You are here
Home > Articles >

ગામ નુ નામ બન્યું શરમ નુ કારણ, ગ્રામજનો પોતાનું ગામ નુ નામ જણાવતા શરમાય છે, જાણો શું છે ગામ નુ નામ?

મિત્રો, આજે આ લેખમા તમને એક એવા ગામ વિશે જણાવીશુ જેનુ નામ લેતા ત્યા ના ગ્રામવાસીઓ ને પણ શરમ આવે છે, એવુ તો શુ છે આ ગામ મા કે તેનુ નામ આવુ પડ્યુ ? તે ગામ કયું છે? ગામ નુ નામ આવુ થોડુ હોય? આવા અનેકવિધ પ્રશ્નો ના જવાબ તમને આજે જણાવીશુ. એક એવો સમય હતો કે જ્યારે અહી વસવાટ કરતા તમામ લોકો તેમના ગામના નામ પરથી ક્રોધિત થયા હતા કારણ કે, તેમને બધાને તેમના ગામનુ આ નામ જ ગમતુ નહોતુ.

તેમને તેમના ગામનુ નામ લેવુ પણ નહોતુ ગમતુ અને કોઈ બહાર જાય અને પૂછે કે તમે કયા ગામના છો? ત્યારે જવાબ શું આપવો? એવુ વિચારીને તે વાત ને ટાળી દેતા હોય છે. હવે તમે આ ગામનુ નામ શું છે તથા આ ગામના લોકો ને તેનુ નામ ઉચ્ચારવા મા શરમ અને સંકોચ શા માત્ર અનુભવાય છે ,અહી સુધી કે તેમના ગામનુ નામ બોલવુ પણ ત્રાસદાયક લાગતુ હતુ. તો હવે તમને જણાવીએ કે આવુ શા માટે થતુ હતુ કારણ કે, આ ગામ નુ નામ હતુ ‘છક્કા’.

આ નામ ના કારણે, ગ્રામ્યવિસ્તાર ના તમામ લોકોએ ૨૦૧૩ ના વર્ષ મા આ ગામ નુ નામ પરિવર્તન કરવાની વિનંતી કરી હતી કારણ કે, ગામના આ નામને લીધે બધા લોકો ને બીજા લોકો સામે મજાક નો સામનો કરવો પડતો હતો. એટલે આ ગામ નુ નામ બદલાવવા ની અરજી કરવામા આવી હતી અને નવુ નામ ઉમેરાવાની ગોઠવણ કરાઈ અને ગામ ને એક નવુ નામ આપવામા આવ્યુ. કારણ કે, આ ગામ ના બધા લોકો માટે ગામડા નુ નામ જ એક સમસ્યા હતી.

તેથી આ ગામ નુ નામ રાખવામાં આવ્યુ “મહાગવાન ઘાટ”. કારણ કે, આ ગામ નજીક મહાગવાન ટિલિયા નામ નુ એક ગામ હતુ , જેથી તેનુ નામ મહાગવાન ઘાટ રાખવામા આવ્યુ. હવે તમને જણાવીએ કે આ બંને ગામો ક્યાં આવ્યા છે. આ બંને ગામો પન્ના જિલ્લા ના શાહપૂરા તાલુકા વિસ્તાર પાસે આવેલા છે અને એ વિશેષ વાત છે કે બંને ગામો ના નામ સરકારી એપ્લિકેશન દ્વારા સ્વીકારવા મા આવ્યા.

Leave a Reply

Top