You are here
Home > Health >

ડાયાબિટીસ ના રોગીઓ માટે આ પાંચ વસ્તુઓ નુ સેવન છે જોખમી

મિત્રો, હાલ સંસાર માં ઘટી રહેલા ઝડપી પરિવર્તન ના કારણે માનવી નું જીવન પણ એકદમ ફાસ્ટ પરિવર્તિત થઈ રહ્યું છે. આ ફાસ્ટ અને અનિયમિત જીવનશૈલી ના કારણે માનવી અનેકવિધ બીમારીઓ નો શિકાર પણ બને છે. હાલ, વર્તમાન યુગમાં વ્યક્તિ, અનેકવિધ રોગો થી પીડાઈ રહ્યો છે. આ રોગો માંથી એક રોગ છે ડાયાબિટીસ, ડાયાબિટીસ એ હાલ વિશ્વ માટે ખૂબ જ વિશાળ પડકાર બની ચુકી છે. આ બીમારી થી ફક્ત આપણો દેશ જ નહીં પરંતુ, સમગ્ર વિશ્વ ત્રાસેલું છે.

ડાયાબિટીસ ની સમસ્યા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે ૧૪ નવેમ્બર ના રોજ ‘ વિશ્વ ડાયાબિટીસ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. ડાયાબિટીસ થી થતી બીમારીઓ અત્યંત જીવલેણ હોય છે જે પેશન્ટ નું જીવન પણ હરી શકે છે. જો કે, આ સમસ્યા ને વહેલી તકે ઓળખીને અત્યંત સહેલાઇ થી તેમાંથી મુક્તિ મેળવી શકાય છે. દરરોજ વ્યાયામ અને યોગ્ય આહાર નું સેવન કરીને તમે ડાયાબિટીસ ની સમસ્યા માંથી સચોટપણે મુક્તિ મેળવી શકો છો.

તો ચાલો જાણીએ ડાયાબિટીસ ની સમસ્યા ના કારણે કઈ વસ્તુ વ્યક્તિ માટે જોખમી બની શકે છે તથા તેમને હાનિ પહોંચાડી શકે છે. બટાટા એક એવી સબ્જી છે જેનો સૌથી વધુ પડતો આહાર માં ઉપયોગ થાય છે. તેમાં પોટેશિયમ, ફાઈબર, વિટામિન સી, વિટામિન બી, કોપર, લ્યુટિન અને મેંગેનીઝમાં ભરપૂર પ્રમાણમાં સમાવિષ્ટ હોય છે. બટાટા નું સેવન કરવું એ સ્કિન માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. બટાટા માં અનેક પ્રકારના ગુણતત્વો સમાવિષ્ટ હોવા છતાં પણ તે ડાયાબિટીસ ના પેશન્ટસ માટે નુક્શાનદાયી સાબિત થાય છે.

બટાટામાં સમાવિષ્ટ ગ્લાયસિમિક ઇન્ડેક્સનું તથા કાર્બોહાઇડ્રેટ નું પ્રમાણ ખૂબ જ ઉંચુ હોય છે, જે ડાયાબિટીસ ની સમસ્યા માં વૃદ્ધિ કરે છે. ડાયાબિટીસના પેશન્ટ્સ એ ડ્રાયફ્રૂટ નું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. વિશેષ કરીને તો દ્રાક્ષ નું સેવન કરવાનું ટાળવું જોઈએ. એક બાઉલ લીલી દ્રાક્ષ માં કાર્બોહાઇડ્રેટનું સ્તર ૧૧૫ ગ્રામ જેટલું હોય છે. તેથી જ ડાયાબિટીસ ની સમસ્યા થી પીડાતા વ્યક્તિઓએ દ્રાક્ષ નું સેવન ના કરવું જોઈએ.

ડાયાબિટીસ ના પેશન્ટ્સએ ચીકુ નો તેમના આહાર માં સમાવેશ ના કરવો જોઈએ. આ ફળ અત્યંત મધુર છે અને તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ પણ ખૂબ જ વધુ છે. તેનું સેવન કરવાથી ડાયાબિટીસ ની સમસ્યા માં વૃદ્ધિ થાય છે. તરબૂચ નું ગ્લાયકેમિક ઇન્ડેક્સ આશરે ૭૨ જેટલું હોય છે, જે ડાયાબિટીસ ના પેશન્ટસ માટે જરાપણ લાભદાયી નથી. ડાયાબિટીસના પેશન્ટસ માટે તરબૂચ નું સેવન અત્યંત જોખમકારક છે. ડાયાબિટીસના પેશન્ટ જો તરબૂચ નું સેવન કરે તો તેને હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.

દૂધમાં આવશ્યક માત્રા માં પોષકતત્વો સમાવિષ્ટ હોય છે. આ કારણોસર દરેક વ્યક્તિને તેમના આહાર માં દૂધનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, ડાયાબિટીસ ની સમસ્યા ના કારણે તેનાથી પીડાતા લોકોએ ચરબીયુક્ત દૂધ નું સેવન ન કરવું જોઈએ. ચરબી શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ માં વૃદ્ધિ કરે છે. વધુ પડતાં ચરબીયુક્ત દૂધ ના સેવન ની જગ્યાએ, તમે ઓછી ચરબીવાળા દૂધ નું સેવન કરી શકો છો.

Leave a Reply

Top