
દોસ્તો હાલના આ પ્રવર્તમાન સમયમાં બધા જ માણસો ના મગજમા એક જ મંત્ર ચાલતો રહે છે કે વધુ મા વધુ પૈસા કેમ પ્રાપ્ત કરવા? આ એક એવી ખરાબ લાલચ છે કે જે કયારેય સંતોષાતી નથી તથા તેનો કોઇ અંત જ નથી. જો આજે તમે ૧૦ હજાર ની આવક ધરાવતા હોવ તો કાલે તમને ૧૦ લાખ કમાવવાની વધુ ઈચ્છા થશે.
ખરેખર જો આપણે જોવા જઇએ તો પૈસા તથા ઇચ્છા બંને એકબીજા ની વિરુદ્ધ છે. ઇચ્છા એ એક એવી વસ્તુ છે કે જે સંતોષવા માટે માણસ વધુમા વધુ ધન પ્રાપ્ત કરવાના રસ્તા શોધે છે. આમ પોતાની મહેચ્છાઓ પૂરી કરવા માટે લોકો દિવસ-રાત પરિશ્રમ કરે છે ધન મેળવવા માટે પરંતુ , તે ઘણી વખત અસફળ થાય છે. આ સફળતા ને દૂર કરવા માટે અને તેના નિવારણરૂપી અમુક શાસ્ત્રો મા કહેલા ઉપાયો વિશે આજે વાત કરીશું.
• માતા મહાલક્ષ્મી :
જ્યારે પણ વાત ધન સાથે સંકળાયેલી આવે ત્યારે ઘરના વિવિધ દેવી-દેવતાઓ ની ચર્ચા કરતા હોઈએ છીએ. પરંતુ તેમા અગ્રેસર હોય તો તે છે માતા મહાલક્ષ્મી. પોતાના પતિ પ્રભુ નારાયણના વરદાન પ્રમાણે પૂજનીય માતા મહાલક્ષ્મી ઘરમા સુખ, શાંતિ તથા સમૃધ્ધિ લાવે છે.
• મહિનાના પ્રથમ શુક્રવારે કરવી પૂજા :
ધનના કારક ગણાતા લક્ષ્મી માતાની પૂજા મહિનાના પહેલા શુક્રવારે જ કરવી. સૌથી પહેલા સ્નાન કરી શુધ્ધ તથા પવિત્ર થઇ ને તમારા ઘર ના મંદિર ના દિપક જલાવી ને માતા લક્ષ્મી ને મિશ્રી તથા ખીર નો ભોગ અવશ્ય ધરાવો ત્યારપછી આ મંત્ર દ્વારા માતા લક્ષ્મી નુ ૧૦૮ વખત જાપ કરવો “ૐ શ્રીં શ્રીયે નમ: ”
• લાલ રંગ નો પોશાક ધારણ કરો :
આ સિવાય માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા માટે લાલ રંગ નો પોશાક પ્રાપ્ત કરો તથા જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો હાથ મા ચાંદી ધાતુ ની વીંટી તથા સ્ત્રીઓ પગ મા પાયલ ધારણ કરે તો ઉપયોગી ગણી શકાય.
• આ પછી ઘરે દીકરીઓને જમાડો :
પૂજા પૂરી થઇ જાય એટલે ૭ વર્ષ થી નાની વય ધરાવતી નાની બાળકીઓ ને ઘરે લક્ષ્મી ને ધરાવેલો મિશ્રી અને ખીર નો પ્રસાદ જમાડો. આ ઉપચાર દ્વારા તમારી બધી જ તકલીફોનો અંત આવશે તથા આર્થિક રીતે સધ્ધર બનશો.
• પ્રભુ કુબેર ની આરાધના :
માતા લક્ષ્મી પછી દ્વિતીય નંબર પર આવે છે કુબેર ભગવાન. કુબેર ભગવાન ને પણ ધન ના કારક તરીકે ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમા કહ્યા પણ કુબેર ભગવાન ને ધન ના દેવતા તરીકે સબોંધન આપ્યું છે. તેમના સ્મરણ માત્રથી તમે આર્થિક રીતે ઉત્તમ બની શકો છો.
• કુબેર મંત્ર :
કુબેર ભગવાન ને ખુશ કરવા માટે આ મંત્ર નો ૧૦૮ વાર મંત્રોચ્ચારણ કરો. જેથી તમે બની શકો છો પુષ્કળ ધન ના માલિક. “ૐ યક્ષાય કુબેરાયવૈશ્રવણાય, ધન ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃધ્ધિ મે દેહિ દાપય સ્વાહા !”
• તિજોરીમા રાખો ધનલક્ષ્મી ની કોડી :
આ કુબેર મંત્રના મંત્રોચ્ચારણ ટાઈમે આ ધનલક્ષ્મીની કોડીને તમારી સામે રાખી તેને મંત્રોચ્ચારણ પૂરું થાય એટલે તિજોરીમા મૂકવામાં આવે તો તમને અવશ્ય ધનલાભ થશે.
• પ્રભુ શ્રી નારાયણ નો સપ્તદશાક્ષર મંત્ર :
– ‘ऊं श्रीं नमः श्रीकृष्णाय परिपूर्णतमाय स्वाहा’।આ મંત્ર ને પ્રભુ શ્રી નારાયણ નો સર્તદશાક્ષર મંત્ર જાણવામાં આવ્યો છે. જો આ મંત્ર નો ૫ લાખ વખત મંત્રોચ્ચારણ કરવામા આવે તો અવશ્ય તમને શુભ ફળ ની પ્રાપ્તિ થશે.
• અટવાયેલુ ધન પુન:પ્રાપ્ત થાય :
આ રીત અજમાવવા થી જો તમારુ ધન લાંબા સમય થી કોઇ વાદ-વિવાદ મા રોકાયેલું હોય તો તે પુન:પ્રાપ્ત થશે. આ ધાર્મિક મંત્રો એટલા જોરદાર હોય છે કે તમે તેની કલ્પના પણ ના કરી શકો. આ મંત્રો મા નો જ એક મંત્ર છે કૃષ્ણમંત્ર “કૃમ કૃષ્ણાય નમ: ” જો આ મંત્રનુ ૧૦૮ વખત મંત્રોચ્ચારણ કરવામા આવે તો તમારુ જીવન સુખી , શાંતિમય તથા સમૃધ્ધ બને છે.