
મિત્રો , સાઉથ ઝોનમા અંડરવર્લ્ડ ના ડોનનુ બિરુદ ધરાવતા મુથ્થપ્પા રાયનુ હાલ શુક્રવારના રોજ એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કેન્સરની બીમારીના કારણે મૃત્યુ નીપજ્યું. સુત્રોના જણાવ્યા મુજબ ૬૮ વર્ષની વાય ધરાવતા મુથ્થપ્પા રાય ૧ વર્ષથી મગજના કેન્સરની સમસ્યાથી પીડાતા હતા એટલે તેમને મણીપાલ હોસ્પીટલમા દાખલ કરવામાં આવ્યા. ગઈ રાત્રીના ૨.૩૦ એ તેમનું નિધન થયુ. મુથ્થપ્પા રાય ને બે પુત્રો પણ છે.
વર્ષ ૨૦૦૨ મા ભારત લાવવામા આવ્યા હતા :
દક્ષીણ કન્નડ ના પુતુર શહેરમા તેલુગુ ભાષી બન્ત પરિવારમા જન લેનાર મુથ્થપ્પા રાય એ ખુબ જ નાની વયે આ ગુનાહિત પ્રવૃતિઓ ની દુનિયામા પોતાના કદમ મુક્યા હતા.કર્ણાટક પોલીસ દ્વારા મુથ્થપ્પા રાય ની સામે હત્યા તથા ફ્રોડના કુલ ૮ કેસ નોંધ્યા હતા અને તેમની ધરપકડ કરવા માટે વોરંટ પણ બહાર પાડ્યુ હતુ. વર્ષ ૨૦૦૨ મા અમીરાત થી તેમને ભારત પાછા લઇ આવવવામા આવ્યા હતા.
ફિલ્મી દુનિયામા પણ કાર્ય કરી ચુક્યા છે આપણા આ અંડરવર્લ્ડ ડોન મુથ્થ્પ્પા રાય :
પોતાની જીવનશૈલી સુધારવા માટે અંડરવર્લ્ડ ડોન મુથ્થ્પ્પા રાયે એક પરમાર્થ સંગઠન ” જય કર્ણાટક ” ની સ્થાપના કરી. મુથ્થપ્પા રાયે વર્ષ ૨૦૧૧ મા તેલુગુ ફિલ્મ ” કાન્ચીલ્ડા બાલે ” અને વર્ષ ૨૦૧૨ મા કન્નડ ફિલ્મ ” કટારી વીરા સુરસુંદરંગીમાં ” તેમણે અભિનય કર્યો છે. બોલીવૂડ જગતના નિર્દેશક રામ ગોપાલ વર્મા મુથ્થ્પ્પા રાય ના જીવન પર એક ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા. તેમની અંતિમવિધિ માટે હાલ તેમના કુટુંબીજનો તૈયારી કરી રહ્યા છે.