
જો પરેશાની હોય કમરના દુખાવાની તો કરો આ પાંચ આસન
મકરાસન:
પહેલા જમીન પર પેટ ના બળ પર સીધા સૂઈ જાવ. હવે બંને કોણીથી હથેળી નીચે લઈ આવો. પછી છાતીનો ભાગ ઉપર ઉઠાવવાની ટ્રાય કરો. હવે ત્યારબાદ શ્વાસ અંદર ભરો અને શ્વાસ બહાર કાઢતાની સાથે સાથે પગ સીધા કરો.
કયા ફાયદા થાય છે મકરાસન થી:
જો સાંધાનો દુખાવો હોય તો તેમાં રાહત થાય છે કમરના દુખાવા માં પણ રાહત આપે છે અને પેટને લગતા તમામ રોગો પેટનો દુખાવો ગેસ કબજિયાત માં પણ ફાયદો થાય છે.
ભુજંગાસન:
મેટ પર પેટ નીચે રાખીને તમારા પગ સીધા કરી દો હવે તમારી હથેડી જમીન પર મૂકો અને ઊંડા શ્વાસ લો ધીમે ધીમે માથાનો ભાગ અને છાતી ઉપર લાવવાની ટ્રાય કરો અને આ પોજિશન માં રહો ૫ મિનિટ સુધી. ભુજંગાસન સ્લીપિંગ ડિસઓર્ડર અને કમરનો દુખાવો હોય તો તેમાં ફાયદો કરે છે. આ આસન ડોક ને લગતા દુખાવા ગળાના રોગો થાઈરૉઈડ, ભૂખ અને પાચન ને લગતા રોગો મા ફાયદો કરે છે.
હલાસન:
પેલા સીધા જમીન પર સૂઈ જાવ અને પછી બેય હાથ જમીન ઉપર અને બેય પગ સીધા કરો ત્યારબાદ બંને પગને આકાશ તરફ લઇ જાવ પેલા ૩૦ ડિગ્રી નો ખૂણો બનાવો ત્યારબાદ ૬૦ ડિગ્રી અને ત્યારબાદ ૯૦ ડિગ્રી ના ખૂણા માટે ટ્રાય કરો. હલાશન થી સ્લીપડિસ્ક અને કમરનો દુખાવો દૂર થાય છે હલાસનના ફાયદા સ્લિપ ડિસ્ક અને કમરના દુખાવા માટે ફાયદાકારક છે. આ આસન ગળાની સમસ્યાઓ, સ્ત્રી રોગ, અસ્થમા, થાઇરોઇડ, સ્ટ્રેસ, ભૂખ અને પાચનમાં ફાયદો કરે છે. આસન ડોક ને લગતા દુખાવા ગળાના રોગોથાઈરૉઈડ ભૂખઅને પાચન ને લગતા રોગો માં ફાયદો કરે છે.
અર્ધપવનમુક્તાશન:
પેલા પીઠના બળ ઉપર સૂઈ જાવ અને ત્યારબાદ પગ ધીમે ધીમે વાળો અને છાતીના ભાગ સુધી લઈ જાવ હવે માથાનો ભાગ થોડો આગળ થી ઉપર ઉઠાવો હવે હાથે થી ઘૂટણ ને પકડવાની ટ્રાય કરો અને નાકને નીચે લઈ આવો. આ આશનથી બધા સ્નાયુઓ મજબૂત થાય છે જેમકે હાથ પગ અને કમર ના બધા સ્નાયુઓ અને તેના દુખવામાં રાહત મળે છે.