યા વ્યક્તિ ના ઘરમા ક્યારેય રહેવું ન જોઈએ. એકવખત જતો રહેલો સમય ક્યારેય પરત ફરતો નથી. આ માટે જ ક્યારેય પણ ભૂતકાળ ની ચિંતા ન કરવી જોઈએ.
આ સાથે જ તેઓ જણાવે છે કે એવા ધન પ્રાપ્તિ નો મોહ ક્યારેય ન કરવો જોઈએ કે જેને પામવા માટે તમારે અન્ય કોઈ ને તકલીફ આપવી પડે અથવા તો દુશ્મનો ની ચાપલૂસી કરવી પડે. તમારું મન જો નબળું પડે તો પણ તે વાત ને અન્ય સામે ક્યારેય ખુલ્લી ન મુકવી જોઈએ, આવું કરવા થી પણ તમારે નુકસાન નો સામનો કરવો પડી શકે છે.
હાલ ના સમય મા દરેક મિત્રતા પાછળ તેનો કઈ ને કઈ સ્વાર્થ છુપાયેલો જ હોય છે. આ માટે સમજી-વિચારી ને જ મિત્રો ની પસંદગી કરવી જોઈએ. દરેક વ્યક્તિ ના જીવન મા તેમના સગા-સંબંધિઓ ની સાચી પરખ ત્યારે જ થાય છે કે જ્યારે તમારો ખરાબ સમય આવે છે. ભગવાન માત્ર મંદિર મા જ નહીં પરંતુ આત્મામા પણ વસેલા હોય છે તેથી ક્યારેય કોઈ નું અહિત કરવું નહીં.