You are here
Home > Health >

કોફી પીવા થી વજન ની સાથોસાથ કોલેસ્ટેરોલ પણ રહે છે નિયંત્રિત

મોટેભાગે માત્ર ભારત મા જ નહી પણ સમગ્ર દુનિયા મા લોકો તેમની સવાર ની શુભ શરૂવાત ચા અથવા તો કોફી ના સેવન થી જ કરતા હોય છે. સવાર ની ઊંઘ ઉડાડવા માટે એક કપ કોફી અથવા તો ચા મદદરૂપ થાય છે. આજ ના આર્ટીકલ મા વાત કરવી છે કે જો આ કોફી માત્ર ઊંઘ ઉડાવવા માટે જ નહી પરંતુ બીજા પણ ઘણા લાભ આપી શકે છે. જો કે ઘણા સંશોધનો મા જાણવા મળે છે કે આ કોફી મા કેફીન નામક તત્વ હોવા ને લીધે તેનું સેવન ઓછુ કરવાની સલાહ આપવામા આવતી હોય છે.

આ ઉપરોક્ત જણાવેલ વાત ને આપણે નકારી શકતા નથી પરંતુ હાલ મા જ કરાયેલા એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે આ કોફી ના સેવન થી માનવ શરીર નો વજન તેમજ શરીર મા રહેલા ખરાબ કોલેસ્ટેરોલ ને ઘટાડી શકાય છે. જાણવા મળતા અહેવાલ મુજબ ઇલિનોય યુનિવર્સિટી મા તાજેતર મા જ કરાયેલા એક સંશોધન પ્રમાણે આ કોફી મા મળી આવતું તત્વ કેફીન ખાંડ તેમજ ચરબીયુક્ત આહાર ની અસર ને ઓછી કરી ને વજન તેમજ કોલેસ્ટરોલ ના વધતા સ્તર ને નિયંત્રિત કરી શકે છે.

વધુ જાણવા મળતી વિગતો મુજબ આ સંશોધન પ્રથમ ઉંદરો ઉપર કરવામા આવ્યું હતું. આ ઉંદરો ને નિયમિત ચાર અઠવાડિયાં સુધી સ્વાસ્થ્યપ્રદ આહાર આપવામા આવ્યો હતો, જેમાં ૪૦ ટકા થી ૪૫ ટકા કાર્બોહાઇડ્રેટ અને માત્ર ૧૫ ટકા જ પ્રોટીન નો સમાવેશ કરવામા આવ્યો હતો. આ સિવાય ઉંદરો ને ફાયટોકેમિકલ્સ, ફ્લેવોનોઇડ્સ તમેજ એમિનો એસિડયુક્ત ચા પણ આપવામા આવી હતી. આ તમામ આહાર મા કેફીન નુ પ્રમાણ ૬૫ થી ૧૩૫ મિલિગ્રામ સુધી નુ જ હતું.

એક માણસ ની રૂપરેખા અને દિનચર્યા મુજબ જેમ એક માણસ દિવસ દરમિયાન ચાર કપ કોફી પીવે તેટલી જ માત્રા મા કોફી ઉંદરો ને પણ નિયમિત આપવામા આવતી હતી. આ પ્રયોગ ના અંતિમ પરિણામો દ્વારા જાણવા મળ્યું કે જે ઉંદરો ને આ કેફીન નામક દ્રવ્ય કોફી પેટે પીવડાવવા મા આવ્યું હતું તેમના શરીર ની ચરબી મા નોંધપાત્ર ઘટાડો થયેલો જોવા મળ્યો હતો. તેમના ચરબી ના પ્રમાણ મા ઓછા મા ઓછો ૨૨ ટકા તેમજ વજન મા ૧૬ ટકા નો થયેલ ઘટાડો જોવા મળ્યો હતો.

આ સંશોધન ના મુખ્ય સચિવ અને સંશોધક એલ્વિરા ગોન્ઝાલિસ ના જણાવ્યા અનુસાર કોફી મા મળી આવતું કેફીન ના સેવન થી  ચરબીવાળી પેશીઓ તેમજ લિવર બંને મા ચોક્કસ લિપોજેનિક એન્ઝાઇમો ના મોડ્યુલેશન માનવ શરીર ની રચના પર વધતા કોલેસ્ટેરોલ તેમજ અનિચ્છનીય આહાર ના નકારાત્મક પ્રભાવો ને ઘટાડવા મા મદદરૂપ થાય છે. આ ઉપર થી તારણ લેવા મા આવ્યું છે કે કેફીનવાળા પીણાં જેવા કે ચા અને કોફી માનવ શરીર ના વજન તેમજ કોલેસ્ટેરોલ ને નિયંત્રિત કરવામા મદદરૂપ થઇ શકે છે.

Leave a Reply

Top