You are here
Home > Articles >

આ ભૂલો કરવાથી તમે થઇ શકો છો કાયમ માટે બહેરા, અને થાય છે કાન સંબધિત ગંભીર સમસ્યા

મોટા ભાગના માણસો કાનમાં દુખાવો થવો એ સામાન્ય વાત કહે છે અને કાનમાં કોઈ પણ ઈયરફોન નાખીને આપણે તરત દુખાવાથી રાહત મેળવી લઈએ છીએ, આ બેદરકારી આપણા બધા માણસોના કાન માટે ઘાતક પુરવાર થઇ શકે છે, કેમકે વારંવાર કાનમાં દુખાવો થવો એ આપણને બહેરા બનાવી શકે છે, તેથી બેદરકારી ન કરીને આને ગંભીરતાથી લેવું જોઈએ અને તેનો સારો ઈલાજ કરાવવો જોઈએ. ક્યારેક ક્યારેક કાનના પડદામાં ભેજ થઇ જાય છે તો આ કારણે પણ દુખાવો થવા લાગે છે. ચાલો જાણીએ કે ક્યાં પ્રકારે કાનના દુખાવાથી રાહત મેળવી શકાય.

• કાનમાં થતી બીમારીના લક્ષણ:-

ડોક્ટરોના કહ્યા પ્રમાણે ચક્કર આવવા અથવા કાનમાં દબાવ મહેસુસ થવો આ બધા કાનમાં થતી તકલીફનો લક્ષણો છે. તેની સિવાય જો કાન માંથી કોઈ તરલ પદાર્થ નીકળે, અવાજ એકદમ ઓછો સંભળાવો અથવા સાવ ન સંભળાવો તથા તો કાનમાં ભાર લાગવો અથવા કેટલાક પવન જેવું આપમેળે મહેસુસ થવું આ બધા કાનમાં થનારી તકલીફોના લક્ષણ છે.

• કાનમાં થતા દુખાવાનું કારણ :

જો કાનમાં કોઈપણ પ્રકારનો ઘા લાગી જાય તો તેનાથી પણ કાનમાં સતત દુખાવો થઇ શકે છે. તે સિવાય કાનમાં ફૂગ, ખીલ તેમજ મેલ હોવાના કારણે પણ તમારા માત્ર દુખાવો થઇ શકે છે. કાનના પડદામાં છેદ તતઃ ફાટી જવાના કારણે દુખાવો થાય છે. કોઈકવાર પહાડી ભાગો પર જવાથી પણ કેટલાક લોકોના કાનમાં દુખાવો થવા લાગે છે.

• કાનમાં દુખાવાથી રાહત:

કાનમાં થતી તકલીફ રાહત માટે મીઠી વસ્તુ તથા ચીન્ગમ ખાવું ઉત્તમ રહે છે. આની સિવાય નાકમાં નાખવા વાળા સ્પ્રેનો પણ ઉપયોગ કરીને તમે કાનમાં થતા દુખાવાથી બચી શકો છો. જો તમારા કાનમાં તકલીફ છે તો કોઈ પણ પ્રકારની દુખાવાની દવા લેવી જોઈએ નહિ. જો કાનમાં સમસ્યા હોય તો વિમાન લેન્ડીગ દરમિયાન સુવું નહિ. કાનને સાફ કરવા માટે માચીસ અથવા પીનનો ઉપયોગ ક્યારેય ન કરો. એ આપણા કાન માટે ખુબજ મોટી તકલીફનું કારણ બની શકે છે.

સ્નાન કર્યા બાદ કાનને એકદમ સારી રીતે સાફ કરી લો. કેમ કે કાનની અંદર પાણી રહેવાથી ઇન્ફેકશન થઇ શકે છે. ગળું ખરાબ થવા પર ગરમ પાણીથી કોગળા પણ કરી શકો છો. ગળું ખરાબ થવાના કારણે પણ કાનમાં દુખાવો પણ થઇ શકે છે.

dip

Leave a Reply

Top