
હાલ ચારે બાજુ એક જ વાત ની ચહલ-પહલ જોવા મળે છે, તે પછી સમાચાર હોય કે કોઇપણ વાત તેનો અંત તો કોરોના એ જ જઈ ને અટકે છે. હાલ આ મહામારી થી જ્યાં સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે અને દરેક દેશ પોતાની રીતે તેની સામે લડવા માટે જાત-જાત ના પ્રયોગો પણ કરી રહી છે. દરેક દેશ પોતાના દેશવાસીઓ ને બચાવવા માટે થઇ ને આધુનિક ઉપકરણો થી સજ્જ એવી હોસ્પિટલ ના નિર્માણ પણ કરી રહ્યા છે.
જો વાત કરવામા આવે કોરોના ના અદ્ગ્મ સ્થાન એવા ચીન ની તો ત્યાં ૧૦૦૦ બેડ નુ દવાખાનું દસ દિવસમા તૈયાર કરી દીધું હતું. આ કાર્ય ને જોતા સમગ્ર વિશ્વ પોતાના દેશ મા આવા દવાખાના ઉભા કરી રહ્યા છે. તો આ અનુસંધાને ગુજરાત પણ પાછળ ન રહ્યું અને ૨૧મી માર્ચ ૨૦૨૦ દિવસે દવાખાનું બનાવવાનુ નક્કી કર્યું અને છ દિવસમા ૨૨૦૦ પલંગ ધરાવતું દવાખાનું તૈયાર કરી લીધું છેે. અમદાવાદ મા સિવિલ હોસ્પિટલ ની જ સંકુલ મા આવેલ ૧૨૦૦ પલંગવાળી કોરોના હોસ્પિટલ ઊભી કરી દીધી છે.
આ સિવાય સુરતમા ૫૦૦, વડોદરામા ૨૫૦ અને રાજકોટમા પણ ૨૫૦ પલંગ ધરાવતી હોસ્પિટલ ઉભી કરવામા આવી છે. આ દવાખાના મા ફક્ત કોરોના ના જ રોગીઓ ને દાખલ કરવામા આવશે. જેને કારણે તેમનો ચેપ બીજા કોઈ વ્યક્તિ ને ન લાગે. આ દવાખાના મા તમામ સાધનો તેમજ દવાઓ વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્ર ના આરોગ્ય મંત્રાલય ની નિર્દેશાનુસાર તૈયાર કરવામા આવી છે. નવિન દવાખાના ને કોરોના વાઈરસના પોઝિટીવ કેસિસ ની સારવાર માટે ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામા આવી છે.