You are here
Home > News >

એક વ્યક્તિ ની ગાડી ના નંબર પ્લેટ પર “રામ” લખ્યું હતું, જ્યારે ચલણ કાપવામા આવ્યું તો પોલીસ ને મળ્યો આ જવાબ

મિત્રો, શહેરો થી માંડી ને ગ્રામ્ય વિસ્તાર સુધી વાહન ની નંબર પ્લેટ પર પોતાના મનપસંદ રજિસ્ટ્રેશન નંબર લેવાનો ક્રેઝ આ દિવસો મા ખુબ જ વધી ગયો છે. હાલ, શહેર ના માર્ગો પર અથવા તો ગ્રામ્ય વિસ્તાર માં રોજના સેંકડો વાહનો જોવા મળે છે પરંતુ, આજે આપણે આ લેખ મા જે વાહન ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેવા તો ભાગ્યે જ જોવા મળે છે. લોકો ઘણીવાર તેમના પર કાર્યવાહી ના થાય તેના માટે છટકબારી ના રસ્તા શોધતા હોય છે.

સામાન્ય લોકો ને આવા નંબર પ્લેટો વાળા વાહનો ના કારણે ઘણીવાર ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. જયારે કોઈ આકસ્મિક બનાવ બને ત્યારે આવી નંબર પ્લેટ ધરાવતા વાહનના માલિક ને શોધવામા પોલીસ ને પણ તકલીફ પડે છે. આવા તો અનેક પ્રસંગો ઘટ્યા છે કે જેમા વાહનોના માલિકો એ એવી રીતે નંબર પ્લેટ બનાવી છે કે જેમા વાહન ના અસલી નંબર સમજી શકાય નહીં. હાલ, હમણા જ એવા કિસ્સા બન્યા છે કે એક વ્યક્તિએ તેની ગાડી ની નંબર પ્લેટ પર “ ૮૦૫૫ બોસ ” લખાવ્યુ હતુ.

અન્ય એક કિસ્સામા એક વ્યક્તિ તેના વાહન પર “રામ” લખીને ચલાવી રહ્યો હતો. વાસ્તવમા, જયારે આવી ગાડીથી કોઈ આકસ્મિક ઘટના બને છે અને તેમની સમક્ષ ગુનો નોંધવો પડે છે ત્યારે પોલીસ અધિકારીઓ પણ મૂંઝવણ મા મુકાઇ જાય છે અને આવી નંબર પ્લેટો હોવાના કારણે આ ઘટના સમયે હાજર વ્યક્તિ ની કોઈ માહિતી પ્રાપ્ત થઇ શકતી જ નથી. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઇએ કે, મેરઠમા ટ્રાફિક પોલીસે કારમા ખોટી નંબર પ્લેટ લગાડી હોવાના કારણે ચલણ કાપી લીધા હતા, ત્યારબાદ ત્યા ભારે વાદ-વિવાદ સર્જાયો હતો.

મેરઠમા હાલ નવા નીતિ-નિયમો અમલમા આવ્યા ત્યાર પછી આ ચલણ ફાડવામા આવ્યા છે. ટ્રાફિક પોલીસ અધિકારીઓ ના જણાવ્યા અનુસાર એક વ્યક્તિએ તેની ગાડી ની નંબર પ્લેટ પર “રામ” લખાવ્યુ હતુ. જો કે, ચલણ કાપ્યા બાદ આ કાર સવાર અને પોલીસ વચ્ચે ભારે ચર્ચા અને વાદ-વિવાદ થયો હતો. આ માણસે જણાવ્યું કે તે પ્રભુ શ્રી રામ નો મોટો ભક્ત છે અને ચલણ ભર્યા બાદ પણ તે આ નંબર પ્લેટ બદલશે નહીં. તે વ્યક્તિ આગળ પણ તે જ નંબર પ્લેટ નો ઉપયોગ કરવા માટે મક્કમ રહ્યો.

ટ્રાફિક અધિકારી દીક્ષિતના જણાવ્યા અનુસાર હ્યુન્ડાઇ આઈ -૨૦ કારની ખોટી નંબર પ્લેટ લગાવવાના કારણે મેરઠના રોડ પર મેડિકલ ની પાસે આ ગાડી ની પોલીસ દ્વારા અટકાયત કરવામા આવી હતી અને ચેકિંગ ટીમને નંબર પ્લેટ અંગે શંકા જતા તેમણે ચલણ કાપી નાખ્યું હતું. આ ગાડી નો અસલી રજીસ્ટ્રેશન નંબર ‘ યુપી ૧૫ સીયુ-૨૧૪ ’ છે પરંતુ, આ કારના માલિકે છેલ્લા ત્રણ આંકડા ની જગ્યાએ રામ લખ્યુ હતુ.

ટ્રાફિક પોલીસ દ્વારા આ કારનો વીડિયો પણ બનાવવા મા આવ્યો હતો અને આ કાર ના માલિકને નંબર પ્લેટ બદલવાની સલાહ પણ આપી હતી. આ કારના માલિક નુ નામ રાજીવ કુમાર છે. તે પેપલા ઇદરીશપુર નો નિવાસી છે. જયારે ટ્રાફિક પોલીસ દ્વારા તેમને નંબર પ્લેટ બદલવાની સલાહ આપવામા આવી ત્યારે તે દલીલ પર ઉતરી આવ્યા કે તે પ્રભુ શ્રી રામ ના મોટા ભક્ત છે અને આ નંબર પ્લેટ પાછળ તેમણે ૩૧ હજાર વધુ ખર્ચ કર્યા છે એટલે તે તેનો જ ઉપયોગ કરશે.

પોલીસ દ્વારા રાજીવ કુમાર ને ઘણું સમજાવવા મા આવ્યુ કે જો તમે ભક્ત છો અને વાત તમારી શ્રદ્ધા ની છે તો તમે કાર પર કોઈપણ જગ્યા એ ‘રામ’ લખો. પરંતુ, ગાડી પર નંબર પ્લેટ સાચી લગાવો. પરંતુ, રાજીવ કુમારે તેમની એકપણ વાત સાથે સહમત ના થયા અને કહ્યું કે જો તમારે ચલણ કાપવુ હોય તો કાપી લ્યો પરંતુ, નંબર પ્લેટ બદલાશે નહીં.

Leave a Reply

Top