You are here
Home > Dharm >

દુનિયા નુ સૌથી અનોખુ ગડિયાઘાટ ધામ, જ્યા દીવો પેટાવવા ઘી કે તેલ નહી પણ પાણી નો થાય છે ઉપયોગ…

આપણો ભારત દેશ ચમત્કારો નો દેશ છે કે જ્યાં ઘણા રહસ્યો છૂપાયેલા છે અને જેમાં ઘણા રહસ્યો તો એવા છે કે જેમના આગળ વિજ્ઞાન પણ જુક્યું છે. ધાર્મિક માન્યતાઓ હોય કે ઐૈતિહાસિક ઈમારતો, દેવી-દેવતાઓ ની વાત હોય કે પછી કોઈ વ્યક્તિ વિશેષ ની, આવી ઘણી ઘટનાઓમા રહસ્યો છૂપાયેલા હોય છે. જે આશ્ચર્ય ઉપજાવે તેવા હોય છે. ખાસ કરીને ભારતીય મંદિરોમા ગર્ભમા આવા ઘણા રહસ્યો જોવા મળે છે. જે ચમત્કાર જેવી બાબતો પર વિશ્વાસ કરવા મજબૂર કરે છે.

આવુ જ એક ધામ મધ્યપ્રદેશ ના શાજાપુરમા આવેલ કાલી સિંધ નદી ના કાઠે આવેલ છે. જ્યા ના લોકો ઘી કે તેલ નહીં પણ પાણી થી દીવા ને પ્રગટાવે છે. ખરેખર આ વાત સાંભળીને વિશ્વાસ નહી આવે પણ આ સત્ય છે. મધ્યપ્રદેશ ના ગડિયાઘાટ માતાજી ના નામે જાણીતુ આ ધામ છેલ્લા પાંચ વર્ષ થી આ ધામ મા પાણીથી અખંડ જ્યોત પ્રગટે છે. આ સાથે જ ચોકાંવનારી વાત તો એ છે કે આ દીવા ખાલી ત્યાં ની કાલી સિંધ નદી ના પાણી થી જ પેટાવવામા આવે છે.

એવુ માનવામા આવે છે કે આ દીવામા કાલી સિંધ નદી નુ પાણી નાખવા થી તેમા ચિકાશ આવે છે અને તે તેના લીધે પ્રજવલિત થાય છે. આમ પાણી થી જ્યોત નુ સળગવુ એ કોઈ ચમત્કાર થી કમ નથી. લોકો વર્ષો થી આ ધામ મા પોતાની ઈચ્છાઓ ની પૂર્તિ માટે આવતા હોય છે અને માતા ને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ તો ચમત્કાર કેહશો અથવા તો રહસ્ય. જેના વિશે હજુ સુધી કોઈપણ જાણી શક્યુ નથી. એવુ શું છે આ નદી ના પાણીમા કે જેના લીધે દીવા પ્રગટે છે? ક્યાર થી આ પ્રથા ચાલું થઈ? આવા ઘણા પ્રશ્નો ના જવાબ હજુ સુધી અકબંધ છે.

આવા ઘણા પ્રશ્નો ના જવાબો હજુ સુધી નથી જાણવા મળ્યા. ત્યાં ના સ્થાનિક લોકો ના જણાવ્યા પ્રમાણે તેમને પાણી થી પેટાવવા મા આવતા આ દીવા પાછળ નુ કારણ ખબર નથી. વર્ષો થી આ પરંપરા ચાલતી આવી છે અને તેઓ પણ પોતાના પૂર્વજોના જણાવ્યા પ્રમાણે આ પરંપરા ને અનુસરી રહ્યા છે. માતા ના આશીર્વાદ તેમના ભક્તો પર સદેવ રહે છે. અહિયાં દૂર-દૂર થી ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે તેમજ પાણી થી દીવા પેટાવીને માતા ની આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આમ ભારતમા આવા ઘણા મંદિરો અને જગ્યાઓ છે કે જ્યાં ના રહસ્યો હજુ અકબંધ છે.

Leave a Reply

Top