You are here
Home > Articles >

દૂધનું સેવન કર્યા પહેલા ભૂલથી પણ ના કરો આટલી વસ્તુઓનું સેવન નહીતર…

હાલ વર્તમાન સમય માં લોકો માં જાગૃકતા વધી રહી છે અને લોકો પોતાના સ્વાસ્થ્ય ગે સાર-સંભાળ લેતા થયા છે. મિત્રો , જો તમારુ સ્વાસ્થ્ય તંદુરસ્ત ની હોય તો જીવન માં તમે કશું જ પ્રાપ્ત કરી શકતા નથી. આ વાત ને સાવ સરળતા થી સમજાવીએ તો જીવન માં નાણાં કમાવવા કરતાં પણ અત્યંત મહત્વ નું છે તંદુરસ્ત સ્વાસ્થ્ય. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉદભવે છે કે સ્વાસ્થ્ય ની કાળજી કેવી રીતે લેવી?

હાલ ઘણાં લોકો એવા છે જે પોતાના વ્યસ્તતા ભરેલા શેડ્યુલ ના કારણે પોતાના સ્વાસ્થ્ય ની યોગ્ય સાર-સંભાળ લઈ શકતા નથી. શરીર માં મોટાભાગ ની બીમારીઓ પ્રવર્તવા નું કારણ યોગ્ય સમયે યોગ્ય આહાર નું સેવન ના કરવું અને યોગ્ય આહાર ના અભાવ ના કારણે પાચનશક્તિ મંદ અથવા નબળી પડે છે. હાલ , સમગ્ર વિશ્વ માં પેટદર્દ થી પીડાતા દર્દીઓ ની સંખ્યા માં વધારો થતો જોવા મળે છે.

જયારે પણ સ્વાસ્થ્ય ની સાર-સંભાળ રાખવાની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ ને દૂધ નું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ , હાલ તમને અમુક એવી વસ્તુઓની યાદી વિશે જણાવીશું જેનું સેવન દૂધ ના સેવન પૂર્વે કયારેય પણ ના કરવું. આપણાં માંથી ઘણાં વ્યક્તિઓ આડેધડ દૂધ નું સેવન કરવા માંડે છે જેની શરીર પર અનેક પ્રકાર ની હાનીકારક અસરો પડે છે. તમે ઘણી વખત આ વાત સાંભળી હશે કે કયારેય પણ ઠંડી તથા ગરમ વસ્તુઓ નું સેવન એકસાથે ના કરવું તે શરીર માટે નુકશાનદાયી સાબિત થઈ શકે.

આ ઉપરાંત દૂધ ના સેવન પૂર્વે કયારેય પણ માંસ નું સેવન ના કરવું. કારણ કે તેના લીધે શરીર માં એક હીટ પેદા થાય છે જે સફેદ દાગ તથા પેટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓ ઉદભવવા નું કારણ બની શકે. માટે દૂધ નું સેવન કરતા સમયે આ વસ્તુ નું સેવન કરવાનું ટાળવું. આપણે સૌ જાણીએ છીએ કે દૂધનું સેવન કરવું એ આપણાં માટે કેટલું આવશ્યક છે. દૂધ માં અનેક પ્રકાર ના પોષકતત્વો જેમ કે , પ્રોટીન , કેલ્શિયમ વગેરે ભરપૂર પ્રમાણ માં મળી આવે છે.

આ પોષકતત્વો આપણાં તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત દૂધ માં રહેલું કેલ્શિયમ આપણાં હાડકા ને મજબૂત બનાવે છે. જેથી આપણને સાંધા માં દર્દ ઉદભવવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. દૂધ નું સેવન કરવાથી આપણાં શરીર ને અઢળક લાભો પહોંચે છે પરંતુ , જો તેનું યોગ્ય સમયે સેવન કરવામાં આવે તો. હાલ તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનુ સેવન દૂધ ના સેવન દરમિયાન ના કરવું જોઈએ નહીતર તમે અત્યંત ગંભીર સમસ્યાઓ થી પીડાઈ શકો છો તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

માછલી :

મિત્રો , ઘણાં લોકો ને માછલી નું સેવન કરવું અત્યંત પ્રિય હોય છે પરંતુ , દૂધ ના સેવન દરમિયાન માછલી નું સેવન કરવાની ભૂલ કયારેય પણ ના કરશો. કારણ કે , દૂધ અને માછલી બંને માં વિવિધ પ્રકાર ના પોષકદ્રવ્યો સમાવિષ્ટ હોય છે. જો તે બંને ના પોષકદ્રવ્યો એકસાથે શરીર માં પ્રવેશે અને એકબીજા માં ભળે તો તે એક ગંભીર બીમારી નું સ્વરૂપ ધારણ કરી શકે. આ બંને નું એકસાથે સેવન કરવાથી તમે લ્યુકેડર્મા ના મની બીમારી થી પીડાઈ શકો. આ બીમારી માં તમારા શરીર પર સફેદ રંગ ના દાગ પડવા માંડે છે.

કેળા :

એ વાત થી તો આપણે સૌ પરિચિત છીએ કે કેળા મા પુષ્કળ પ્રમાણ મા પૌષકતત્વો તથા પ્રોટીન સમાવિષ્ટ હોય છે. પરંતુ , દૂધ નું સેવન કર્યા બાદ ભૂલ થી પણ કેળા નું સેવન ના કરવું. કારણ કે, તેના લીધે તમે પાચન ને લગતી અનેક પ્રકાર ની સમસ્યાઓ થી પીડાઈ શકો અને તમારું પાચનતંત્ર બગડી પણ શકે છે.

લીંબુ શરબત :

લીંબુ માં સાઈટ્રીક એસિડ સમાવિષ્ટ હોય છે. દાખલા તરીકે , જો તમે દૂધ માં લીંબુ ઉમેરો તો દૂધ બગડી જાય છે. તેવી જ રીતે જો તમે દૂધ અને લીંબુ નુ ઉપરાઉપરી સેવન કરો તો તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. તેથી , ભૂલથી પણ કયારેય દૂધ અને લીંબુ નું સેવન એકસાથે ના કરવું.

દહીં :

દહીં દૂધમાંથી નિર્મિત થાય છે. પરંતુ , જો તમે દૂધ નું સેવન કર્યા બાદ દહીં નું સેવન કરો છો તો તમે અનેક પ્રકાર ની સમસ્યાઓ થી પીડાઈ શકો. તમારી સ્કિન પર ખીલ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ ઉદભવી શકે અને આ સમસ્યાઓ ને દૂર કરવી ખૂબ જ કઠિન બને છે. આ બધી વસ્તુઓ ઉપરાંત તલ, મૂળો અને જાંબુ જેવી વસ્તુઓ નું સેવન પણ દૂધ સાથે ના કરવું નહિતર તમે અત્યંત ઘાતક રોગો થી પીડાઈ શકો.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું આ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

 

Leave a Reply

Top