You are here
Home > Jyotish >

ગરીબી ને દુર કરવા એકવાર અજમાવી જુવો આ ચાર અસરકારક ઉપાયો

મિત્રો, હાલ વર્તમાન યુગ માં દરેક વ્યક્તિ ના જીવનમાં નાણાં નું કેટલું વિશેષ મહત્વ છે એ તમે ને હું બંને જાણીએ છીએ. દરેક વ્યક્તિ એવી ઈચ્છા ધરાવતો હોય છે કે તે તેનું જીવન કોઈપણ વિઘ્નો વિના સાવ શાંતિ થી પસાર કરી શકે. દરેક વ્યક્તિ એવું સ્વપ્ન ધરાવતી હોય છે કે તેમની ગણતરી શ્રીમંતો ની યાદી માં થાય.

જો તમે પણ આવું કઈક સ્વપ્ન ધરાવતા હોવ તો આપણા જ્યોતિષ શાસ્ત્ર માં અમુક એવા વિશેષ ઉપાય જણાવવા માં આવ્યા છે જેને અજમાવીને તમે પણ શ્રીમંત બની શકશો. તો શ્રીમંત બનવાના આ ઉપાય આજે જ અજમાવો અને ત્યારબાદ જુઓ તેની અસરો.

સૌથી પહેલો ઉપાય ઘંઉનો લોટ અને ગોળ આવશ્યકતા અનુસાર લઈને તેના લાડુ બનાવો. આ લાડુ બનાવ્યા બાદ સૂર્ય અસ્ત થાય ત્યાર પછી આ લાડુઓ નો એક હિસ્સો બાળકો ને, એક હિસ્સો દેવસ્થાળ મા પ્રસાદી તરીકે અને એક હિસ્સો જરૂરિયાત ધરાવતા વ્યક્તિ ને સેવન કરાવવું. આ ઉપાય સાત દિવસ સુધી નિરંતર અજમાવશો તો તમારી તમામ આર્થિક સમસ્યાઓ દુર થઈ જશે.

બીજો ઉપાય નિયમિત સૂર્ય અસ્ત થયા બાદ કમળ ની માળા લઇ મંત્રોચ્ચારણ કરી તેને માતા લક્ષ્‍મીજી ની પ્રતિમા ને અર્પણ કરી દેવી. આ ઉપાય અજમાવવાથી તમે તમારા જૂના કરજ માંથી મુક્તિ મેળવશો તથા નાણાં સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ દૂર થશે. આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મળશે, આવક ના નવા સ્ત્રોતો ઉભા થશે.

ત્રીજો ઉપાય ઘરના મંદિર માં માતા લક્ષ્‍મી ની છબી સામે લોટ થી બનાવેલા ૧૧ દીવડા વહેલી પરોઢે અને સંધ્યા સમયે પ્રજ્વલિત કરવા. આવું નિરંતર ૭ દિવસ સુધી કરવું અને ત્યારબાદ ૭ માં દિવસે નાની બાળાઓ ને જમાડવી જેથી માતા લક્ષ્‍મી તમારા પર અતિ પ્રસન્ન થશે અને તમારા મન ની તમામ મનોકામનાઓ પૂર્ણ કરશે.

ચોથો ઉપાય વહેલી પરોઢે સૂર્યોદય ના સમયે વડની વડવાઈ લઈને આ વડવાઈ ને એક લસણ ના ગાંઠીયા સાથે બાંધી ને તેને તીજોરી માં સાચવીને રાખી મુકો. થોડા દિવસમાં જ તમને ચમત્કાર જોવા મળશે. તમારી સુખ-સમૃદ્ધિ માં વૃદ્ધિ થશે તથા આર્થિક સ્થિતિ પ્રબળ બનશે. જ્યોતિષ શાસ્ત્ર માં દર્શાવવા માં આવેલા આ ઉપાયો અજમાવવા થી તમે અવશ્યપણે તમારા જીવન માંથી ગરીબી ને જડમૂળ માંથી દુર કરી શકો છો. અહી એક વાત નો અવશ્ય ખ્યાલ રાખવો કે એક સમયે ફક્ત એક જ ઉપાય અજમાવવો તો જ અસર થશે.

Leave a Reply

Top