You are here
Home > News >

દેશમા આ જગ્યાએ લંબાવવામા આવ્યુ ૩૦ જુન સુધી લોકડાઉન, જાણો આ પાછળનુ કારણ

મિત્રો, હાલ હજુ સુધી પણ કોરોના વાયરસની સમસ્યા નિયંત્રિત ના થવાના કારણે આપણા દેશમા આગામી ૩૧મે સુધી લૉકડાઉનને લંબાવવાનો  નિર્ણય લેવામા આવ્યો છે. ત્યારે હિમાચલ સરકાર દ્વારા એક વિશેષ જાહેરાત કરવામા આવી હતી. હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામા લૉકડાઉનનો સમયગાળો ૩૧મે નહિ પણ ૩૦જુન સુધી લંબાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.

હિમાચલ સરકાર દ્વારા લેવામા આવ્યો આ નિર્ણય :

હાલ, હિમાચલ સરકાર દ્વારા હમીરપુર જિલ્લામા ૩૦જુન સુધી લૉકડાઉન ના ખોલવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્યની વર્તમાન સ્થિતિને જોઇને આ નિર્ણય લેવામા આવ્યો છે. હિમાચલ પ્રદેશમા હાલ કોરોના વાયરસના ૨૦૩ જેટલા કેસ છે, જેમાંથી ૩ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે તો ૬૩ જેટલા દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી હતી. હાલ, હિમાચલમા ૧૩૭ જેટલા કેસ એક્ટિવ છે.

દેશમા કોરોના વાયરસની સમસ્યાએ લીધો લોકોના જીવનો ભરડો :

અહી નોંધવા જેવી બાબત એ પણ છે કે, લોકડાઉન હોવા છતા પણ દેશમા કોરોના વાયરસના કેસોની સંખ્યામા વૃધ્ધિ થઈને હાલ એક લાખને પાર કરી ચુકી  છે. હાલ, ગઇકાલે પણ દેશમા નિરંતર કોવિડ-૧૯ ની સમસ્યાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લી ૨૪ કલાકમા ૬,૯૭૭ નવા કેસ નોંધાયા ત્યારબાદ સમગ્ર દેશમા સંક્રમણના કુલ કેસો ૧,૩૮,૮૪૫ પર પહોંચી ગયા છે જ્યારે મૃત્યુઆંક ૪,૦૨૧ પર પહોંચી ગયો છે.

હાલ, દેશમા છેલ્લા ૨૪ કલાકમા ૧૫૪ લોકોએ જીવ ગુમાવ્યો :

આ સાથે જ છેલ્લા ૨૪ કલાકમા ૧૫૪ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. છેલ્લા ૨૪ કલાકમા નોંધણી થયેલા નવા કેસોમા આ સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા રવિવારના રોજ ૬,૭૬૭ નવા દર્દીઓ મળી આવ્યા હતા. જો કે, રાહતની વાત એ છે કે ૫૭,૭૨૧ દર્દીઓ કોરોનાને હરાવી શક્યા છે. જેથી કોરોના વાયરસ નો રિકવરી રેટ ૪૧.૫૭ ટકા સુધરી ગયો છે.

Leave a Reply

Top