You are here
Home > Life Style >

ચોકલેટ જેટલી કીમત છે આ વસ્તુની જે ઘરેબેઠા જ તમારા દાંતની જીવાત દૂર કરી નાખશે

મિત્રો, જયારે આપણે નાના હતા ત્યારે આપણા વડીલો આપણ ને રોજ એક જ શિખામણ આપતા કે આપણે નિયમિત પરોઢે ઉઠીને દાંત ની યોગ્ય રીતે સાફ-સફાઈ કરવી જોઈએ. જો આપણે નિયમિત દાંત ની યોગ્ય રીતે સાફ-સફાઈના કરીએ તો દાંત મા જીવાત થઇ જાય છે અને આ જીવાત ના કારણે આપણા દાંત મા અસહય પીડાઓ તથા અનેક સમસ્યાઓ ઉદ્દભવે છે.

દાંત ની આ પીડા અત્યંત અસહ્ય હોય છે અને આ અસહ્ય પીડા ના કારણે આપણે માથા ના દુઃખાવા ની સમસ્યા થી પણ પીડાઈ શકે છે. ઘણા લોકો ને દાંત મા આ પીડા કેલ્શિયમ ની ઉણપ ને કારણે પણ ઉદ્ભવે છે. આ દાંત ના દર્દ માંથી મુક્તિ મેળવવા માટે લોકો દાંત કાઢવી પણ નાખે છે પરંતુ, દાંત કાઢવી નાખવાથી આ દાંત ની જીવાત ની સમસ્યા નો અંત નથી આવતો.

આ દાંત નો દર્દ કોઈપણ ઉંમર મા થઇ શકે. આ દાંત ની અસહ્ય પીડા ના કારણે આપણે યોગ્ય રીતે ભોજન પણ ગ્રહણ નથી કરી શકતા. આપણા દાંત મા જીવાત અનેક કારણોસર ઉદભવી શકે. જો તમે વધુ પડતા ગળ્યા આહાર નું સેવન કરો તો પણ દાંત મા જીવાત ઉદ્દભવી શકે. આ ઉપરાંત દાંત ની યોગ્ય સાફ-સફાઈ ના કરવામાં આવે તો પણ દાંત મા જીવાત ફેલાઈ શકે. આ સિવાય નાના બાળકો મા વધુ પડતું ચોકલેટ નું સેવન કરવાથી પણ દાંત મા જીવાત ફેલાઈ શકે.

હાલ , આજે આ લેખ માં તમને અમુક એવા ઘરગથ્થુ નુસ્ખાઓ વિશે જણાવીશું જે અજમાવવા થી તમે દાંત માં પડેલી જીવાતો માંથી મુક્તિ મેળવી શકો. તમે ફટકડી તો જોઈ જ હશે આ ફટકડી નો ઉપયોગ મુખ્યત્વે અશુદ્ધ પાણી ને શુદ્ધ કરવા માં ઉપયોગ થાય છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે આ વસ્તુ તમને દાંત મા પડેલી જીવાતો ને દૂર કરવા માટે પણ સહાયરૂપ બને છે. જો ફટકડી મા સરસીયા નું ઓઇલ મિક્સ કરીને દાંત પાર લગાવવા મા આવે તો દાંત મા રહેલી જીવાત દૂર થાય છે. આ ઉપરાંત પણ બીજા અનેક ઉપચારો છે જે તમને આ દાંત ની પીડા માંથી મુક્તિ અપાવી શકે છે.

હિંગ :
જયારે પણ દાંત ની પીડા દૂર કરવા માટે કોઈ ઘરગથ્થુ ઉપચાર ની વાત કરવામાં આવે તો તેમાં હિંગ નું નામ સૌથી ઉપર આવે છે. કારણ કે , તે દાંત ના દર્દ ને દૂર કરવા માટે નો અસરકારક ઉપચાર છે તથા તેનો ઉપયોગ અત્યંત સરળ હોય છે. જો તમે ચપટીભર હિંગ ને મોસંબી ના રસ મા ઉમેરીને આ મિશ્રણ ને રૂ વડે જે દાંત મા દર્દ થતો હોય ત્યાં મુકવામાં આવે તો આ દર્દમાંથી મુક્તિ મેળવી શકાય છે. હિંગ તો દરેક ઘર મા સરળતા થી મળી જ આવે. દાંત ના દર્દ ને દૂર કરવા માટે આ નુસખો અત્યંત કારગર સાબિત થશે.

લવિંગ :
લવિંગ મા અનેક પ્રકાર ના ઔષધીય ગુણતત્વો સમાવિષ્ટ હોય છે જે તમારા શરીર મા પ્રવર્તતા વિષેલા બેક્ટેરિયા તથા જીવાણુઓ નો નાશ કરે છે. કારણ કે , દાંત નો દર્દ ઊદ્ભવવા નું મુખ્ય કારણ બેક્ટેરિયા અને જીવાણુ જ હોય છે. જો તમે લવિંગ ને દાંત ના જે ભાગ મા દર્દ થતો હોય ત્યાં મુકો તો દાંત મા રહેલો તમામ દર્દ દૂર થઇ જાય છે. આ લવિંગ દાંત ના દુઃખાવા મા ત્વરિત અસર નહિ થાય તેની અસર ધીમી થશે પરંતુ અસરકારક થશે જેથી તમારે થોડું ધીરજ રાખવું પડશે.

Leave a Reply

Top