
મિત્રો, આ બોલીવૂડ જગત મા સુપરસ્ટાર બનવા માટે દરરોજ હજારો લોકો મુંબઇની મુલાકાતે આવતા હોય છે. અહીં આવનારા મોટાભાગ ના યુવાવર્ગ ના સ્વપ્ન બોલિવૂડ સ્ટાર બનવાના હોય છે. ટીવી ઇન્ડસ્ટ્રી તથા મોંડેલિંગ મા એવા અનેક પ્રકાર ના લોકો જોડાયેલા છે જે બોલીવુડ ના સ્ટાર બનવા ઈચ્છે છે. પરંતુ, અમુક જ એવા નસીબદાર હોય છે જેમને આ બોલીવુડ ઇન્ડસ્ટ્રી મા અભિનય કરવાનો મોકો મળે છે. દરેક ના ભાગ્ય સ્ટાર કિડ્સ જેટલા સારા નથી હોતા.
બોલીવુડ મા અભિનેતા કે અભિનેત્રી બનવા માટે ઘણો કઠોર સંઘર્ષ કરવો પડતો હોય છે, એક સામાન્ય વ્યક્તિ અથાગ પરિશ્રમ બાદ જ આ તબક્કા સુધી પહોંચી શકે છે. એક સામાન્ય માણસ ને જો કોઈપણ ફિલ્મમા સાઇડ રોલ મળે તો તે પણ તેના માટે ઘણું છે. આપણા બોલિવૂડ જગત મા એવા અનેક સિતારાઓ છે જે કોઈ મોટી સેલિબ્રિટી ના સંતાનો નથી પરંતુ, તેમના અથાગ પરિશ્રમ ના બળ પર આજે તે બોલિવૂડ પર રાજ કરે છે. અહી વાત થઇ રહી છે બોલિવૂડ મા ‘ખતરો કે ખેલાડી’ તરીકે ઓળખાતા “અક્ષય કુમાર”ની.
અક્ષય કુમાર એ બોલીવુડ સ્ટાર છે, જેને તમામ વયના દર્શકો પસંદ કરે છે. દરેક વખતે તે પોતાની અવનવી ફિલ્મો થી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે છે. તેની દરેક ફિલ્મોનો કોન્સેપ્ટ જુદો જ હોય છે અને તે હંમેશા દર્શકો ને કંઈક નવુ પીરસવાનો પ્રયત્ન કરે છે. અક્ષય હાલ સામાજિક મુદ્દાઓ વાળી ફિલ્મો પર વધુ પડતુ કાર્ય કરી રહ્યો છે. પરંતુ, તમને ખ્યાલ છે કે અક્ષય કુમાર ની સાધારણ વ્યક્તિ થી સુપરસ્ટાર સુધી પહોંચવાની યાત્રા જરાપણ સહેલી નહોતી. તો આજે આપણે આ લેખ મા તેમના સંઘર્ષ ની નાની એવી ઝાંખી મેળવશુ.
અક્ષય વેઈટર તરીકે કાર્ય કરતો હતો :
તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે ફિલ્મોમા આવ્યા પૂર્વે અક્ષય હોટલમા વેઈટર તરીકે કાર્ય કરતો હતો. તેણે બેંગકોક માથી માર્શલ આર્ટની તાલીમ લીધી ત્યારબાદ પણ તેને ભારતમા કોઈ વિશેષ કાર્ય મળી રહ્યુ નહોતુ, ત્યારે તે પોતાનો ખિસ્સા ખર્ચ કાઢવા માટે વેઈટર તરીકે કાર્ય કરતો. આટલુ જ નહીં પરંતુ , અક્ષયે ઢાકામાં ૬ મહિના સુધી સેલ્સમેન તરીકે પણ કામ કર્યુ હતુ. ત્યારબાદ તે દિલ્હી આવ્યો અને અંતે મુંબઇની એક શાળામા તેને બાળકો ને માર્શલ આર્ટ્સ શીખવવા ની તક મળી.
બાળકો ને માર્શલ આર્ટ્સ શીખવતો :
શાળા મા માર્શલ આર્ટ્સ શીખવતી વખતે એક વિદ્યાર્થી ના પિતાએ અક્ષયને સલાહ આપી કે તેણે મોડેલિંગ કરવું જોઈએ. તે પછી શું? અક્ષયે ફોટોશૂટ કરાવ્યુ અને ધીમે-ધીમે તે મોડેલિંગ ઇન્ડસ્ટ્રીમા છવાઈ ગયો ત્યારબાદ તેની પહેલી ફિલ્મ ‘સૌગંધ’ વર્ષ ૧૯૯૧ મા આવી. આ ફિલ્મ બાદ જ અક્ષયની ફિલ્મ કારકીર્દિ શરૂ થઈ અને તેણે ક્યારેય પાછળ વળીને જોયુ નહીં.
હાલ એક મિનિટ ના આટલા રૂપિયા કમાઈ છે :
હાલ, અક્ષય કુમાર એ બોલિવૂડ નો સૌથી લોકપ્રિય અભિનેતા છે. અક્ષય એક જ વર્ષમા ઘણી ફિલ્મો રિલીઝ કરે છે અને તેની મોટાભાગ ની ફિલ્મો સુપરહિટ જ હોય છે. તે ફિલ્મો થી ઘણુ કમાય છે. અક્ષયની ગણના બોલીવુડના સૌથી ધનિક અભિનેતાઓ મા થાય છે. તમને જાણીને નવી લાગશે કે તેની એક મિનિટ ની આવક ૧૮૬૯ રૂપિયા છે.
શિસ્તબદ્ધ જીવન જીવો :
અક્ષય ખૂબ જ શિસ્તબદ્ધ જીવનશૈલી ને અનુસરે છે. તે નિયમિત સવાર ના ૪ વાગ્યે ઉઠે છે અને ત્યારબાદ આખો દિવસ કાર્ય કર્યા બાદ સંધ્યા સમયે ૬-૭ ની વચ્ચે જમીને સૂઈ જાય છે. અક્ષય કોઈપણ પ્રકાર ની ખરાબ આદત ધરાવતો નથી. તે આલ્કોહોલ અને સિગારેટને પોતાની જાત થી દૂર રાખે છે. તેને પાર્ટીઓ મા જવુ પણ ઓછુ ગમે છે. તે સરળ જીવનશૈલી અને ઉચ્ચ વિચારસરણી મા વિશ્વાસ ધરાવે છે.