You are here
Home > Recipe >

ફક્ત એક ચમચીની મદદથી હવે ઘરે બનાવો અમુંલ જેવુ જ “ટેસ્ટી બટર” ફટાફટ

ઘરે આપણે માખણ બનાવતા હોઈએ છીયે. પરંતુ અમુલ બટર જેવુ તે નથી બનતું. ઘણા લોકોને માખણ ભાવતું નથી પરંતુ અમુલનું બટર ભાવતું હોય છે. માટે તે બજારમાંથી વેચાતું લાવવું પડે છે. તો આજે અહી તમને અમુલ બટર જેવુ બટર ઘરે બનાવતા શીખવીશું. કઈ રીતે ઘરે બટર બનાવવું જાણો.

સામગ્રી:

મલાઈ

નમક પા ચમચી

હળદર પા ચમચી

ઠંડુ પાણી

રીત:

મલાઈ ને થોડી વાર પહેલા ફ્રીજ્માથી બહાર કાઢી લેવી. પછી એક વાસણ માં મલાઈ લેવી. ત્યારબાદ ચમચીથી મલાઇને ફેંટવી. પછી મલાઇમાં ચપટી હળદર અને પા ચમચી મીઠું નાખી ફરી પાછું ફેટવું. પાણી ઉમેર્યા વગર થોડીવાર ફેંટવું. એકજ ડિરેક્શનમાં સતત ગોળ-ગોળ ફેંટ્યા કરવું. ધીમે ધીમે માખણ અલગ પડવા લાગશે. ત્યારબાદ અંદર એકદમ ઠંડુ પાણી નાખો.

અડધો કપ ઠંડુ પાણી નાખી અને ફરી ફેંટવાનું શરૂ કરવું. પછી તેમાં વધુ ઠંડુ પાણી નાખવું. એટલે તેમાથી બટર છૂટું પડશે. બટર છૂટું પડી જાય એટલે તેને છાશ માથી બહાર કાઢી લેવું. અને તેમાથી છાસ નિતારી લેવી. પછી બટરને એક-બેવાર પાણી ધોઇ નાખવું. ત્યારબાદ પાણી નીતારી લેવું. બટરમાં પાણી રહેવું જોઇએ નહીં.

હવે એક વાસણ માં બટર પેપર પાથરી હાથથી બટરને દબાવી દેવું. અને શેપ આપી દેવો. ત્યારબાદ બટરને એક કલાક ફ્રિજરમાં મૂકી દેવું. પછી તૈયાર થઈ જશે તમારું અમૂલ બટર. આ બટર ફ્રિજમાં ચાર પાંચ દિવસ સુધી રાખી શકાય છે.

Leave a Reply

Top