You are here
Home > Articles >

“કોરોના” ને લીધે રાજકોટની આ એક કંપનીએ તેના ૧૨૦૦ જેટલા કર્મચારીઓ ને ૨ માસ નો પગાર આપી દીધો એડવાન્સમા

સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવનાર આ કોરોના વાયરસે હાલ આપણા દેશમા પણ પગ પેસારો કરી લીધો છે. હાલ આપણા દેશમા આ કોરોના વાયરસ ના કારણે ૧૦ લોકો મૃત્યુ પામી ચુક્યા છે. સમગ્ર ગુજરાતમા પણ કોરોનાના કેસમા વધારો થઇને આંકડો ૨૯ પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ ૩૧ માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

બીજી તરફ જુદા-જુદા ઉદ્યોગોમા પણ સંગઠનો દ્વારા બંધનુ એલાન કરવામા આવ્યુ છે. ગુજરાતમા મોટાભાગના ઉદ્યોગો ૩૧ માર્ચ સુધી બંધ રહેશે ત્યારે એવામા રાજકોટ ની એક કંપનીએ કમર્ચારીઓ માટે એક વિશિષ્ટ કાર્ય કર્યુ. એક અહેવાલ મુજબ રાજકોટ શહેર ની પ્રાઇવેટ કંપની “બાન લેબ્સે” હાલની મુશ્કેલ પરિસ્થિતિમા તેમના કર્મચારીઓ માટે સહાયરૂપ બની છે અને કંપનીના ૧૨૦૦ કર્મચારીઓ ને આવતા બે માસ નો પગાર અગાઉ જ ચૂકવી દીધો છે.

આ ઉપરાંત તેમના બધા જ કર્મચારીઓ ને ૫૦૦૦₹ ની કિટ ફ્રી મા આપી છે જેમા તેલ નો ડબ્બો અને સેનિટાઈઝર સહિત ની વસ્તુઓ નો સમાવેશ થાય છે. કોરોના વાઈરસ ના કારણે શહેરમા તમામ માર્કેટ, મોલ સહિત ની વ્યવસ્થા બંધ કરવામાં આવી રહી છે ત્યારે આ વાઈરસ સામે લડત આપવા અને સાવચેતી ના પગલારૂપે “બાન લેબ્સ પ્રા.લિ” દ્વારા આગામી તારીખ ૨૩ માર્ચથી એક સપ્તાહ સુધી ઓફિસ બંધ રાખી તેમજ વર્ક ફ્રોમ હોમ એટલે કે સૌએ પોતાના ઘરે થી શક્ય તેટલુ કાર્ય કરવુ તે માટે નિર્ણય લેવાયો છે.

આ સિવાય “બાન લેબ્સ” મા કાર્ય કરતા તમામ કર્મચારીઓને ૨ મહિના નો પગાર અગાઉ ચૂકવી દેવામા આવ્યો છે. આ સિવાય કંપનીના બંને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે ઉત્તરાખંડ અને હિમાચલમાં આવેલા છે ત્યા પણ મોટાભાગના ડિપાર્ટમેન્ટ પર અનેકવિધ પ્રકા રના રિસ્ટિક્શન મુકાયા છે. કંપની ના એમ.ડી. મૌલેશભાઈ ઉકાણી જણાવે છે કે, કંપનીના કોઈપણ કર્મચારીને કોઈપણ પ્રકારની સહાયતા ની આવશ્યકતા પડે તો કંપની સંપૂર્ણપણે સહકાર આપશે.

બાન લેબ્સ દ્વારા કોરોના વાઈરસના સંક્રમણ સામે સાવચેતીના પગલા રૂપે આ ધરખમ નિર્ણય લેવાયો છે, જે સૌ કોઈ માટે સરાહનીય છે. આમ ઘણી કંપનીઓ આવા વિકટ સમયે પગાર ઉપરાંત કર્મચારીઓ ના ઘર નુ ધ્યાન રાખી જરૂરી ચીજવસ્તુઓ પણ આપી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે રાજ્યની શ્રમ આયુક્ત ની કચેરી દ્વારા ખાનગી સંસ્થાઓ અને કારખાનાઓ મા કાર્ય કરતા કર્મચારીઓ ની હાજરી ગણીને પગાર આપવાનો આદેશ આપવામા આવ્યો છે.

Leave a Reply

Top