ચંદનનો આ એક ઉપાય બનાવી દેશે તમને કરોડપતી

ચંદન આપણા ધર્મ માં ખુબ જ મહત્વનું માનવામાં  આવે છે. ચંદન નો ચાંદલો કરવાનું વિશેષ મહત્વ છે. ચંદન ને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તેની પ્રકૃતિ શીતલ છે. તેની પવિત્રતા ના લીધે જ તેને હિંદુ પૂજા માં સ્થાન આપવામાં આવે છે. ઘણી બધી વિશેષ પૂજા માં ચંદનનું મહત્વ ખુબ જ વધુ છે. આ બાબતો વિષે કદાચ તમને ખબર હશે. પણ તમને એ વિષે ખબર નહિ હોય કે ચંદન ના અમુક ઉપાય તમને કરોડપતિ બનાવી દેશે. તો આ રીતે તમારે ચંદન નો ઉપયોગ કરવાનો રહેશે. જેના દ્વારા તમારી દરેક આર્થિક સમસ્યા દુર થઇ જશે.

આજ કાલ વાસ્તુ અનુસાર મકાન બનાવવું અધરું હોય છે. વધુ પડતા લોકો તૈયાર મકાન લેતા હોય છે.  આ માટે વાસ્તુદોષ ઘણા ના ઘર માં હોય છે. ચંદનનો પાવડર, અશ્વગંધા અને ગોખરુ ચૂરણમાં કપૂર મિક્સ કરીને 40 દિવસ સુધી હવન કરવાથી વાસ્તુદોષ દૂર થઈ જાય છે. આ રીતે ચંદનનો ઉપયોગ કરી અને તમે વાસ્તુદોષ ને દુર કરી શકશો. આ શિવાય ચંદન ના ઉપયોગ થી આર્થિક સમસ્યા પણ દુર થશે. તો તમને એ ઉપાય વિષે પણ જણાવી દઈએ.

ઘરની પશ્ચિમ અથવા દક્ષિણ દિશામાં ચંદનનું વૃક્ષ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.વારંવાર ધનનું નુકસાન થતું હોય, વેપારમાં સતત ખોટ થતી હોય, આર્થિક સમસ્યા હોય તો ગુરુ પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલા ચંદનના ઝાડ પર ચોખા, જળ અર્પિત કરવું અને ધૂપ-દીવો જોઈને આમંત્રણ આપવું. બીજા દિવસે એટલે કે ગુરુ પુષ્પ નક્ષત્રના દિવસે તે ઝાડની એક નાની લાડકી લઈને એક લાલ કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજાની વચ્ચે લટકાવો. તેનાથી આર્થિક સ્થિતિમાં  સુધારો થશે.

લગ્ન  જીવનમાં આવી રહેલી સમસ્યા અથવા યૌન સમસ્યાને દૂર કરવા માટે ચંદનનો ઉપયોગ કરી શકાય છે. કપાળ પર રોજ ચંદનનું તિલક લગાવવાથી તમારું ભાગ્ય જાગી જાય છે. ચંદનમાં બ્રહૃમા વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓ વાસ કરે છે તેવું માનવામાં આવે છે. રોજ ચંદનનું તિલક કરવાથી તમામ પ્રકારના દુખ દુર થશે અને સુખ ની પ્રાપ્તિ થશે.ચંદનના ઝાડની છાલને લાલ રેશની કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધન સંપતિ વધે છે.તો તમે પણ આ રીતે ચંદન નો ઉપયોગ કરો. અને સમસ્યા દુર કરો.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

તમે આ લેખ “MojeMustRam – મોજે મસ્તરામ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “MojeMustRam – મોજે મસ્તરામ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *