You are here
Home > Articles >

ચાર-ચાર પુત્રો હોવા છતા માતા રઝળી રહી છે રસ્તા પર, કોઈ પુત્ર આ વૃદ્ધાની સાર-સંભાળ લેવા માટે નથી તૈયાર

મિત્રો, પોતાના પેટે પાટા બાંધીને સંતાનોનો ઉછેર કરનાર વૃધ્ધ માતા-પિતાની દુર્દશાના અનેક કિસ્સાઓ સમાજમા અવારનવાર સંભાળવા મળતા હોય  છે. ત્યારે આવા જ એક કિસ્સા વિશે આજે આપણે આ લેખમા ચર્ચા કરીશુ. આ વાસ્તવિક ઘટનાને તમારી સમક્ષ રજુ કરવા માટે લેખમા દર્શાવવામા આવેલા તમામ પાત્રોના નામ અને જગ્યા કાલ્પનિક છે.

કારેલીબાગ વિસ્તારમા બનેલા આવા જ એક કિસ્સા એ સ્થાનિક લોકોમા ભારે રોષની લાગણી પેદા કરી છે. ચાર-ચાર પુત્રોનો ઉછેર કરનાર વૃધ્ધ માતા મણીબાના પતિ મૃત્યુ પામ્યા હતા. તેમછતા તેમણે તેમના ચારેય પુત્રોને પગભર કરવામા લોહીનું પાણી કરી દીધુ હતુ.પરંતુ, હાલ જ્યારે આ વૃધ્ધ માતાને સંતાનોના સહરાની આવશ્યકતા પડી ત્યારે તમામ પુત્રો એકબીજા પર જવાબદારી ઢોળવામા લાગી ગયા છે.

ચારેય પુત્રો પોતાના જુદા-જુદા મકાનો રાખી પોતાના પરિવાર સાથે સુખના દિવસો પસાર કરી રહ્યા છે ત્યારે વૃધ્ધ માતા રસ્તા પર આમતેમ રઝળી રહી છે અને  બીજાના સહારે દિવસો વીતાવી રહી છે. એક પણ પુત્ર માતાની જવાબદારી લેવા તૈયાર નથી અને સમાજની શરમે જો કોઇ પુત્ર માતાને પોતાના ઘેર લઇ જાય તો તેમની સાથે એવુ વર્તન કરે કે આ વૃધ્ધા પોતે જ ઘર છોડવા મજબૂર બની જાય.

મણીબાને ભોજન પુરૃ પાડતા એક વ્યક્તિએ તેમના પુત્રને ફોન કરી લોકડાઉનમા માજી એકલા કેવી રીતે રહેશે, તેમ દબાણ કરતા તે પુત્ર માતાને લઇ ગયો હતો પરંતુ, ત્યાં તેમની સાથે દુર્વ્યવહાર થતા થોડા જ દિવસોમા તે ત્યાંથી પરત આવી ગયા હતા. અંતે આ વૃધ્ધા ની સાર-સંભાળ લેતા આ વ્યક્તિએ  અભયમ સેવાની મદદ લીધી. અભયમની ટીમે મણીબાની વ્યથા સાંભળી હતી અને મણીબાના મોટા પુત્રને સામાજિક અને કાનૂની રીતે સમજાવ્યા.

આવી જ માહિતી મેળવવા માટે નિરંતર અમારી સાથે સંકળાયેલા રહો અને આમારો આ લેખ તમને કેવો લાગ્યો એ અંગે તમારા અમુલ્ય પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમા અવશ્ય આપજો અને હા આ લેખને લાઈક અને શેર કરવાનુ ભૂલશો નહિ. અમારો, આ લેખ વાંચવા બદલ તમારો ખુબ- ખુબ આભાર. આવી જ રીતે અમારી સાથે જોડાઈ રહો અને દેશ-વિદેશની પળેપળની ખબર મેળવો.

Leave a Reply

Top