
હાલ તમે જોઈ શકો છો કે સમગ્ર દેશ ની જનતા આ મોંઘવારી ની માર થી પીડાઈ રહ્યો છે. ત્યારે હવે આ ચિંતા મા વધુ વધારો થાય એવા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે કોઇપણ પ્રકાર ની દુકાનો પર ગ્રાહકો ને તેમના રોજબરોજ ની જરૂરી માલ-સામાન પર વધુ પૈસા ની ચુકવણી કરવી પડી શકે છે. આપણી રોજબરોજ ની ચીજ-વસ્તુઓ તેમજ ખાદ્ય પેકેટ મા આવતી વસ્તુઓ ના ભાવ મા વધારો થવા ને લીધે દેશ ની જનતા ના ખિસ્સાઓ પર ભાર વધવા ની શક્યતાઓ છે.
એફએમસીજી ઇન્ડસ્ટ્રી ના મુખ્ય અધિકારી દ્વારા આ વાત સ્પષ્ટ કરવામા આવી છે કે આવક ભાવ મા તેમજ તેમા દર્શાવેલ કિંમત મા વધારો થવા ને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ સિવાય તેમણે વધુ જણાવતા કહ્યું કે જાન્યુઆરી ના મહિના મા ટીવી તેમજ ફ્રિઝ જેવી મનોરંજન અને ઘર વખરી થી લગતી વસ્તુઓ ની કિંમતો મા પણ વધારો થઈ શકે છે. એક અહેવાલ મા જણાવ્યા પ્રમાણે નેસ્લે, પારલે તેમજ આઈટીસી જેવી કંપનીઓ નું કહેવું છે કે ઘઉં તેમજ ખાદ્ય તેલ ની કિંમતો મા ૧૨ થી ૨૦ ટકા સુધી નો વધારો થયો છે.
આ કારણોસર કોઇપણ પ્રકાર ના ખાદ્ય પ્રદાર્થો ની કિંમતો મા વધારો કરવો પડશે અથવા તો તેના પેકેટ ની સાઇઝ મા ઘટાડો કરવો પડશે. આ અગાવ દૂધ ના ભાવ મા વધારો થયો હતો. તે સિવાય નવી ટેકનીક તેમજ વીજળી ના ઓછા વપરાશવાળા ઉપકરણો તૈયાર કરવાના દબાણ હેઠળ ફ્રીઝ તેમજ ટીવી ની કિંમતો મા પણ વધારો થઈ શકે છે. આવક કિંમત મા વધારો થતા બજાર ભાવ મા વધારો કરવામાં આવી શકે છે.