
ચંદીગઢ જે લોકો આવે છે અથવા તો બીજી કોઇ હોસ્પિટલમાં જાય છે. તેને અન્નપૂર્ણા અક્ષયપાત્ર યોજનાથી જમવાનું સસ્તું મળે છે. આ સ્કીમને 3 જાન્યુઆરી, 2017ના રોજ યુટી ચંદીગઢ રેડક્રોસ દ્વારા ચાલુ કરવામાં આવી હતી. આ સ્કીમ માં જમવાના પેકેટ બનાવી બહાર મોકલવામાં આવતા હતા. પહેલા 500 પેકેટ થી શરૂ કરવામાં આવી હતી.
ધીમે-ધીમે જ્યારે તેના વિશે લોકોને ખબર પડી ત્યારે જરૂરિયાતવાળા લોકો સુધી ભોજન ફક્ત 10 રૂપિયામાં પહોંચાડવામાં આવતું પછી તેની માંગ વધતી ગઇ. હવે આ ભોજન ના ૪૦૦૦ પેકેટ્સ તૈયાર થાય છે અને 12 અલગ-અલગ જગ્યાએ પર લોકોને પહોંચાડવામાં આવે છે. ડેપ્યુટી કમિશ્નર અજીત બાલાજી જોશીએ એ આ સ્કીમ ચાલુ કરી હતી.
પીજીઆઇ આવનારા લોકોને વધુ ફાયદો થાઈ છે.
બહાર થી ઇલાજ કરાવવા માટે આવતા દર્દીઓ સાથે આવેલા બાકીના મેમ્બર્સને પણ આ પીજીઆઇ સ્કીમનો લાભ મળે છે.
આ સ્કીમને સૌથી સારો રિસ્પોન્સ મળવાથી તેને હવે સરાય બિલ્ડીંગની પાસે પીજીઆઇમાં શિફ્ટ કરી દેવામાં આવી છે. પીજીઆઇમાં 1000 થી પણ વધુ પેકેટ્સ સસ્તા ભોજનના મોકલવામા આવે છે.
સરાયમાં રોકાયેલા લોકો માટે રસોડામાં સાથે બેસવા માટે અલગથી વ્યવસ્થાવામાં ગોઠવવામાં આવી છે.