You are here
Home > Articles >

દુર્ગા અષ્ટમી ની રાત્રીએ કરી લો આ કામ, ઘરમા સ્થાપિત થશે સુખ અને શાંતિ, ખુલી જશે બંદ નસીબ ના તાળા

મિત્રો, ચૈત્રી નવરાત્રીના આ દિવસોમા મોટાભાગના શ્રદ્ધાળુઓ પૂજન-અર્ચન મા લીન છે. સૌ કોઈ પોતાના ઘરમા માતાની આરાધના કરે છે. આ ચૈત્રી નવરાત્રીના પર્વમા દુર્ગા અષ્ટમીનુ પણ ઘણુ વિશેષ મહત્વ હોય છે. આ વખતે દુર્ગા અષ્ટમી ૧ એપ્રિલ ના રોજ એટલે કે બુધવાર ના દિવસે આવી રહી છે, આ દિવસે સમગ્ર દેશમા દેવી માતા ના મહાગૌરી સ્વરૂપ નુ પૂજન-અર્ચન કરવામા આવશે.

આ દિવસે અન્ય આયોજન પણ કરવામા આવે છે, જો તમે તમારી અધૂરી ઈચ્છાઓ પૂર્ણ કરવા ઈચ્છો છો તો દુર્ગા અષ્ટમીના દિવસે અમુક વિશેષ ઉપાય કરી શકો છો, જો તમે આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમારુ દુર્ભાગ્ય દૂર થશે અને તમારા નસીબના દ્વાર ખુલી જશે. આ ઉપાયો કરવાથી તમારા ભાગ્ય મા મોટુ પરિવર્તન આવી શકે છે.

ચાલો જાણીએ દુર્ગા અષ્ટમીની રાત્રે કયા-ક્યા કરવા ઉપાય :

જો તમે તમારા દુર્ભાગ્ય થી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના માટે દુર્ગા અષ્ટમીની રાત્રીએ તમારા ઘરના મુખ્ય દ્વારે રાત્રીના ૧૨ વાગ્યે ગાય ના ઘી નો એક દીવડો પ્રજ્વલિત કરવો, જેનાથી તમારુ દુર્ભાગ્ય દૂર થશે. જો તમે દેવી માતા ને તુરંત પ્રસન્ન કરવા ઈચ્છો છો તો તેના માટે તમે દુર્ગા અષ્ટમીની રાત્રે દેવી માતા ના કોઈપણ પ્રાચીન મંદિરમા જઈને તેમના ચરણોમા ૮ કમળના પુષ્પો અર્પિત કરો. જેથી તમારુ સુતેલુ ભાગ્ય ખુલી જશે.

ઘર નુ વાતાવરણ સુખમય અને શાંતિમય બનાવી રાખવા માટે દુર્ગા અષ્ટમીની રાત્રીએ તમારા ઘરમા કે પછી કોઈપણ નજીક ના દુર્ગા મંદિરમા જઈને દુર્ગાષ્ટમી નો પાઠ અવશ્યપણે કરો. આ પાઠ કરવાથી તમારા ઘર નુ વાતાવરણ સકારાત્મક બનશે. લોકોના જીવનમા નાણા સાથે સંકળાયેલી અનેકવિધ સમસ્યાઓ રહેતી હોય છે, દરેક વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિને પ્રબળ બનાવવાના પ્રયાસો મા લાગ્યો રહે છે.

જો તમે પણ ઈચ્છો છો કે તમારી આવક વધે અને નાણા સાથે સંકળાયેલી સમસ્યાઓ થી મુક્તિ મળે તો તેના માટે તમે દુર્ગા અષ્ટમીની રાત્રે મહાગૌરીના સ્વરૂપ ને દૂધ થી ભરેલી વાડકીમા બિરાજમાન કરીને ચાંદીનો સિક્કો અર્પિત કરો અને બીજા દિવસે સિક્કાને કાઢીને તમારા ખીસામાં હંમેશા માટે રાખો. જેના થી તમારા ધન પ્રાપ્તિ ના માર્ગ ખુલે છે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘર પર ધન ની દેવી માતા લક્ષ્મીજી ની કૃપાદ્રષ્ટિ સદાય માટે બની રહે તો તમારે દુર્ગા અષ્ટમીની રાત્રીએ એક પાન મા ગુલાબ ના ફૂલની સાત પાંખડીઓ રાખીને માતા દુર્ગા ને અર્પિત કરો, જેથી લક્ષ્મી માતા તમારા ઘરમા નિવાસ કરશે. ધન લાભ ની પ્રાપ્તિ માટે તમારે દુર્ગા અષ્ટમીના દિવસે સૂર્યાસ્ત પછી ૧૧ પરિણીત સ્ત્રીઓ ને લાલ બંગડી અને સિંદૂર ભેટમા આપો. જેથી તમારી ધન ને લગતી તમામ સમસ્યાઓ નો અંત આવે છે અને તમારી આવક મા પણ વૃદ્ધિ થાય છે.

જો તમે તમારા જીવન ને સંલગ્ન તમામ સમસ્યાઓ થી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તેના માટે તમારે દુર્ગા અષ્ટમીની રાત્રીએ માતાના મંદિરે જઈને સોળ શ્રુંગારની સામગ્રી ભેટ આપવી પરંતુ, તમારે એ વાતની કાળજી અવશ્ય રાખવી કે આ ઉપાય અજમાવતી વખતે તમે તેના વિશે કોઈને જણાવશો નહિ. જો આ ઉપાય સાવચેતીપૂર્વક અજમાવો તો એનાથી તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થશે.

જો તમે આ ઉપાય વિધિવત અજમાવો છો તો તેનાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થશે અને માતા ની કૃપાદ્રષ્ટિ તમારા પર સદાય બની રહેશે, આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી તમારા ઘરમા નિવાસ કરશે અને તમારા જીવનમા ક્યારેય પણ નાણા ની અછત સર્જાશે નહિ.

Leave a Reply

Top