You are here
Home > Health >

ઘણા લોકો ને વારંવાર હાથમા કે પગમા આવી તકલીફ થતી હોય છે, જો વગર દવાએ કરવુ હોય સારુ તો જરૂરથી અજમાવવો જોઈએ આ ખાસ ઉપાય…

મિત્રો, ઘણા બધા લોકોના હાથ-પગ વારંવાર સુન્ન પડી જતા હોય છે અને આ એક સામાન્ય સમસ્યા છે પરંતુ, જો લાંબા સમય સુધી હાથ-પગ સુન્ન રહેતા હોય તો સોજો આવવાનુ શરૂ થઈ જાય છે. વાસ્તવમા જ્યારે હાથ-પગ બાહ્ય ઋતુના સંપર્કમા આવે છે, ત્યારે બ્લડ સર્ક્યુલેશન ધીમુ પડવા લાગે છે. આ ઘટતા બ્લડ સર્ક્યુલેશનને કારણે લોહી એક જગ્યાએ જામવા લાગે છે અને તેના કારણે તમારા હાથ-પગ પણ સુન્ન પડવા લાગે છે. આ સ્માસ્યાના કારણે તમારી વસ્તુઓ પકડવાની કાર્યક્ષમતા પણ ઓછી થી જાય છે.

આ સમસ્યા અનેકવિધ કારણોસર ઉદ્ભવી શકે છે જેમકે, ઠંડા પાણીમા કામ કરવાથી પણ આ સમસ્યા થાય છે. આ સિવાય શરદી, થાક, સ્નાયુમા દબાણ આવવુ, શરીરમા વિટામિન્સ અને મેગ્નેશિયમની ઉણપ વગેરે કારણોસર આ સમસ્યા ઉદ્ભવી શકે છે. આ ઉપરાંત જ્યારે તમારુ બ્લડ સર્ક્યુલેશન ઓછુ થઈ જાય છે ત્યારે જો તમારા શરીરના અંગો સુધી ઓક્સીજન યોગ્ય પ્રમાણમા પહોંચી શકતુ નથી અને તેનાથી પણ આ સમસ્યા ઉદ્ભવે છે. જ્યારે તમને આ સમસ્યા ઉદ્ભવે છે ત્યારે હાથ-પગમા એક અલગ જ પ્રકારની ઝણઝણાટી, દુ:ખાવો, નબળાઈ અને ખેંચાણ જેવા લક્ષણો દેખાય છે.

ઘરગથ્થુ ઉપચાર :

ગરમ પાણીથી શેક કરવો :

જ્યારે પણ તમારા હાથ-પગ સુન્ન પડી જાય ત્યારે તેને અટકાવવા માટે ગરમ પાણીની બેગથી શેક કરો. તેનાથી તમારુ બ્લડ સર્ક્યુલેશન વધશે અને સ્નાયુઓને પણ રાહત મળશે. આ સિવાય પગમા મોઝા અને હાથમા હેન્ડગ્લોવ્સ પહેરો. થોડીવાર માટે આ પગને ગરમ પાણીમાં ડુબોડીને રાખો, તેનાથી પણ તમને રાહત મળશે.

હળવી મસાજ કરવી :

જો ક્યારેય તમારા હાથ-પગ સુન્ન પડી જાય તો સરસિયાના ઓઈલને ગરમ કરીને હાથ અને પગમા મસાજ કરો. તેનાથી તમારુ બ્લડ સર્ક્યુલેશન વધશે અને ગરમાવો પણ આવશે. આ ક્રિયા નિયમિત કરવાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થશે.

હળદર :

આપણે આપણા રોજીંદા ડાયટમા હળદરનો સમાવેશ અવશ્યપણે કરવો. તે એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેન્ટ છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. જો તમે રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમા એક નાની ચમચી હળદર પાવડર મિક્સ કરીને તેનુ સેવન કરો તો તેનાથી તમને ઘણો લાભ થશે.

નિયમિત વ્યાયામ કરવો :

નિયમિત ૩૦ મિનિટ સુધી વ્યાયામ કરો. તેનાથી તમારા શરીરમા ઓક્સીજનનુ પ્રમાણ વધવા લાગે છે. યોગ અને એરોબિક્સ પણ આ સમસ્યાને દૂર કરવા માટે લાભકારી સાબિત થાય છે. તેનાથી ધીમે-ધીમે આ સમસ્યા પણ દૂર થવા લગાશે.

વિટામિન બી યુક્ત ભોજનનુ સેવન કરવુ :

તમારી ડાયટમા વિટામિન-બી, વિટામીન બી-૬ અને વિટામીન બી-૧૨ ને અવશ્ય સામેલ કરો જેથી, આ સમસ્યામા રાહત મળશે. આ વિટામીન મેળવવા માટે તમે તમારા ભોજનમા દૂધ, ઈંડા, મીટ, કેળા, બીન્સ, ફિશ, દહીં, ડ્રાયફ્રૂટ્સ, શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

Leave a Reply

Top