You are here
Home > Articles >

ગરમ પાણી ના સ્નાન થી થાય છે આ નુકશાન, જાણો શું છે ખતરો

મિત્રો હાલ શિયાળા ની ઋતુ ની શરૂવાત થઇ ગઈ છે અને મોટેભાગે લોકો આ મૌસમ મા ગરમ પાણી નો ઉપયોગ પોતાના જીવન જરૂરિયાત માટે કરતા હોય છે. હાલ દેશ મા શિયાળો જોર પકડી રહ્યો છે અને આ ઠંડી ને લીધે ઘણા રાજ્યો મા લોકો મૃત્યુ પણ પામે છે. તેમાં પણ આ ઋતુ મા ઘણા લોકો સ્નાન કરવા માટે પાણી ને ગરમ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે આ ગરમ પાણી થી સ્નાન કરવું માનવ શરીર માટે કેટલું નુકસાનદાયક પણ હોય છે?

વધુ પડતું ઉકાળેલ પાની માનવ શરીર ના વાળ તેમજ ચામડી ને નુકસાન પહોંચાડી શકે છે. આ સાથે જ બીજી પણ ઘણી સ્વાસ્થ્ય થી લગતી સમસ્યાઓ નું કારણ બની શકે છે. મોટેભાગે જોવા મા આવ્યું છે કે આ ઋતુ મા માણસો ગરમ પાણી ઉપયોગ સ્નાન કરવા માટે કરતા હોય છે. પરંતુ એક સંશોધન મા જાણવા મળ્યું છે કે આ પાણી નુ તાપમાન ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી જ હોવું જોઇએ. જો તેના થી વધુ પાણી ગરમ હશે તો તે માનવ શરીર ની ત્વચા તેમજ વાળ ને નુકસાન પોહચાડી શકે છે.

ઘણા લોકો નુ એવું પણ માનવું હોય છે કે ગરમ કરેલા પાણી થી સ્નાન કરવા થી માંસપેશીઓ ને આરામ મળે છે અને જેથી સમ્પૂર્ણ શરીર ને આરામ પહોંચે છે, પરંતુ આ વાત સમ્પૂર્ણ સત્ય નથી. સ્નાન કરવા માટે નુ પાણી હંમેશા સામાન્ય જ હોવું જોઇએ, ના તો અતિશય ગરમ અને ના તો અતિશય ઠંડુ. તો ચાલો આજ ના આ ર્આટીકલ મા જાણીએ કે વધુ પડતા ગરમ કરેલા પાણી થી સ્નાન કરવા થી થતા શારીરિક નુકશાન વિષે.
તો વધુ પડતું ગરમ કરેલા પાણી થી સ્નાન કરવા મા આવે તો તે ચામડી ને નુકશાન પોહચાડી શકે છે. તેના થી શરીર ની ચામડી લાલ થવા લાગે છે અને ઘણી વાર તો ચામડી પર લાલ ચકતા ના નિશાન પણ જોવા મળે છે અથવા તો એલર્જી પણ થઇ શકે છે. આ સિવાય આ પાણી ની ખરાબ અસર વાળ ઉપર પણ પડે છે. તેના થી વાળ મા રહેલું મોઇશ્વચાઇઝર ઓછું થવા લાગે છે અને જેના પરિણામ સ્વરૂપ ઉંમર પેહલા જ વાળ ખરવા જેવી તકલીફો શરૂ થઇ જાય તેમજ વાળ ની શુષ્કતા મા વધારો થવા લાગે છે.

આ સાથે જ ગરમ પાણી ના લીધે ચામડી મા રક્ત વાહિકાઓ મા ફેલાવો જોવા મળે છે જેને આપણે વાસોડિલેશન પણ કહીએ છીએ. જેના પરિણામ સ્વરૂપ રક્ત પ્રવાહ માટે રુધિર વાહિનીઓ ની દિવાલ દ્વારા પ્રતિરોધ ઓછો થવા લાગે છે તેમજ રક્ત દબાણ ઓછું થઇ જાય છે. એટલું જ નહી ઘણા માણસો ને તો આવા પાણી થી સ્નાન કર્યા બાદ ઉબકા નો પણ અનુભવ થતો હોય છે. તેમાં પણ ખાસ કરી ને જ્યારે મસ્તિષ્ક ના રક્ત પ્રવાહ મા પરિવર્તન થતું હોય છે.

આવું મોટાભાગે ત્યારે જોવા મા આવે છે કે જ્યારે તમે ગરમ પાણી થી સ્નાન કર્યું હોય. માત્ર આટલું જ નહી પણ આ પાણી માનવી ના પાચનતંત્ર થી લઈ ને ચામડી સુધી ના તમામ રક્ત પ્રવાહ ને અસંતુલિત કરી દે છે. આ સાથે તેના થી આંખો મા રહેલ ભેજ પણ ઓછો થઇ શકે છે અને જેના પરિણામ સ્વરૂપ આંખો મા રેડનેસ, ખંજવાળ તેમજ વારંવાર પાણી નીકળવા ની સમસ્યા થઇ શકે છે. આ સિવાય ત્વચા ને નીચે રહેલા કોષો ને પણ પહોંચે છે અને સમય જતા તે નાશ પામે છે.

આ લીધે શરીર પર ઉંમર પેહલા જ કરચલીઓ આવી શકે છે. આ પાણી માનવ શરીર ના હાથ તેમજ પગ ના નખ ઉપર પણ ખરાબ અસર પાડે છે. જેથી નખ તૂટવા, ચેપ તેમજ ત્વચા ફાટવા જેવી સમસ્યાઓ થાય છે. આ માટે જ સામાન્ય પાણી થી સ્નાન કરવું હિતાવહ છે. જેના લીધે માનવ શરીર ની ઉર્જા પણ વધે છે અને સાથોસાથ આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
જો તો પણ અમુક કારણોસર પાણી ગરમ કરી ને જ સ્નાન કરવું પડે તો અમુક તકેદારી રાખી શકો છો. જેમ કે ગરમ પાણી થી સ્નાન કરતા સમયે મોઇશ્ચરાઇજિંગ સોબુ નો ઉપયોગ કરવો જેથી ચામડી ને નુકશાન ન થાય અને સાથોસાથ સ્નાન કર્યા બાદ તાત્કાલિક શરીર પર તેલ અથવા તો કોઈ સારું મોઇશ્વરાઇઝર લગાવવું જેથી ચામડી ને ડ્રાઇનેસ ના શિકાર થી બચાવી શકાય અને તમારી ત્વચા એકદમ સોફ્ટ અને સુકોમળ રહે.

Leave a Reply

Top