
‘આઈફા 2020’માં દર વર્ષે બોલિવૂડ જગતની દિગ્ગજ હસ્તીઓનો જમાવડો દેખવા મળે છે. આ વર્ષે ભોપાલમાં આ ઈવેન્ટ રાખવમાં આવી છે. આ વર્ષે સલમાન ખાન તથા રિતેશ દેશમુખ આઈફા એવોર્ડ્સને હોસ્ટ કરવાના છે. તાજેતરમાં જ આ ઈવેન્ટની પ્રેસ કોન્ફરન્સ મુંબઈમાં રાખવામાં હતી. જેની ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જોકે, આ ઈવેન્ટમાં કંઈક એવું બન્યું જે બાદ કાર્તિકને કેટરિનાના પગે પડવું પડ્યું. આવો જાણીએ.
‘આઈફા 2020 (IIFA 2020)’ની પ્રેસ કોન્ફરસમાં કંઈ એવું બનાવ બન્યો કે હાથમાં ઈજા થઈ હોવા છતાં કાર્તિક આયર્ન કેટરિનાના પગે પડીને માફી માંગે છે. હવે આ અજીબ ઘટનાના તસવીર અને વીડિયો વધુ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યાં છે. હકીકતમાં કાર્તિક આ ઈવેન્ટમાં લેટ પહોંચે છે.
જે પછી કેટરિના કાર્તિક આયર્ન જોડે મસ્તી કરતાં કહે છે કે, લેટ આવવા પર તેણે બધાંથી પહેલાં માફી માંગવી જોઈએ. કેટરિનાની આ વાત સાંભળતા જ કાર્તિક હસતા હસતા એક હાથથી કાન પકડે છે અને પછી કેટરિનાથી માફી માંગવા તેના પગે પડે છે. આ જોઈને ત્યાં હાજર લોકો દંગ રહી જાય છે.
તમને ખી દઈએ કે, શાહરૂખ ખાન, રિતિક રોશન, જેકલીન ફર્નાંડીઝ, કરીના કપૂર અને કેટરિના કૈફ, કાર્તિક આયર્ન જેવા મોટા સ્ટાર્સ આ મંચ પર લાઈવ પર્ફોમન્સ આપવામાં છે. મુંબઈમાં યોજાયેલી આઈફાની પ્રેસ કોન્ફરન્સમાં આ વાતની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટ ખતમ થયા બાદ કાર્તિક અને કેટરિનાએ મંચ પર ઠુમકા લગાવ્યા હતા.