You are here
Home > Articles >

દીકરી માટે કરોડપતિ સાસરિયું શોધતા પેહલા આ હાલ બનેલ ઘટના તમારી આંખો ખોલી દેશે, પછી દીકરી માટે વર શોધજો

મિત્રો, એક પુત્રી ધરાવતા દરેક મા-બાપ ની એવી મહત્વાકાંક્ષા હોય છે કે તેની પુત્રી ના વિવાહ સુખી અને શ્રીમંત કુટુંબ મા થાય. જેના કારણે તેની પુત્રી ને આર્થિક સમસ્યાઓ નો સામનો ના કરવો પડે અને વર્તમાન સમય ની યુવતીઓ પણ એક એવા જ જીવનસાથી ની ઈચ્છા ધરાવતી હોય છે કે જે પૈસાવાળા હોય છે. પરંતુ, શું તમને ખ્યાલ છે કે ઘણીવાર સામાન્ય ઘર ની પુત્રી જ્યારે શ્રીમંત કુટુંબ ની વહુ બને ત્યારે તેમણે ઘણી વેદનાઓ સહન કરવી પડતી હોય છે.

આ જ વેદનાઓ ની નાની એવી ઝલક દેખાડતી આ એક સત્ય ઘટના વિશે હાલ અમે તમને આ લેખમા જણાવીશું, જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ અને સમજવી પણ જોઈએ. અવની કરીને એક યુવતી હતી. અવનિ ની કોલેજ પૂર્ણ થઈ કે તુરંત જ તેમના મા-બાપ ને તેના વિવાહ ની ચિંતા સતાવવા લાગી હતી. તેઓ એવી વિચારધારા ધરાવતા હતા કે, તેમની પુત્રી ને કોઈ યોગ્ય ઘર મળી જાય તો સારું , ત્યાં અવની ના વિવાહ નક્કી કરી નાખીએ. એટલા મા જ એક યુવક ની વાત સંબંધ જોડવા માટે આવે છે.

યુવક ખુબ જ શ્રીમંત હતો, મુંબઈ મા તેની પોતાની ફેક્ટરી હતી, બંગલો હતો તથા ગામડે પણ એક ભવ્ય ઘર હતું, જ્યાં યુવક ના મા-બાપ રહેતા હતા અને યુવક મુંબઈ મા રહેતો હતો. અવની ના પિતાને આ યુવક અને તેની ફેમિલી ખુબ જ પસંદ આવી હતી. પરંતુ, અવની ને આ યુવક જરાપણ પસંદ ન હતો કારણ કે, તે ૧૦ ફેઈલ હતો પરંતુ, તેના પિતાએ તેને સમજાવી કે યુવક ખુબ જ શ્રીમંત છે, તેના ઘરમા કોઈ જ વાત ની ખોટ નથી, ત્યાં તારો સંબંધ નક્કી થશે તો તું રાજ કરીશ. આવી વાતો કહીને તેના મા-બાપે તેને વિવાહ કરવા માટે મનાવી લીધી.

અવની પણ તેના પિતા ની જિદ્દ સામે ઝુકી ગઈ અને તેણે વિવાહ માટે હા પાડી દીધી. ત્યારબાદ અવની ની સગાઇ આકાશ સાથે થઇ ગઈ અને એક માસ ના સમયગાળા મા તો વિવાહ પણ નક્કી થઇ ગયા. અવની ની ઈચ્છા એવી હતી કે તેના લગ્ન કોઈ એન્જીનીયર સાથે થાય. પરંતુ , બધું જ આપણું ધારેલું તો નથી થતું, આવું વિચારી તે આકાશ સાથે લગ્નજીવન ના સ્વપ્નો ને ગૂંથી ને પરણીને સાસરે ચાલી ગઈ. અવનિએ અનેકવિધ આશાઓ અને સ્વપ્નો સાથે પોતાના વૈવાહિક જીવન નો પ્રારંભ કરવાનો નિર્ણય લીધો.

સાસરીયે તે સૌની પહેલા છ વાગ્યે ઉઠી અને સ્નાન કરી તૈયાર થઈને નીચે આવી જતી અને સાસુમા ને પગે લાગી અને તુરંત જ સાસુએ તેનો સ્વભાવ બતાવ્યો. કારણ કે, અવની ના સાસુ ખુબ જ ઘમંડી સ્વભાવ ના હતા. સાસુમા ને પહેલે થી જ અવની પસંદ નહોતી. કારણ કે, અવની ના પિતા એક સામાન્ય માણસ હતા, એ કોઈ શ્રીમંત પરિવાર માથી નહોતા અને અવની ની સાસુને શ્રીમંત પરિવાર ની પુત્રી ને વહુ તરીકે લાવવી હતી. જે કરિયાવર મા ઝાઝી વસ્તુઓ અને સોના ના ઘરેણાં લાવે. પરંતુ, અવની ના સસરા પોતાના ઘર માટે એક સંસ્કારી વહુ ઈચ્છતા હતા, તેમના માટે નાણાં નું મહત્વ નહોતું.

તેથી અવની ના સસરા સામે તેની સાસુ નું કંઈ જ ચાલ્યું નહિ અને અવની ના સાસુ આ સંબંધ થી ખુશ ના હોવા છતાં પણ હા પાડવી પડી. જેનો તે અવની સાથે અભદ્ર વર્તન કરીને બદલો લેતી હતી. પ્રથમ જ દિવસે અવની ને તેની સાસુએ અમુક નીતિ-નિયમો જણાવી દીધા કે વહેલી સવારે ૪:૩૦ વાગ્યે ઉઠી જવાનું તથા રાત્રે ૧૧ વાગ્યે જ સુવાનું, ઘર ની બહાર નહિ જવાનું, કામ સિવાય બોલવાનું નહિ વગેરે જેવા નિયમો તેમણે જણાવી દીધા.

અવની ત્યાં ના આ નિયમો તેમજ તેમનું આ પ્રકાર નુ વલણ જોઇને ઘણી દુખી થઇ ગઈ અને આ ઉપરાંત તેના સાસુ અવની ને ઘણી વખત કરિયાવર ઓછુ લાવી છો તેવા મહેણા-ટોણા પણ મારતી હતી. જ્યારે અવની ને મળવા માટે તેના મા-બાપ આવે તો તેમને પણ સંભળાવતા અને તેમનું અપમાન કરતા હતા. આ બધું જોઇને અવની ઘણી હતાશ થઇ ગઈ અને તેની આંખો માંથી અશ્રુઓ પણ વહેવા માંડ્યા. પરંતુ, સાસુ-સસરા સાથે આ રીતે એક માસ વ્યતીત થયો ત્યારબાદ અવની ને તેના પતિ આકાશ સાથે મુંબઈ રહેવા જવાનું હતું.

અવની ને એવું લાગ્યું કે હવે કદાચ તેના જીવન મા સારા દિવસો આવશે. મુંબઈ મા તેણે ભવ્ય મકાન મા રહેવાનું અને ત્યાં કોઈ ખરી-ખોટી સંભળાવવા વાળું પણ નહિ હોય. એક વાર તો તેને થયું કે પપ્પા ની વાત સાચી હતી, હું મુંબઈ મા રાજ કરીશ. આ સ્વપ્નો સાથે તે મુંબઈ પહોંચે છે અને પતિ સાથે રહેવાનું શરૂ કરે છે. થોડા જ દિવસોમા અવની ગર્ભવતી થાય છે. આ સાંભળી તેના સાસુ ખુબ જ ખુશ થાય છે. કારણ કે, તેને તેના ઘર નો વારસદાર આવવા ની ખુશી હોય છે. અવની પ્રથમવાર જ ગર્ભવતી બની હતી તેથી તેને પિયર જવાનું હતું.

તેનાં શ્રીમંત બાદ તે પોતાના પિયર જાય છે. પિયર ગયા બાદ ક્યારેક જ આકાશ અવની ને ફોન કરતો, તેથી અવની થોડી દુખી થઇ જતી. સમય વીત્યો અને અવનીએ એક પુત્ર ને જન્મ આપ્યો જેના સમાચાર સાંભળીને અવની ના સાસુ-સસરા ખુબ જ ખુશ થયા. સવા મહિના બાદ આકાશ તેને ફરી સાસરે લઈ જવા માટે આવ્યો. અવની ના પુત્ર નુ નામ જય રાખ્યું અને સાસુ જય ની આવવા ની ખુશીમા એટલા ખુશ હતા કે તેણે આખા ગામમા પેંડા ની વહેંચણી કરી. ત્યારબાદ આકાશ અવની અને જય બંને ને પોતાની સાથે મુંબઈ લઇ ગયો.

હવે અવની સામે તેના પતિ ની વાસ્તવિકતા પ્રગટ થઈ કે અવની જેટલી સંસ્કારી હતી તેટલો જ આકાશ દુરાચારી હતો. તે અવની સાથે ખુબ જ ખરાબ વ્યવહાર કરતો અને તેને ધુતકારતો, એટલું જ નહિ તેના મુંબઈમા ઘણી યુવતીઓ સાથે ખરાબ સંબંધો પણ હતા અને તે યુવતીઓ પાછળ પૈસા અને સમય બંને બરબાદ કરતો. એટલું જ નહિ, અવની કંઈ કહે તો તેને પણ ખૂબ જ મારતો. હદ તો ત્યારે વધી ગઈ જ્યારે આકાશ એક દિવસ પોતાની ગર્લફ્રેન્ડ ને ઘરે લાવ્યો અને ઘરમા જ તેની સાથે રોમાન્સ કરવા માંડ્યો. આ બધું થયા બાદ અવની માટે તેનું જીવન નરક સમાન બની ગયું હતું.

તેને ઘણીવાર એવું થતું કે તે આત્મહત્યા કરી લે, પરંતુ તેને તેના પુત્ર જય ની ચિંતા સતાવતી હતી તેથી તે આત્મહત્યા કરવાનો વિચાર બદલી નાખે છે અને પુત્ર માટે જીવવા માટે મન મક્કમ કરી લે છે. અવની વિચારતી કે આ મારો જ વાંક છે. જો મેં પહેલા જ આકાશ ને રોક્યો હોત તો વાત આટલી આગળ વધી જ ના હોત. પહેલે થી જ જો મેં મારા પતિ ને નિયંત્રણ મા રાખ્યો હોત તો આજે આ દિવસ જોવાનો વારો ના આવ્યો હોત. મારું સારું વર્તન જ આજે મારું દુશ્મન હોય એવું લાગે છે. પરંતુ, તે પોતાના સંસ્કારો ના કારણે આવું ના કરી શકી.

આ રીતે તે ક્યારેક પોતાની જાત ને તો ક્યારેક પોતાના ભાગ્ય ને કોસતી અને દિવસો વ્યતીત કરતી. ઘણીવાર તેને વિચાર આવતો કે મારા પિતાએ “હું સુખી રહું એવું વિચારીને અહીં મને પરણાવી હતી, પરંતુ કદાચ આજે તેમને અંદાજો પણ નહિ હોય કે અહીં મારે કેટલી વેદના વેઠવી પડે છે?” મિત્રો, આ કોઈ કાલ્પનિક રચેલી વાર્તા નથી પરંતુ, ઘણી યુવતીઓ ને વિવાહ બાદ આ સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે. તેથી, દરેક માતાપિતા અને ભાઈઓએ સમજવું અને પોતાની લાડકવાયી પુત્રી ને કે બહેન ને કંઈ પણ વિચાર્યા વગર ફક્ત શ્રીમંતાઈ જોઇને ક્યારેય પણ કોઈ સાથે વિવાહ ના કરાવી દેવા જોઈએ.

રૂપિયા તો આજે છે કાલે નથી પરંતુ, સંસ્કાર જ વાસ્તવિક અલંકાર છે. કારણ કે, સંસ્કાર ક્યારેય મરતા નથી. શ્રીમંત લોકો મોટાભાગે માણસ કરતા રૂપિયા ને વધુ પડતું મહત્વ આપે છે. જ્યારે સંસ્કારી લોકો નાણાં કરતાં વધુ મહત્વ માણસ તથા તેની ભાવનાઓ ને આપતા હોય છે. તેથી યુવતી ના વિવાહ કરતા પૂર્વે આ વાત ની વિશેષ કાળજી રાખવી. આ બાબત અંગે તમારું શું માનવું છે કે પુત્રી ના વિવાહ શ્રીમંત યુવક સાથે કરવા જોઈએ કે પછી સંસ્કારી અને મહેનતુ યુવક સાથે કરવા જોઈએ ? તમારો અમૂલ્ય જવાબ અમને અવશ્ય જણાવજો.

Leave a Reply

Top