You are here
Home > Jyotish >

ધનલાભ તેમજ પ્રગતી માટે ઘરમા જરૂર થી લગાવો આ એક વસ્તુ, માતા લક્ષ્મી નો ઘરમા રહેશે કાયમી માટે વાસ…

મિત્રો, વર્તમાન સમયમા મનુષ્યના જીવનમા અનેકવિધ ઉતાર-ચડાવ આવ્યા રાખે છે. ઘણીવાર વ્યક્તિ તેના જીવનની મુશ્કેલીઓમાથી મુક્તિ મેળવવા માટે તમામ શક્ય પ્રયત્નો કરે છે. આપણા પૌરાણિક શાસ્ત્રોમા એવા અનેકવિધ ઉપાય આપવામા આવ્યા છે, જેની સહાયતાથી તમે તમારા જીવનની તમામ સમસ્યાઓનો હલ શોધી શકો છો. જો તમે તમારા ઘરમા વાસ્તુશાસ્ત્રમા દર્શાવેલા નિયમો અનુસાર વર્તો છો તો તમારા ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થઇ શકે છે. આજે આ લેખમા અમે તમને વાસ્તુશાસ્ત્રના અમુક વિશેષ ઉપાયો વિશે જણાવીશુ. તો ચાલો જાણીએ.

ઉપાયો :

ધનલાભ થાય :

જો તમને નાણા સાથે સંકળાયેલ કોઈ સમસ્યા ઉદ્ભવી તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ ઉપાય અજમાવો. આ ઉપાય અજમાવવાથી તમે જીવનમા ખ્યાતિ અને કીર્તિ પ્રાપ્ત કરશો. તમારે તમારા ઘરની દક્ષિણ દિવાલ પર ઘોડાઓની તસવીર લગાવવી જોઈએ જેથી, તમને નાણા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને તમને તુરંત જ ધનલાભ થાય છે તથા તમારા ઘરમા સાક્ષાત માતા લક્ષ્મીનો નિવાસ થાય છે.

પતિ-પત્ની વચ્ચે સારો એવો તાલમેલ બની રહે :

જો પતિ-પત્ની વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ હોય તો પરસ્પર પ્રેમ અને સુમેળ જાળવવા માટે વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે તમારા સૂવાના રૂમમાં ધાતુથી બનેલા ઘોડાઓની જોડી રાખો તો તેનો લાભ તમને અવશ્ય થશે. જો તમે આ ઉપાય અજમાવો તો તમારુ વૈવાહિક જીવન સારી રીતે પસાર થશે અને તમે એકબીજાની લાગણીઓને યોગ્ય રીતે સમજી શકશો.

વ્યવસાય ક્ષેત્રે લાભદાયી સાબિત થાય :

જો કોઈ વ્યક્તિનો વ્યવસાય સારી રીતે ચાલી રહ્યો નથી તો વ્યવસાયમા અનેકવિધ અવરોધો આવી શકે છે તો પછી આ બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે તમારે તમારા ઘર, ઓફિસ, દુકાનની દક્ષિણ દિશામા દોડતા ઘોડાઓની તસવીર મૂકવી જોઈએ, તેની સાથે સકારાત્મકતાનો સંચાર કરવો જોઈએ અને કાર્યક્ષમતામા સુધારો થવાનુ શરૂ થાય છે પરંતુ, તમારે ધ્યાનમાં રાખવુ પડશે કે દોડતા ઘોડાઓનું મુખ હંમેશા અંદરની તરફ હોવું જોઈએ. તે તમને વ્યવસાય ક્ષેત્રે અવશ્યપણે લાભદાયી થશે.

વાસ્તુશાસ્ત્ર એક એવુ માધ્યમ છે કે, જેના નિયમોનુ અનુસરણ કરીને તમે અનેકવિધ લાભ મેળવી શકો છો. તમારા જીવનની તમામ મુશ્કેલીઓ ઘરના વાસ્તુ દોષથી સંબંધિત છે, જો તમારા ઘરના વાસ્તુ એટલે કે જો ખામી દૂર થાય છે તો તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામો મળશે. ઉપરોક્ત અમુક ઉપાયોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ ઉપાયો અજમાવવાથી તમે નાણા સંબંધિત તમામ સમસ્યાઓમાથી મુક્તિ મેળવી શકો છો અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો.

Leave a Reply

Top