You are here
Home > Articles >

ચીનમા કોરોના બાદ સામે આવ્યો આ બીજો હન્ટા વાઈરસ, કોઈએ ગભરાવવાની કે ડરવાની જરૂર નથી, જાણો તેના વિષે

મિત્રો, ચીનમા કોરોના વાયરસ આવ્યા બાદ હાલ એક નવો વાયરસ પ્રવેશી ચુક્યો છે જેનુ નામ છે “હન્ટા વાયરસ”. આ વાયરસ કોરોના ની સમસ્યા કરતા પણ ભયજનક હોય શકે છે, આ વાયરસે એક યુવક નો જીવ લઈ લીધો છે. કોરાના વાયરસ ના મારથી ઝઝૂમી રહેલા ચીનના યુન્નાન પ્રાંતમા એક વ્યક્તિ નુ મૃત્યુ “હન્ટા વાયરસ” ના કારણે થઈ ગયુ હતુ.

આ વ્યક્તિ પોતાનુ કાર્ય પૂર્ણ કરીને બસ મારફતે શાંડોગ પ્રાંત પાછો આવી રહ્યો હતો. તે “હન્ટા વાયરસ” ના ચેપ થી પીડાતો હતો. આ બસમા મુસાફરી કરેલા અન્ય ૩૨ લોકો નુ પણ પરીક્ષણ કરવામા આવ્યુ હતુ. આ માહિતી બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે.

ચીનમા કોરોના વાયરસ બાદ એક નવો વાયરસ સામે આવ્યો :

હાલ, મોટી સંખ્યામા લોકો ટ્વિટ કરીને આ ભય જતાવી રહ્યા છે કે કોરોના વાયરસ ની જેમ આ પણ મહામારી ના બની જાય. લોકો કહી રહ્યા છે કે જો ચીનના લોકો પ્રાણીઓ નુ સેવન કરવાનુ બંધ નહી કરે તો આ નિરંતર આ ચાલતુ જ રહેશે. આ હન્ટા વાયરસ ઉંદર ના સેવન ના કારણે થાય છે. તજજ્ઞો નુ માનવુ એવુ છે કે કોરોના વાયરસના સાપેક્ષ મા હન્ટા વાયરસ ગંભીર નથી. કોરોના વાયરસ થી એકદમ વિપરીત આ વાયરસ હવા મારફતે ફેલાતો નથી. આ વાયરસ ઉંદર અને ખિસકોલી જેવા ઝેરી જીવો ના સંપર્ક મા આવવાના કારણે થાય છે.

“હન્ટા વાયરસ” તરીકે ઓળખાતો આ વાયરસ જીવલેણ સાબિત થાય છે :

સેન્ટર ફોર ડિઝિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશનના મત અનુસાર ઉંદરો ના ઘરની અંદર અને બહાર અવરજવર કરવાથી આ વાયરસ ફેલાય છે. આ વાયરસ પણ જીવલેણ છે. પરંતુ, એક વ્યક્તિ માથી બીજી વ્યક્તિ મા ફેલાતો નથી. આ ઉપરાંત જો કોઈ વ્યકિત ઉંદરના મળ કે પેશાબને અડકે છે અને ત્યારબાદ પોતાની આંખ, નાક અને મોઢા ને અડકે તો આ વાયરસ ની ઝપેટ મા આવી શકે છે.

આ વાયરસ ના મુખ્ય લક્ષણો તાવ, સરદર્દ, શરીરમા દર્દ, ઉલ્ટી, ફેફસામા પાણી ભરાઈ જવુ વગેરે છે. કોરોના નો અર્થ પીએમ મોદીએ તેના ભાષણ મા તેની રીતે સમજાવ્યો કે, ‘ કોરોના એટલે કોઈ રોડ પર ના નીકળો ’. કોરોના ના કારણે લોકડાઉન વચ્ચે દેવભૂમિ દ્વારકામા ખૂબ જ હૃદય કંપાવી દે તેવુ ભયજનક દ્રશ્ય જોવા મળ્યુ, પોલીસ પર થયો હતો પથ્થરમારો.

પીએમ મોદી નો જનતા ને સરળ ભાષામા સ્પષ્ટ સંકેત :

જો કોરોના ને તમારા ઘરે નિમંત્રણ આપવુ હોય તો જ ઘર ની બહાર નીકળવુ. આ ત્રણ અઠવાડિયા ના લોકડાઉન પર પ્રધાનમંત્રી બોલ્યા કઈક આવુ , જો ૨૧ દિવસ સુધી યોગ્ય કાળજી લેવામા ના આવી તો ૨૧ વર્ષ પાછળ ધકેલાઈ જશે દેશ. માટે આજે રાત્રી ના ૧૨ વાગ્યાથી થતા સંપૂર્ણ દેશમાં ૨૧ દિવસ ના લોકડાઉન ને સમર્થન આપવા માટે મોદીએ બંને હાથ જોડી કરી જનતા ને પ્રાર્થના.

Leave a Reply

Top