You are here
Home > News >

દંતેવાડામા નક્સલવાદીઓ સામે લડી રહી છે આઠ માસ ના ગર્ભ સાથે કમાન્ડર “સુનૈના પટેલ”

મિત્રો, પ્રસુતિ દરમિયાન સ્ત્રીઓ ને યોગ્ય આરામ ની આવશ્યકતા પડે છે. એક તરફ જ્યાં દાક્તરો બેડરેસ્ટ માટે નું સલાહ-સુચન આપતા હોય છે ત્યારે બીજી તરફ કમાન્ડર સુનૈના પટેલ ૮ માસ નું ગર્ભ હોવા છતાં પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. એકવાર પેટ્રોલિંગ દરમિયાન તેમનો ગર્ભપાત પણ થયો હતો તેમ છતાં પણ સુનૈનાએ પોતાની ફરજ થી પીછેહઠ કરી નહીં.

સુનૈના પટેલ હાલ અત્યંત ભયજનક કહેવાતા દંતેવાડા ના જંગલ મા નક્સલીઓ ની સામે યુદ્ધ લડી રહ્યા છે. તેમના આ અડગ અને દ્રઢ નિશ્ચય થી સુનૈના પટેલ લાખો-કરોડો સ્ત્રીઓ અને યુવતીઓ માટે ઉદાહરણ બની છે કે ગમે તેવી કઠીન પરિસ્થિતિમા પણ જોશ અને આત્મવિશ્વાસ સાથે તે પરિસ્થિતિ નો સામનો કરવો.

દંતેશ્વરી ની યોદ્ધા સુનૈના પટેલ :

૮ માસ નો ગર્ભ હોવા છતાં પણ કર્તવ્યનિષ્ઠા અને શૂરવીરતા નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સુનૈના પટેલ. છત્તીસગઢ઼ ના દંતેવાડા મા નક્સલીઓ સામે યુદ્ધ લડવા માટે બનેલા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ મા દંતેશ્વરી ફાઈટર ના સ્વરૂપ માં ફરજ બજાવે છે સુનૈના પટેલ. ૮ માસ ના ગર્ભની સાથે સુનૈના ગાઢ જંગલ મા પેટ્રોલિંગ કરે છે. આ પેટ્રોલિંગ દરમિયાન તેમની પાસે વજનદાર થેલો અને હથિયારો પણ હોય છે.

૮ માસ નો ગર્ભ અને જંગલ મા ફરજ બજાવવી :

પોતાની ફરજ અંગે સુનૈના જણાવે છે કે, તે જ્યારે બે માસ નો ગર્ભ ધરાવતી હતી, ત્યારે તેમણે ડ્યુટી જોઈન કરી હતી. તેમણે ક્યારેય પણ તેમના ગર્ભવતી હોવાના કારણે ફરજ બજાવવાની ના પાડી નથી. હાલ , ૮ માસ નો ગર્ભ ધરાવતી હોવા છતાં જે કાર્ય સુનૈના ને મળે છે, તે તેને સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક બજાવે છે.

એકવાર ગર્ભપાત ની સમસ્યા ઉદ્ભવી હોવા છતાં બજાવે છે નિષ્ઠાપૂર્વક ફરજ :

દંતેવાડાના એસ.પી. અભિષેક પલ્લવે જણાવ્યું કે, આ પૂર્વે એકવાર પેટ્રોલિંગ દરમિયાન સુનૈના નો ગર્ભપાત થઈ ગયો હતો તેમ છતાં પણ તે હાલ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે, તે રજા લેવાની ના પાડે છે. તેમની આ કાર્ય પ્રત્યે ની નિષ્ઠા અનેકવિધ સ્ત્રીઓને પ્રેરણા આપે છે. જ્યાર થી તેમણે કમાન્ડર તરીકે ચાર્જ સંભાળ્યો છે, ત્યાર થી સ્ત્રી કમાન્ડરો ની સંખ્યા વધીને બે ગણી થઈ ગઈ છે. સુનૈના પટેલ અને તેમના જેવી અનેક સ્ત્રીઓ સમાજ ને સ્ત્રી સશક્તિકરણ નું ઉદાહરણ પુરુ પાડે છે અને વુમન પાવર નો વિશ્વ ને એહસાસ કરાવે છે.

Leave a Reply

Top