You are here
Home > Health >

ડાબી પડખે ઊંઘ લેવા થી થાય છે આવા આશ્ચર્યજનક ફાયદાઓ, શું તમે તેના વિશે જાણો છો?

મિત્રો, પથારી મા કયારેય પણ એક જ તરફ પડખું ફરીને સૂવું એ શક્ય નથી હોતું. પરંતુ, શુ તમને ખ્યાલ છે આપણે જે તરફ પડખું ફરીને સુઈ જઈએ છીએ તેની ઇફેક્ટ માત્ર આપણા શરીર ના બોડી પાર્ટ્સ પર જ નહીં પરંતુ, આપણાં મગજ પર પણ પડે છે. તજજ્ઞો માન્યતા અનુસાર ડાબી તરફ પડખું ફરી ને સૂવા થી આપણાં શરીર પર સકારાત્મક પ્રભાવ પડે છે.

ડાબી તરફ પડખું ફરીને સૂવા થી રક્ત નો યોગ્ય રીતે સંચાર થાય છે, જેથી તમને ખૂબ જ સારી ઊંઘ આવે છે. આ ઉપરાંત હૃદય સાથે સંકળાયેલી બીમારીઓ, પેટ સાથે સંકળાયેલી બીમારીઓ, થાક લાગવો, પેટ નું ફૂલી જવું તથા બીજી શારીરિક અને માનસિક સમસ્યાઓ નું નિરાકરણ મળી જાય છે.

જીવલેણ રોગો માંથી મુક્તિ મળે છે :

કિડની અને લીવર આપણા શરીર ના બે એવા અંગો છે જે તમારા શરીર મા રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢવામા સહાયરૂપ બને છે. તજજ્ઞો ની માન્યતા અનુસાર ડાબી તરફ પડખું ફરીને સૂવા થી શરીર ની અંદર રહેલા તમામ પ્રકાર ના ઝેરી તત્વો નીકળવામા સરળતા રહે છે. આ ઉપરાંત લીવર ના ભાગ મા ચરબી જમા નથી થતી. જો ઊંઘ મા કોઈપણ પ્રકાર ની સમસ્યા ઉદ્ભવે છે તો કિડની પોતાનું કાર્ય યોગ્ય રીતે નથી કરી શકતી અને પરિણામે આપણું શરીર ઘાતક બીમારીઓ નું શિકાર બને છે.

પાચનશક્તિ મજબૂત બને :

યોગ્ય ઊંઘ લેવા થી પેટ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ માંથી મુક્તિ મળે છે. તજજ્ઞો ના મત મુજબ જો ડાબી બાજુ પડખું ફરીને સુવા ની આદત કેળવવામા આવે તો ભોજન પચવામા સરળતા રહે છે. યોગ્ય ઊંઘ ના કારણે ખાધેલું ભોજન સરળતા થી પેટ માંથી થઈ ને નીચે ની તરફ પહોંચે છે અને એકદમ સરળતા થી ભોજન નુ પાચન થઈ જાય છે. જે લોકો પાચન સાથે સંકળાયેલી કોઈ સમસ્યા થી પીડાતા હોય તેમને દાક્તર ડાબી તરફ પડખું ફરીને સુવા માટે ની સલાહ આપે છે. જેના લીધે પરોઢે ઉઠીને તમારું પેટ સરળતા થી સાફ થઈ જાય છે.

યોગ્ય ઊંઘ આવવી :

એક સંશોધન ના અહેવાલ અનુસાર ડાબી તરફ પડખું ફરીને સૂવાથી મગજ મા રહેલા તમામ ઝેરી દ્રવ્યો દૂર થઈ જાય છે અને તમે નિયમિત પરોઢે પોતાની જાત ને સ્વસ્થ અને તંદુરસ્ત મહેસુસ કરો છો. તેના કારણે તમારા પીઠ ના દર્દ મા પણ રાહત મળે છે. ડાબી તરફ પડખું ફરીને સુતા લોકો નું જીવન ખુશીઓ થી ભરપૂર અને સકારાત્મક રહે છે. જો તમે અસ્થમા ની સમસ્યા થી પીડાતા હોવ તો તમે પણ આ ડાબી તરફ પડખું ફરીને સુવા ની આદત કેળવો તમને ખૂબ જ ફાયદો થશે.

હૃદય પર ભારણ રહેતું નથી :

જો તમે ડાબી તરફ પડખું ફરીને સુવો તો હૃદય પર ભારણ ઓછું રહે છે કારણ કે, સુવા સમયે હૃદય સુધી રક્ત ની અવરજવર યોગ્ય માત્રામા થવી જોઈએ. જો હૃદય તંદુરસ્ત રહેશે તો રક્ત અને ઓક્સિજન ની અવરજવર શરીર અને મગજ સુધી સરળતા થી પહોંચી શકશે. ડાબી તરફ પડખું ફરીને સૂવા થી રક્ત નો પ્રવાહ પણ યોગ્ય રીતે વહન કરે છે, ગર્ભસ્થ શિશુ ના સ્વાસ્થ્ય માટે પણ આ સારું છે. પગ ની એડી, પગ તથા હાથ મા સોજો આવવાની શક્યતાઓ પણ ઘટી જાય છે.

Leave a Reply

Top