You are here
Home > Articles >

દર ત્રીજા ભારતીયમાં જોવા મળે છે આ રોગના ખાસ લક્ષણો, ક્યાંક તમને તો નથી ને? જાણી લો એક કિલક પર

આપણા માનવશરીરનાં ગળામાં આવેલી એક નાની ગ્રંથિમાં જો સહેજ પણ ઉંચનીચ જોવા મળે તો તેની અસર સમગ્ર શરીરની બધી જ વ્યવસ્થાઓ પર જોવા લાગે છે. આ ગ્રંથિ એટલે થાઇરોઇડ ગ્રંથિ. આ ગ્રંથિ નિશ્ચિત પ્રમાણમાં હોર્મોન પેદા કરે તે જરુરી છે. જરા પણ વધુ પેદા થાય તો પણ સમસ્યા અને જરા પણ ઓછી પેદા થાય તો પણ તકલીફ. આ હોર્મોન આપણા શરીરની આશરે બધા ક્રિયાઓને નિયંત્રણ કરે છે.

ગયા લગભગ દોઢ દાયકામાં ઇન્ડિયામાં થાઇરોઇડ પેશન્ટની સંખ્યામાં આ એકગણો વધારો થયો છે. દર ત્રીજી માણસને થાઇરોઇડની તકલીફ જોવા મળે છે. તેમાંય હોર્મોન્સની કમીના લીધે પેદા થતો હાઇપોથાઇરોઇડ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

• શું છે આ થાઇરોઇડના કારણો?

બ્રિટનની કિંગ્સ કોલેજના વૈજ્ઞાનિકોનું
માનવું છે કે જો કેટલીક ચોક્કસ પ્રમાણ કરતા વધુ આયોડિન સપ્લિમેન્ટ્સ આપી દેવામાં આવે તો તેનાથી પણ થાઇરોઇડ ગ્રંથિઓની કામગીરી ખોરવાય જાય છે. રોગપ્રતિકારક ક્ષમતામાં ગરબડ થાય છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે આ એક ઓટો ઇમ્યુન ડિસીઝ છે. શરીરનું રશ્રણ કરતા કોષ પોતેજ થાઇરોઇડ ગ્લેન્ડ પર હુમલો કરે તેના કારણે ગ્રંથિની કાર્યક્ષમતા પહેલા કરતા સાવ ઓછી થઈ જાય છે. આ તકલીફમાં શરીરમાં એન્ટીબોડિઝ ઉત્પન્ન થાય છે. જે પોતેજ થાઇરોઇડ ગ્રંથિને કનડે છે.

• દવા લેનારી માણસોએ આટલી કાળજી અવશ્ય રાખવી

1. સિન્થેટિક હોર્મોન્સની ગોળી દરરોજ સવારે વહેલા ઉઠીને ભુખ્યા પેટે અવશ્ય લેવી. એ ગોળી લીધા બાદ પોણોથી એક કલાક સુધી કશું જ ન જમવું. જો આવું નહીં કરવામાં આવે તો હોર્મોન્સ જોઈએ એવા એબ્ઝોર્બ નહી થાય અને દવા વેસ્ટ જશે.

2. આ દવા જોડે જોડે બીજી કોઇ મલ્ટીવિટામીનની ગોળી ક્યારેય ન લેવી જોઈએ. બીજી કોઇ પણ દવા દોઢ-બે કલાક પછી જ લેવી

3. એક્સર્સાઇઝ એ પણ એકમાત્ર દવા જ ગણી શકાય છે. થાઇરોઇડના દર્દીઓ માટે બેઠાડુ જીવન જીવતા સ્લો પોઇઝન છે જો આમ હોય તો ચેતવાનો સમય હવે આવી જ ગયો છે

4. અચાનક તમારું વજન પહેલા કરતા એકદમ વધવા લાગે, ડાયેટ કન્ટ્રોલ કરવા છતાં કોઇ અસર જોવા ન પડે, એક્સર્સાઇઝ કરવાનુ ચાલુ કરો અને થાકીને ઠુસ થઇ જવાય

5. ઠંડી સહન કરવાની કાર્યક્ષમતા ઓછી થઈ જાય. જરાક અમથી ઠંડીમાં પણ હાથ-પગ ઠંડા પડવા લાગે.

6. સવારે અથવા તો સાંજે ઉંઘીને ઉઠ્યા બાદ ખુબ પ્રમાણમાં સુસ્તી અનુભવાય. ઉંઘ્યા જ કરીએ તેવું જ લાગ્યા કરે.

7. સ્નાયુઓ અચાનક જ સ્ટિફ થઇ જાય. સાંધા દુખે તથા શરીરમાં ઝીણી કળતર થવા લાગે

8. માણસની યાદશક્તિ તથા સમજણશક્તિ દિવસે દિવસે ઓછી થઈ જવા લાગે. એકાગ્રતા જાળવવામાં તકલીફ નડે.

9. અવાજ પહેલા કરતા વધુ પ્રમાણમાં ઘોઘરો થવા લાગે. જીભ જાડી થવાના લીધે ઉચ્ચારણોમાં સ્પષ્ટતા ન રહે.

10. સવારે વહેલા ઉઠતાની સાથે જ સંપૂર્ણ હાથ અને પગે સોજા આવે. સમગ્ર શરીર ફુલેલું ફૂલેલું લાગે

dip

Leave a Reply

Top