You are here
Home > Articles >

દસ સરકારી બેંકો ના વિલય ને મળી આર.બી.આઈ ની મંજુરી, આ બેંક હવે બનશે સમગ્ર દેશ ની બીજી સૌથી મોટી બેંક

મિત્રો, હાલ આપણી ભારતીય રિઝર્વ બેંક એટલે કે આર.બી. આઈ. એ શનિવાર ના રોજ માહિતી આપી છે કે, તેમના દ્વારા ૧૦ સરકારી બેંકોના મર્જર ને હાલ મંજૂરી આપી દેવામા આવી છે. આ બેન્કો મા ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઇન્ડિયાને પંજાબ નેશનલ બેન્કમા, સિન્ડિકેટ બેન્ક ને કેનેરા બેન્કમા, આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામા અને અલ્હાબાદ બેન્ક ને ઇન્ડિયન બેન્કમા જોડવામા આવશે.

અહેવાલ પરથી મળતી માહિતી મુજબ ૧ એપ્રિલ, ૨૦૨૦ ના દિવસે આ બધી બેન્કો એકસાથે જોડાઈ જશે. આ જોડાણ થાય પછી ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ના કસ્ટમર પંજાબ નેશનલ બેન્ક ની શાખામા સેવાઓ લઈ શકશે. આ મુજબ જ સિન્ડિકેટ બેન્ક ની શાખા અને કેનરા બેન્ક ની શાખાના કસ્ટમર કોઈપણ એક શાખામા જઈને સેવાઓ મેળવી શકશે. આ સિવાય આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્ક ના કસ્ટમર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાની શાખાએ જઈને સેવાઓ લઈ શકે છે. અલ્હાબાદ બેન્કના કસ્ટમર સેવાઓ માટે ઇન્ડિયન બેન્ક ની શાખાની મુલાકાત લઈ શકે છે.

દેશમા ફક્ત ૭ સરકારી બેન્કો જ રહેશે :

આ જોડાણ પ્રક્રિયા બાદ દેશમા માત્ર ૭ જાહેર ક્ષેત્રની બેન્કો જ રહેશે. વર્ષ ૨૦૧૭ મા દેશમા કુલ ૨૭ સરકારી બેન્કો હતી. આ જોડાણ બાદ દેશ ને ૭ મોટી જાહેર ક્ષેત્રની બેન્કો મળશે જે રાષ્ટ્રીય કક્ષાની હશે. આ તમામ ૭ બેન્કો નો કુલ કારોબાર ૮ લાખ કરોડ રૂપિયા થી વધુ નો હશે.

પંજાબ નેશનલ બેન્ક બીજા નંબર ની દેશની સૌથી મોટી બેંક બનશે :

આ જોડાણ બાદ પંજાબ નેશનલ બેન્ક દેશની બીજી સૌથી મોટી સરકારી બેન્ક બનશે. આ બેન્ક નો કુલ બિઝનેસ અંદાજિત ૧૭.૯૪ લાખ કરોડ રૂપિયા થઇ જશે. હાલમા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દેશ ની સૌથી વિશાળ બેન્ક છે, જેનો કુલ બિઝનેસ હાલ અંદાજિત ૫૨ લાખ કરોડ રૂપિયા છે.

આ હશે દેશ ની સરકારી બેન્ક :

આ સિવાય બેન્ક ઓફ બરોડા દેશ ની ત્રીજી સૌથી વિશાળ સરકારી બેન્ક બનશે. ત્યારબાદ કેનેરા બેંક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક તથા અન્ય જાહેર ક્ષેત્રની બેન્કો મા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને પંજાબ એન્ડ સિંધ બેન્ક નો સમાવેશ થાય છે.

Leave a Reply

Top