
મિત્રો, કેન્સર એ એક એવી સમસ્યા છે જેનુ નામ સાંભળીને ભલભલા લોકોનુ હૃદય ફફડી ઉઠે છે. પ્રાથમિક સ્ટેજમા યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા કેન્સરને માત આપી શકાય છે. પરંતુ, જો કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો વ્યક્તિના બચવાના ખુબ જ ઓછાં ચાન્સિસ હોય છે. આમ તો કેન્સર થવા પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે જેમાંથી એક આપણી ખાણીપીણી અને લાઈફસ્ટાઈલ છે. આજના સમયમાં લોકોની ખાવાપીવાની આદતો એવી થઈ ગઈ છે કે, તેના કારણે જ લોકો બીમારી નો શિકાર બને છે. આપણે અમુક એવા ભોજનનુ સેવન કરીએ છીએ જેના કારણે કેન્સર થવાનો ભય વધી જાય છે. તો ચાલો જાણીએ આ કારણો.
લાંબા સમયથી કોઈ જગ્યાએ સંગ્રહ કરીને રાખેલ ભોજનનુ સેવન કરવાથી કેન્સરની સમસ્યાનો ભય વધી જાય છે. દાક્તરો મુજબ પ્રિઝર્વ કરેલા ખોરાકમાં કેમિકલ બનવા લાગે છે અને 2-3 દિવસ સુધી રાખેલો આવો ખોરાક ખાવાથી કેન્સર થઈ શકે છે. લાઈફસ્ટાઈલને કારણે કેન્સરના કેસ વધી રહ્યા છે. જેમાંથી એક કારણ ખાનપાન પણ છે. પેટ સંબંધી કેન્સરને લઈને કહેવાય છે કે કેન્સર થવાના ચાર કારણોમાં એક પ્રિઝર્વ્ડ ફૂડ પણ છે.
પ્રિઝર્વ્ડ આહારનુ સેવન શરીર માટે હાનીકારક :
જ્યારે ભોજનને કોઈ પેકેટમા પેક કરવામા આવે છે ત્યારે તેમા રહેલા ઓક્સીજનનુ પ્રમાણ ઘટી જાય છે. જેના કારણે ઈમ્યુંનીટી સિસ્ટમ નબળી પડી જાય છે. આ સિવાય જો પ્રિઝર્વ્ડ ફૂડ નોનવેજ હોય તો તેમાં કાર્સિનોજેનિક એટલે કે કેન્સર પેદા કરનાર તત્વ બનવા લાગે છે અને તેના કારણે કેન્સર થવાનો ખતરો અનેક ગણો વધી જાય છે.
પ્રિઝર્વ્ડ આહારમા અનેકવિધ પ્રકારના કેમિકલ્સ સમાવિષ્ટ હોય છે :
હાલ, વર્તમાન સમયમા લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે. લોકો વધુને વધુ પેકેજ્ડ ફૂડ ખાવાનું પસંદ કરે છે પણ આ ખોટું ચલણ છે અને તેનાથી બહુ મોટો ખતરો પણ છે. આને લઈને દુનિયાભરના ઘણાં સેન્ટર્સે મળીને સ્ટડી પણ કર્યું અને તેમાં જાણવા મળ્યું કે પ્રિઝર્વ્ડ ફૂડમાં એવા કેમિકલ્સ બને છે જે કેન્સરનું કારણ બની રહ્યાં છે.