You are here
Home > Articles >

પુત્ર અને પુત્રી પોતાની મરજી થી મેરેજ કરે છે છતા પણ સમાજમાં છુટાછેડાનું પ્રમાણ કેમ વધી રહ્યુ છે, જાણો સમગ્ર હકીકત…

હાલમાં દરેક પુત્રીનો પિતા એના માટે ઘણી સારી-સારી આશાઓ લઇને બેસ્યો હોય છે. પણ વાત આખી એવી છે કે શું ફક્ત આશાઓ થી એક સારા સમાજ ના રચના થઇ શકશે. તો આવો જાણીએ અત્યાર ની સાચી હકીકત શું છે? કારણ કે જેમ એક રોગી ને કડવી દવા ભલે હોય પણ છેવટે સારૂ થવા માટે એમ સમાજ ને સત્યતા અને સરસ રસ્તા પર લાવવા માટે થોડી કડવા વચન ના છૂટકે કહેવા પડે છે.

હુ હાલમાં જે વાત કરી રહ્યો છું એ કાઈ વ્યસ્વ યુવતીની કે પછી ૩૫ થી ૪૦ વર્ષની સ્ત્રીની વાત થતી નથી પરંતુ વાત થાય છે આજની પુત્રીની. આજે આપણે બધા જાણીએ છીએ કે લગ્નવિચ્છેદ ખૂબજ વધી ગયા છે. તો તેનું મુખ્ય શુ કારણ છે? પ્રેમી યુગલો જયારે પોતાની રીતે અને કે પછી છોકરા છોકરી પોતની ઈચ્છા પ્રમાણે લગ્ન કરે છે તો છત્તા પણ આટલા બધા લગ્નવિચ્છેદ કયા કારણસર ? જાણો કારણ…

આજના આ આધુનિક સમયમાં તમે દીકરીને ખૂબ શિક્ષિત બનાવી તે ખુબજ સારી વાત છે તે સારી નોકરી પણ કરતી હશે. પણ શું જમવાનું બનાવતા શિખવાડ્યુ છે? તો આપણો ઉત્તર વધુ પડતા ના હશે. પણ કોઈએ એ ક્યારે વિચાર્યું છે કે લગ્ન પછી જયારે તે સાસરે જશે ત્યારે ઘરના માણસોનું દિલ જીતી લેવા માટે શું કરશે. કારણકે કોઈ નું પણ દિલ જીતવું હોઇ તો એનો કેડો પેટથી થઈ ને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાવો પણ જયારે ભૂખ લાગે ત્યારે પતિ પત્ની જોડે જમવાનુ પહેલા માંગે એ સારુ લાગે કે પછી કોઈ નોકર પાસે માંગે એ સારુ લાગે ?

દ્વિતીય અગત્યનું કારણ એ પણ છે કે જો એને જમવાનું બનાવતા નથી આવડતું એટલે હોટેલમા જમવા જવુ, પીઝા, સેન્ડવીચ, બર્ગર વગેરે બનાવવા, બાળકોને ભાગપેટી મા બ્રેડ,બિસ્કીટ આપી ઘરના માણસોને બિમાર પાડવા. જુના જમાના મા બા-દાદી ભણેલાનો હતા પણ કોઇને ડોક્ટર પાસે જવાનો ક્યારેય વારો આવતો નહી. પણ જરા અત્યારે વિચારો કે આનાથી કોના પર ગર્વ લેવો જોઈએ?

આજના આ આધુનિક માં પુત્રી કમાતી થઇ ગઈ છે અને એને એમ છે કે મારે યુવકની જરૂર શું છે? આનું વિપરીત પુરુષ એવું વિચારે છે કે હુ નૌકરાની રાખીશ તો પછી મારે એક પત્ની ની શું જરૂર. તેથી એક બીજાની જરૂરત જ નાશ પામે છે. બાકી રહી હવે બેવ ની દેહની તરસ, તો તે સંતોષવા આજના આ આધુનિક યુગની લિવ ઇન રીલેશનશીપ વાળી ફૅશન તો છેવટે છે જ. હવે વિચારો કે આ કારણોથી લગ્નમાં ભંગ જ થાય ને. આમાં સમાજ ને કઈ દિશા મળી રહી છે.

ફક્ત નોકરીના લીધે એક યુવતી ઘણું બધું ત્યાગવા તૈયાર થઈ જતું છે. કયારેક તો મેરેજ ના કરવા અને જો કરવા તો સંતાન વેહલા નથી જોઈતું અને જો થઇ જાય તો પોતાનું દૂધ નથી પાવું આ બધાજ કારણો માત્રને માત્ર એક નોકરી માટે. તો હવે જરા વિચારો કે આપળો સમાજ કયાં દિશા માં જઈ રહ્યો છે? દીકરી માટે પૈસો કમાવો એ મોટી વાત નથી, પણ જોવાનું એ છે કે એ સાસરિયામાં તે કેટલી સુખી છે ? જો તમારું ગૃહસ્થ જીવન સુખી રેહતો હોઇ ને તો જરૂર નોકરી કરો પણ જો નૌકરી ના લીધે વાત લગ્નવિચ્છેદ સુધી પોહચે, તો નોકરી છોડવી યોગ્ય છે. કેમકે આખા સંસારમાં કુટુંબ સુખ થી બીજી મોટું કોઈ સુખ નથી.

જેવી રીતે સિક્કાના બે બાજુ ની હોય તેમ જો દીકરીને ખૂબ શિક્ષિત હોય અને નોકરીની છુટ આપી હોય તો એનાથી ફાયદો કેટલો છે અને નુકસાન કેટલું છે એનો હિસાબ કરો. વધુ ભણાવ્યા પછી નોકરી પ્રાપ્ત કરવી, સારી આવક પણ થઇ આ હતો ફાયદો, પણ એ તો વિચારો કે આનાથી નુકશાન ની ચિઠ્ઠી બનાવશું તો પાના ના પાના ભરાય જશે, વધુ પડતા આધુનિક થવાની હોડમાં આપળે શું મેળવ્યું અને શું ખોઈ દીધું?

આજની પુત્રીને તો બસ નોકરીથી જ પ્રેમ છે એના માટે ઘર ના સંબંધો ની કદર ના બરાબર છે પછી એ સાસુ-સસરા, પતિ કે બાળકો થી લગતી હોય. આ છે મોટું કારણ છૂટાછેડા નુ જેમાં કોઈ પણ વચ્ચે નથી આવતું. પેહલા તો સમાજ વાત કરતો હતો કે, લાજ હતી પણ અત્યાએ તો મમ્મી પપ્પા પણ કઈ નથી કેહતા. જયારે કોઈ મેરેજની લગ્ન ની વાત થતી હોય તો પેલા છોકરી જ પૂછે છે કે ઘરમાં ડસ્ટબીન છે અહિયાં ડસ્ટબીન નો સંદર્ભ સાસુ-સસરા થી છે. હવે કયો આ છે ભેણેલા ના સંસ્કાર. શું આવું બોલવું ઉત્તમ છે.

અને જો પુત્રીને સુખી જોવા ઈચ્છતા હો તો દિવસ દરમિયાન ફોન અને વોટ્સઅપ કરી-કરી તેના ઘર માં દખલગીરી કરવાનું હમણાં જ બંધ કરો અને જો તે પણ કઈ ફરિયાદ કરે તો સાચું કારણ જાણ્યા વિના તેનો પક્ષ ક્યારે ના લ્યો. અમુક હદે આવું કરવાથી પણ છુટાછેડા અટકી જાશે. જયારે પેહલા ની યુવતી ક્યાં પણ નોકરી નોહતી કરતી માત્ર ઘરકામ કરતી પણ તે છતાં એ ત્રણ પેઢી ને સાચવતિ, મા-બાપ સમાન સાસુ-સસરા, બીજી પેઢીમા પોતાનો પતિ, ત્રીજી પેઢીમા પોતાના સંતાન. તો હવે વિચારો કે આપળી આજની પુત્રી કેટલા ને સાચવે છે ? એક ને પણ નહી. આ એક કટુ સત્ય છે, જો હજુ પણ નહી સમજાય તો સમાજ નુ ભવિષ્ય ચિંતાજનક છે.

આજે મમ્મી પપ્પા દીકરીને પુરુષ સમાન બનાવવા માંગે છે પણ એ તો વિચારો કે શું કોઇને પુરુષ જેવી સ્ત્રી ગમે? એક સારા સમાજની બધા જ અને એક સારો સમાજ ઉભરે તે માટે આ થોડી કડવી વાત કરી હતી, જો કોઇને ખરાબ લાગ્યું હોઇ તો હું દિલથી હાથ જોડી માફી ઈચ્છું છુ. મારા મત અનુસાર આ સારી વાતો હતી જે મારે સારા માણસો સુધી પહોચાડવી હતી અને જે દરેક માણસની નૈતિક જવાબદારી છે. તો ચાલો બધા સાથે મળીને એક સારા સમાજ ની રચના કરીએ.

ભલે કડવું હોવા છતાં પણ સાચું છે કે જો ભૂલ બધા થી થાય વહુ હોય કે દીકરી પણ દીકરીની છુપાઈ જાય છે અને વહુની છપાઈ જાય છે.

dip

Leave a Reply

Top