
મિત્રો, તાઇવાન બાદ હાલ દક્ષિણ કોરિયા જે રીતે કોરોના વાયરસ સામે યુદ્ધ લડી રહ્યુ છે, તેને આજે વિશ્વમા એક સરાહનીય મોડલ ગણવામા આવી રહ્યુ છે. હાલ, દક્ષિણ કોરિયાએ કોરોના થી સંક્રમિત દેશોની યાદીમા ૮મા સ્થાન પર છે. અત્યાર સુધીમા અહી સંક્રમણ ના ૯૦૩૭ કેસ નોંધાયા છે જ્યારે ૩૫૦૦ થી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.
અહી ફક્ત ૧૨૯ લોકોના મૃત્યુ થયા જ્યારે ફક્ત ૫૯ લોકો ગંભીર છે. જો કે પહેલા પરિસ્થિતિ આવી ના હતી. અહી પહેલા ૮૦૦૦ લોકો સંક્રમિત હતા પરંતુ, છેલ્લા બે દિવસમા ફક્ત ૧૨ જ નવા કેસ સામે આવ્યા છે. વિચારવા જેવી બાબત તો એ છે કે પહેલો કેસ આવ્યો ત્યારબાદ થી પણ અહી કોઇપણ પ્રકાર નુ લોકડાઉન કરવામા આવ્યુ નથી અને બજાર પણ બંધ કરવામા આવ્યા નથી.
અહી ૧૦ મિનિટમા તપાસ તથા ૧ કલાક ની અંદર રિપોર્ટ હાજર હોય :
દક્ષિણ કોરિયા ના વિદેશમંત્રી કાંગ યુંગ વા જણાવે છે કે તાત્કાલિક ટેસ્ટ અને સારા નિદાન ના કારણે કેસ ઓછા થયા અને આ ઉપરાંત મૃત્યુ નો આંક મા પણ ઘટાડો થયેલો જોવા મળ્યો. એમણે ૬૦૦ થી પણ વધુ ટેસ્ટિંગ સેન્ટર ખોલ્યા. આ ઉપરાંત ૫૦ થી વધુ ડ્રાઇવિંગ સ્ટેશનો પર સ્ક્રિનિંગ કર્યુ. રિમોટ ટેમ્પરેચર સ્કેનર નો ઉપયોગ કરી ગળામા રહેલી ખરાબી ને તપાસી જેમા ફક્ત ૧૦ મિનિટ નો સમય લાગ્યો અને ૧ કલાક ની અંદર રિપોર્ટ મળે તેવી વ્યવસ્થા કરી. આ ઉપરાંત દરેક જગ્યાએ પારદર્શક ફોન બૂથ ને ટેસ્ટિંગ સેન્ટરમા પરિવર્તિત કરી નાખ્યા.
દરેક જગ્યાએ થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા :
દક્ષિણ કોરિયા મા સંક્રમણ ની તપાસ કરવા માટે સરકારે વિશાળ બિલ્ડીંગ, હોટલ, પાર્કિંગ અને સાર્વજનિક સ્થળો પર થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા. તેની મદદ થી જે વ્યક્તિ ને તાવ હોય તેની તુરંત ઓળખાણ થઇ શકે. રેસ્ટોરા મા પણ તાવની તપાસ થયા બાદ જ ગ્રાહકો ને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા કરવામા આવી.
હાથોના ઉપયોગ ની રીત વાયરલ થઇ :
દક્ષિણ કોરિયાના તજજ્ઞોએ લોકો ને સંક્રમણ થી રક્ષણ આપવા માટે હાથો ના ઉપયોગ ની એક રીત પણ શિખવાડી હતી. તેમા જો વ્યક્તિ જમણા હાથ થી કાર્ય કરતો હોય તો તેને મોબાઇલ પકડવા, દરવાજા નુ હેન્ડલ પકડવા માટે તથા અન્ય નાના-મોટા કાર્યો મા ડાબા હાથ નો ઉપયોગ કરવાની સલાહ આપે છે.
તેવી જ રીતે ડાબા હાથ નો ઉપયોગ કરતા લોકો ને જમણા હાથ નો ઉપયોગ કરવા માટે કહેવામા આવે છે. આ કરવા પાછળ નુ કારણ એ કે જે વ્યક્તિ મોટાભાગે જે હાથ નો ઉપયોગ તેના રોજબરોજ ના કાર્યો મા કરતો હોય તે હાથ જ મોઢા તરફ લઇ જતી હોય છે. આ તકનીક ખૂબ જ અસરકારક રહી. સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ પણ થઇ હતી.
ટેસ્ટિંગ કીટ ના ઉત્પાદન મા કર્યો વધારો :
જાન્યુઆરી માસ મા પ્રથમ કેસ સામે આવ્યો ત્યારબાદ સૌપ્રથમ ફાર્મા કંપનીઓ સાથે મળી ને ટેસ્ટિંગ કિટ ના ઉત્પાદન મા વધારો કરવામા આવ્યો. બે અઠવાડિયામા સંક્રમણ ના કેસમા વધારો થયો તો ઝડપ થી ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ થાય તે અંગે સુનિશ્વિતતા કરવામા આવી. હાલ, દક્ષિણ કોરિયામા દરરોજ ૧ લાખ ટેસ્ટિંગ કિટ બની રહી છે. ૧૭ દેશમા તેની નિકાસ પણ શરૂ થવા જઇ રહી છે.
લોકો ને બહાર આવવાથી રોક્યા પણ નહિ અને માર્કેટ પણ ચાલુ રહ્યુ :
કોરોના સંક્રમણ ના કેસ આવ્યા બાદ પણ કોરિયાએ ૧ દિવસ માટે પણ બજાર બંધ નથી રાખ્યુ. મોલ, સ્ટોર, નાની મોટી દુકાનો નિયમિત રીતે ખુલતી રહી હતી. લોકોના બહાર નિકળવા પર પણ કોઇ જાતની રોક-ટોક કરવામા આવી ના હતી. વાયરસ થી સુરક્ષા નો અભ્યાસ ૨૦૦૫ થી જ થઈ રહ્યો હતો કે જ્યાર થી મિડલ ઇસ્ટ રેસ્પારેટરી સિન્ડ્રોમ ફેલાયો હતો.
અમેરિકા પણ દક્ષિણ કોરિયા પાસે શીખ લેવા મજબૂર બન્યુ :
સ્વયં અમેરિકા ના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન ના ચીફે માન્યુ છે કે દક્ષિણ કોરિયાએ જે પ્રભાવી રીતે મહામારીને રોકવા માટે પગલા ઉઠાવ્યા છે તે કોઈ ઉઠાવી શકયુ નથી. તેમનુ કહેવુ છે કે કોરિયાએ વ્યાપક સ્તર પર ટેસ્ટિંગ કર્યુ. જેમા અનુભવી સ્વાસ્થ્યકર્મીઓ નો સાથ મળ્યો. તેમણે કહ્યુ કે, “અમેરિકાએ દક્ષિણ કોરિયા પાસે થી શીખ લેવા જેવી છે.”