You are here
Home > Jyotish >

ગરુડ પુરાણમાં દર્શાવેલા આ પાંચ કાર્યો તમે પણ નિયમિત કરો અને જીવનને બનાવો ખુશહાલ, આજે જ જાણો કયા છે આ પાંચ કાર્યો…?

વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે ખુશી. વ્યક્તિ પૈસા માટે દિવસ-રાત મહેનત કરે છે પરંતુ જો તે ખુશ ન હોય તો તે પૈસા શું કામના. પૈસા દેતા બધુ મળે છે પણ ખુશી નહીં. જે માણસના જીવનમાં ખુશી હોય તેનાથી વધુ ધનવાન કોઈ નથી. તેથી હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં માણસ એ ખુશ રહેવું જોઈએ.

ખુશ રહેવાથી તમે જીવનમાં આવતી બધી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. માણસ જીવનમાં સારા કામ કરે ત્યારે તેને અંદરથી ખુશી થાય છે, ખરાબ કામ કરતા લોકો ક્યારેય ખુશ નથી રહેતા. ઘણા લોકો તો એવા હોય છે જે ખુશ હોવાનો માત્ર દેખાવ કરતા હોય છે. જો તમારે પણ જીવનમાં ખુશ રહેવું હોય તો સારા કામ કરવા જોઈએ.

લોકોએ દરરોજ કેટલાક એવા કામ કરવા જોઈએ જેનાથી તેને ભગવાનના આશીર્વાદ મળે. આપણાં પુરાણમાં ૫ એવી વસ્તુ આપી છે, જે રોજ કરવાથી જીવનમાં ખુશીઓ આવશે. આ ૫ કાર્યો દરોરજ કરવાથી તમને સફળતા પણ મળશે અને તમારા બધા કામ પૂર્ણ થશે. તો ચાલો જાણીએ આ ૫ કર્યો ક્યાં છે.

સ્નાન કરવું :

વ્યક્તિના જીવનમાં સ્નાન એ એક મહત્વનું કાર્ય છે. જે લોકો સવારે ઊઠીને નાહીં ને બીજા બધા કામ કરે છે તે આખો દિવસ ઉર્જા અનુભવે છે. સ્નાન થી શરીર શુદ્ધ થાય છે અને સાથે સાથે મન પણ શુદ્ધ થાય છે. તેથી દરરોજ નાહવા થી મન પ્રસન્ન કરે છે અને તમને બધા કાર્યમાં સફળતા મળશે.

દાન કરો :

હિન્દુ ધર્મમાં દાન ને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. માણસને તેની શક્તિ પ્રમાણે દાન દેવી જોઈએ. દાન કરવાથી જીવનમાં કોઈ પણ દોષ રહેતો નથી. તમે કપડાં, પૈસા, ભોજન વગેરે કોઈપણ વસ્તુનું દાન કરી શકો છો.

તુલસીની પૂજા કરો :

તુલસી નો ક્યારો લગભગ બધા જ હિન્દીની ઘરે હોય જ છે. તુલસી ને ખુબજ શુભ માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે. તુલસીના પણ આપણા સ્વાસ્થ્યને પણ સારું રાખે છે. રોજ તુલસી ક્યારે દીવો કરવાથી તમને જીવનમાં ખૂબ ખુશીઓ મળશે.

જપ કરવા :

મંત્ર માં ખૂબ અનેરી શક્તિ રહેલી હોય છે. દરેક વ્યક્તિ રોજ મંત્ર નો જાપ કરવો જોઈએ. તેનાથી મન શાંત રહે છે અને આજુબાજુનું વાતાવરણ પણ દિવ્ય બને છે. જે લોકો પૂરી શ્રદ્ધાથી જપ કરે છે તેને જીવનમાં સફળતા મળે છે.

દેવી-દેવતાઓની પૂજા કરવી :

દરરોજ સ્નાન કરીને દેવી-દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેમજ પૂજા કર્યા બાદ ભોગ અર્પણ કરવો. આમ કરવાથી તમને તેમના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં અને પરિવારમાં ખુશીઓ આવશે.

Leave a Reply

Top