
મિત્રો , ૧૯૮૦ ના દાયકામા આવેલી રામાયણ મા રાવણ નુ પાત્ર ભજવનાર “અરવિંદ ત્રિવેદીએ” હાલ ટીવી પર ફરી એક વાર રામાયણ સીરિયલ જોઈ. આટલા સમય પછી ટીવી પર આ સિરિયલ જોઈને અરવિંદ ત્રિવેદી ખૂબ જ ભાવૂક થઇ ગયા હતા. અરવિંદ ત્રિવેદીની ઉમર હાલ ૮૨ વર્ષ થઇ ચૂકી છે. તેના કારણે તેઓ વધુ હરી-ફરી નથી શકતા પરંતુ, તેમણે ટીવીની પાસે બેસીને પોતાની વર્ષો જૂની સીરિયલ રામાયણ ને જોઇ. આ સીરિયલ ને જોતા અરવિંદ ત્રિવેદીએ પોતાના જૂના દિવસો ને પણ યાદ કર્યા.
દૂરદર્શન પર હાલ રામાયણ નુ ફરી થી પ્રસારણ શરૂ કરવામા આવ્યુ છે. ત્યારે મુંબઇ મા વસતા અરવિંદ ત્રિવેદીએ પોતાના ઘર ના સદસ્યો સાથે રામાયણ જોઈ હતી. રામાયણ સીરિયલમા અરવિંદ ત્રિવેદીએ રાવણ નુ પાત્ર ભજવેલુ છે. ત્યારે અરવિંદ ત્રિવેદી રામાયણ જોઇને ખૂબ જ ભાવવિહોર થઇ ગયા હતા. આજ થી થોડા વર્ષો પૂર્વે ૮૦ ના દશકા મા ડાયરેક્ટર રામાનંદ સાગરની આ સીરિયલ ખુબ જ પ્રખ્યાત થઇ હતી.
આ પ્રખ્યાત સીરિયલ લોકો ની માંગ પર ફરી થી શરૂ કરવામા આવી છે. તેનુ પ્રસારણ ડીડી નેશનલ ચેનલ પર સવાર ના ૯ અને સાંજના ૯ વાગ્યે થઇ રહ્યુ છે. કોરોના ની આ ભયજનક પરિસ્થિતિમા લોકો બહાર ના નીકળે અને ઘરેબેઠા તેમને યોગ્ય મનોરંજન પ્રાપ્ત થઈ રહે તે માટે ટીવી પર રામાયણ ઉપરાંત મહાભારત પણ ફરી પ્રસારિત કરવામા આવી રહ્યુ છે. હાલ, કોરોનાના કારણે ભારતમા ૯૦૦ થી વધુ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે તથા ૨૦ થી વધુ લોકો મૃત્યુ પામી ચુક્યા છે.
ત્યારે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા આ લોકડાઉન ના નિર્ણય નુ સંપૂર્ણ રીતે સમર્થન કરીએ અને ઘરે રહીને પોતાના તથા પોતાના પરિવાર નુ રક્ષણ કરીએ અને આ વિકટ પરિસ્થિતિમા ઘરે રહીને એક વિશેષ ફાળો આપીએ , એવી મારી આપ સૌ ને નમ્ર વિનંતી , ધન્યવાદ.