You are here
Home > Janva Jevu/Tips >

ક્રિકેટ હોય કે ફિલ્મો કઈ પણ જોવા અને ઘરે જ થીયેટર જેવી મોજ માણવા, માત્ર ૧૦૦ રૂપિયામા આ રીતે બનાવી લો પ્રોજેક્ટર

મિત્રો, હાલ થોડા સમયમા જ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈ.પી.એલ. નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ક્રિકેટ ની સાચી મજા ત્યારે જ આવે છે જયારે તેને મોટી સ્ક્રીન પર જોવામા આવે. એવામા જો તમારા ઘરે મોટી સ્ક્રીન વાળુ ટીવી ના હોય તો મેચ જોવાનો એટલો આનંદ નથી આવતો.

પરંતુ, શું તમને ખ્યાલ છે કે તમે માત્ર ૧૦૦ રૂપિયા નો ખર્ચ કરીને મોટી સ્ક્રીન તૈયાર કરી શકો છો અને ફક્ત એટલુ જ નહિ પરંતુ, તેના પર ક્રિકેટ ની સાથે બીજા વીડિયો પણ જોઈ શકો છો. બસ એના માટે એક પ્રોજેક્ટર તૈયાર કરવું પડશે. તો શું છે આ પાછળ નુ રહસ્ય તે આપણે આજના આ લેખમા જાણીશુ.

સૌપ્રથમ તો આ નીચે મુજબના સામાન ની આવશ્યકતા પડશે :

૧ ખાલી ચપ્પલ નું બોક્સ , મૈગ્નિફાઇંગ લેન્સ , પેપર કટર , ચિપકાવવા માટે ગ્લૂ અને ટેપ, થર્મોકોલ નો ટુકડો.

આ પ્રોજેક્ટર તમારા સ્માર્ટફોન પર કાર્ય કરશે. તમે બજાર માંથી મૈગ્નિફાઇંગ લેન્સ સરળતા થી મેળવી શકશો. તમને ફક્ત ૧૦૦₹ મા જ મૈગ્નિફાઇંગ લેન્સ મળી રહેશે. લેન્સ જેટલા મોટો હશે સ્ક્રીન પણ એટલી જ મોટી બનશે. આ પ્રોજેક્ટ ૧૫ મિનિટમા તૈયાર થઇ જશે.

મુવી પ્રોજેક્ટર બનાવવા ની વિધિ :

મુવી પ્રોજેક્ટર બનાવવા માટે સૌપ્રથમ લેન્સ નુ હેન્ડલ પેપર કટર અથવા તો ચાકુ થી કાપી લેવું. લેન્સ થી હેન્ડલ અલગ થાય ત્યારબાદ એને બોક્સ પર મૂકીને ચારે બાજુથી માર્ક કરી લેવું. હવે લેન્સ ને ફિટ કરવા માટે બોક્સ ને કાપવુ પડશે. ત્યારબાદ બોક્સ ની ઉપરના કવરને પણ લેન્સ બરાબર માર્ક કરીને કાપી લેવું. આ રીતે આ બોક્સ મા લેન્સ ના આકાર નો હોલ બનાવી લો.

આ બોક્સમા હોલ થઇ ગયા બાદ લેન્સને તેમા વ્યવસ્થિત રીતે ગોઠવી લેવુ અને ગ્લૂ ની મદદથી તેને ચિપકાવી દેવુ. જ્યારે ગ્લૂ સુકાઈ જાય ત્યારબાદ બોક્સ ની અંદર સ્માર્ટફોન રાખવા માટેનું સ્ટેન્ડ બનાવવુ. એના માટે આ થર્મોકોલ ના ટુકડા નો ઉપયોગ કરવો. સ્ટેન્ડ બનાવવા માટે સૌપ્રથમ બોક્સ ની અંદર મેઝરમેન્ટ કરીને થર્મોકોલ ના બે લાંબા ટુકડા કાપી લેવા.

આ બંને ને એવી રીતે કાપવુ કે બોક્સ ની અંદર તેને સરળતા થી મુવ કરી શકાય. આ પછી એક ટુકડાની ઉપર બીજા ને ૯૦ ડિગ્રી પર ચિપકાવી દેવું. આ રીતે એક સ્ટેન્ડ બની જશે. હવે આ સ્ટેન્ડ પર ટેપની સહાયતા થી સ્માર્ટફોન ને ફિટ કરી લેવો. એ વાત ની કાળજી રાખવી કે ટેપ નો ઉપયોગ સ્માર્ટફોન ની સ્ક્રીન પર ના થવો જોઈએ.

આ રીતે જોઈ શકાય છે મોટા પડદા પર ક્રિકેટ :

હવે તમે તમારા સ્માર્ટફોન પર માય જીઓ એપ અથવા તો હોટસ્ટાર એપ ને ઓપન કરીને લાઈવ ક્રિકેટ મેચ શરૂ કરો. ફોન મા ચાલી રહેલા વીડિયો ના રેઝોલ્યુશન અને કોન્ટ્રાસ ને 1૦૦ ટકા સુધી કરી દેવું. લેન્સ થી તમને મળતુ વીડિયો નુ આઉટપુટ મોટા રેઝોલ્યુશન વાળુ હશે. ત્યારબાદ તે વિડીયો ના આઉટપુટ ને કોઈ સફેદ દીવાલ પર ડિસ્પ્લે કરવું. જેથી તે વધારે સારું નજર આવશે. આ ઉપરાંત સારી સાઉન્ડ ક્વોલિટી મેળવવા માટે તમે ફોન ને બ્લુટુથ સ્પીકર થી કનેક્ટ કરી દો એટલે તમને મેચ થિયેટર મા જોતા હોવ તેવી ફિલિંગ આવશે.

Leave a Reply

Top