
મિત્રો, કોરોના ની સમસ્યા વિરૂદ્ધ યુદ્ધમા દેશના ઉદ્યોગપતિ સમક્ષ આવી રહ્યા છે. ટાટા ટ્રસ્ટે કોરોના સામે યુદ્ધ લડવા માટે ૫૦૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ કહ્યુ કે, આ ફંડ દ્વારા આ સમસ્યા ને નિયંત્રણ મા લાવવા માટેના ઇમરજન્સી રિસોર્સની તુરંત વ્યવસ્થા થવી જોઇએ. આ પહેલા મેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલે ૧૦૦ કરોડ આપવાનુ એલાન કર્યુ. આ ઉપરાંત મહિન્દ્રા ગ્રુપના આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, તે પોતાની એક મહિનાની આખી સેલેરી આ સમસ્યા ના નિદાન પાછળ ડોનેટ કરશે.
કોરોના ને નિયંત્રણ મા લાવવા માટે દેશના બધા જ દવાખાનાઓમા દાક્તરો, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેઓ પોતાના જીવન અને ઘર-પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓ ની સેવા કરી રહ્યા છે. ચેપ નો ભય એટલી હદ સુધી વ્યાપી ગયો છે કે તેઓ ઘરે જતા નથી. આવી પરિસ્થિતિમા તેઓ બે ટાઈમ નુ ભોજન પણ યોગ્ય રીતે ખાઈ શકતા નથી. આ પરિસ્થિતિમા મુંબઇમા ટાટા ગ્રુપની તાજ હોટલે તબીબી કર્મચારીઓ તથા દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા કરી છે.
મુંબઈ મહાનગર પાલિકાએ ટ્વીટ કરીને આ અંગે જણાવ્યુ છે. ટ્વિટમા બી.એમ.સી. એ કહ્યુ કે હાલ આ કઠોર પરિસ્થિતિમા તાજ કેટરર્સ સંપૂર્ણપણે અમને સહકાર આપી રહ્યુ છે. તાજ હોટલ વતી બી.એમ.સી. દવાખાના મા દાખલ દર્દીઓ, દાક્તરો અને અન્ય તબીબી કર્મચારીઓને ભોજન માટે ની વ્યવસ્થા પુરી પાડે છે. તાજ હોટલ દ્વારા કરવામા આવતા આ ઉમદા કાર્ય પર અનેક હસ્તીઓ અને ઉદ્યોગપતિઓએ ખુશી વ્યક્ત કરી છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ તાજ હોટલને આ કાર્ય બદલ સલામી આપી છે અને પોતાની ખુશી વ્યક્ત કરી. આર.પી.જી. ગૃપ ના અધ્યક્ષ હર્ષ ગોયેન્કાએ પણ ટાટા જૂથના આ નિઃસ્વાર્થ કાર્ય ની પ્રશંસા કરી છે. તેમણે ટ્વિટ કર્યુ હતુ કે ટાટા જૂથ કટોકટીના સમયમા હંમેશા સૌ ની આગળ રહે છે અને આવી પરિસ્થિતિ મા તે દર વખતે પોતાનુ વિશેષ યોગદાન આપે છે. ટાટા જૂથે પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે તે સમગ્ર દેશમા તેની ઓફિસો અને મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ પર કાર્ય કરતા હંગામી કર્મચારીઓ અને દૈનિક મજૂરોને સંપૂર્ણ વેતન ચૂકવશે.
ટાટા ની અમુક કંપનીઓ જેમ કે, ટાટા પ્રોજેક્ટ્સ મા મોટી સંખ્યામા હંગામી કર્મચારીઓ બાંધકામ ની પ્રવૃત્તિમા સમાવિષ્ટ છે. કંપનીએ એમ પણ કહ્યુ છે કે જો કોઈ કર્મચારી કોઈ કારણસર ઓફિસે ના આવી શકે જેમ કે, હાલ લોકડાઉન ની સ્થિતિમા આખો દેશ બંધ છે, તો તે સ્થિતિમા કોઈપણ કર્મચારી નો પગાર કાપવામા આવશે નહી.