You are here
Home > News >

એક ફોટોગ્રાફર દ્વારા સાવ ઉજ્જડ જમીન પર ઉગાડવામા આવ્યા વીસ લાખ જેટલા વૃક્ષો, બનાવ્યું લીલુછમ જંગલ

મિત્રો, જો તમે આ રાજનીતિ, હિંસા અને ચડતા-ઉતરતા બજાર ના તણાવ ભરેલા ન્યુઝ ની વચ્ચે જો તમે શાંતિભર્યા ન્યુઝ ની શોધ કરી રહ્યાં છો તો તમે યોગ્ય જગ્યાએ આવી ગયા છો. આ એક એવા ન્યુઝ છે જેને વાંચીને તમારા મન ને શાંતિ તો મળશે જ તે ઉપરાંત પ્રેરણા પણ પ્રાપ્ત થશે. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ના એક અહેવાલ મુજબ વર્ષ ૧૯૯૦ ના સમયગાળા બાદ આપણી ધરા પર થી અંદાજિત દક્ષિણ આફ્રિકા ના ક્ષેત્રફળ સમાન વન ગાયબ થઈ ચૂક્યું છે.

તેના થી પણ વધુ ભયજનક વાત એ છે કે દર વર્ષે હજુ પણ તેટલા જ ક્ષેત્રફળ બરાબર વન ઝડપ થી ગાયબ થઇ રહ્યા છે. આપણા માંથી મોટાભાગ ના લોકો આ માટે સરકારો ને થોડા દિવસ દોષિત ઠેરવશે અને ત્યારબાદ ચૂપ થઈ જશે પરંતુ, હજુ પણ આ દુનિયામા એવા અમુક લોકો છે કે જે ધરતી પર ના જીવો તથા ધરતી પ્રત્યે પોતાની જવાબદારી સમજે છે અને તેને નિભાવે પણ છે.

આ વાત ૯૦ના દાયકા ની છે કે જ્યારે સલગાડો નામના એક મશહૂર ફોટોગ્રાફર કે જે સમગ્ર વિશ્વ માં ફોટોગ્રાફીમા પોતાની આવડત ને સાબીત કરી ચુક્યા છે તે એકવાર પોતાના ઘર બ્રાઝિલ પરત આવ્યા. તે અહીં પરત આવીને આજુબાજુ ના વિસ્તાર ને જોઈને આશ્ચર્ય મા મુકાઈ ગયો કારણ કે, જ્યાં ક્યારેક વર્ષાવન હતું ત્યાં હાલ એકદમ ઉજ્જડ જમીન દેખાઈ રહી હતી. આ જમીન પર હરીયાળીના નામે ફક્ત ૧-૨ વૃક્ષો જ બચ્યા હતા.

સલગાડો પોતાના વિસ્તાર ની આ વિકટ પરિસ્થિતિ જોઇને અત્યંત દુઃખી થયા પરંતુ, તેમની પત્નીએ જણાવ્યું કે જો પ્રયાસ કરવામાં આવે તો આ વન ને પુનઃ હરિયાળી થી ભરપૂર બનાવી શકાય છે. આ સકારાત્મક અભિગમ સાથે બંને વૃક્ષારોપણ ના કાર્ય મા જોડાઈ ગયા. છેલ્લા ૨૦ વર્ષ ના સમયગાળા મા તેમણે અંદાજિત ૨૦ લાખ જેટલા વૃક્ષો વાવ્યા હતા અને તેના પરિણામ સ્વરૂપે તમને આ ફોટા મા વન જોવા મળી રહ્યું છે.

વન પરત આવી ગયું છે અને તેમાં વન્યજીવો પણ આ ક્ષેત્રમા પુનઃ આવ્યા છે. વૃક્ષો ના હોવાના કારણે જે પક્ષી, જીવજંતુઓ તથા વન્ય જીવો આ વિસ્તાર મૂકીને ચાલ્યા ગયા હતા, તે બધા જ સલગાડૉ અને તેમની પત્ની દ્વારા અથાગ પરિશ્રમ કરીને પુનઃ નિર્મિત કરેલા આ વન મા પરત આવી ચૂક્યા છે.

તેમના આ કાર્ય માટે તેમને એક સલામ તો આપવી જરૂરી બને છે. ખૂબ જ ઓછા એવા લોકો હોય છે કે જે આ ધરા પર પોતાની જવાબદારી સમજતા હોય છે અને તેને યોગ્ય રીતે નિભાવવા નું પણ જાણતા હોય છે. તો આ લેખ વાંચીને આપણે પણ ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે આપણાં દેશ ના વિકાસ મા જોડાય તેવી આપ સૌ ને વિનંતી.

Leave a Reply

Top