You are here
Home > Articles >

ચીન બાદ હાલ ભારત બન્યો પી.પી.ઈ. કિટનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ

મિત્રો, હાલ કોરોના ની આ મહામારી ના સમયે આપણો દેશ આત્મનિર્ભરતાની દિશામા આગળ પગલા લઈ રહ્યુ છે. હાલ, આ કોરોના વાયરસ ની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે પી.પી.ઈ. કિટ એ હાલ પૂરતી આપણી સુરક્ષા ઢાલ છે. પી.પી.ઈ. કિટ કોરોના વોરિયર્સને કોરોના ચેપ થી સુરક્ષિત રાખે છે. હાલ ફક્ત બે માસના સમયગાળા મા જ ભારત વિશ્વમા સૌથી વધુ પી.પી.ઈ. કીટ બનાવનાર બીજો દેશ.

સરકારે માહિતી આપી દીધી કે, ભારત બે મા કરતા પણ ઓછા સમયની અંદર પી.પી.ઈ. કીટ બનાવનાર બીજો સૌથી મોટો મેન્યુફેક્ચરર દેશ બની ગયો છે. આ ક્ષેત્રમા હાલ પહેલા નંબર પર ચીન છે. ચીન એ પી.પી.ઈ. કીટ બનાવતો સૌથી મોટો દેશ છે. મંત્રાલય દ્વારા એક નિવેદનમા જણાવવામા આવ્યુ કે, તેણે પી.પી.ઈ. કીટની ગુણવત્તા અને માત્રા બંનેમા સુધારો કરવા માટે અમુક વિશેષ પગલા હાથ ધર્યા છે.

આ જ કારણ છે કે હાલ ભારત બે માસ કરતા પણ ખૂબ જ ઓછા સમયમા પી.પી.ઈ. કીટ બનાવનાર એટલે કે બીજા નંબરનો સૌથી મોટો નિર્માણકર્તા દેશ બની ગયો છે. મંત્રાલય દ્વારા આ વાત સુનિશ્ચિત કરવા માટે પણ પગલા ભરવામા આવ્યા છે કે ફક્ત પ્રમાણિત કંપનીઓ જ પી.પી.ઈ. કિટની પૂર્તિ કરે. હવે કપડા સમિતિ, મુંબઈ પણ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય કોરોના વોરિયર્સ માટે આવશ્યક પી.પી.ઈ. કીટનુ પરિક્ષણ કરશે.

તો મિત્રો આ અંગે તમારા શુ મંતવ્યો છે? હાલ આપણા દેશે પી.પી.ઈ. કીટ બનાવવામા જે મહારત હાંસલ કરી છે, તે યથાર્થ છે કોરોના ની સમસ્યા ને રોકવા માટે? શુ જેમ હાલ પી.પી.ઈ. કીટમા જેમ ભારત ચીન પછીનો અગ્રેસર દેશ બન્યો તેવી જ રીતે કોરોના ની વેક્સિન શોધવામા પણ પોતાની અગ્રેસરતા સાબિત કરી શકશે. આ બાબતો અંગે તમારા અમૂલ્ય પ્રતિભાવ અમને અવશ્ય કૉમેન્ટ કરજો અને હા આ લેખને શેર કરવાનુ ભૂલશો નહિ, ધન્યવાદ!

Leave a Reply

Top