You are here
Home > Articles >

જો ઘરમાં કીડીઓ હોવી એની પાછળ રહેલા છે શુભ અશુભ સંકેત, ફાટફાટ કરી લો આ ઉપાય નહીતો….

આપણે બધા તો હંમેશા કીડીઓને આપણા સમક્ષની નજર અંદાજ જ કરતા હોઈએ છીએ અને એને મારી પણ નાખતા હોઈએ છીએ અને આપણે કીડીઓને વધુ મહત્વ પણ આપતા નથી હોતા. આપણે તો કીડીઓને માત્ર એક સુક્ષ્મ જીવજંતુ જ સમજીએ છીએ, પરંતુ એવું નથી હોતું.

આપણને આ કીડીઓ કોઈને કોઈ સંકેત હંમેશાં આપતી રહેતી હોય છે, પરંતુ આપણે જ એને સમજી નથી શકતા. જો તમારા ઘરમાં લાલ કીડીઓ હોય તો એ વાસ્તુદોષનું અગત્યનું એક કારણ હોઈ શકે છે. જો તમારા ઘરમાં લાલ કીડીઓ હોય તો એ અશુભ સંકેત આપે છે અને જો ઘરમાં કાળી કીડીઓ હોય તો એ શુભ સંકેત રહેલો હોય છે.

પ્રાચીન સમયથી જ લાલ તથા કાળી બંને કીડીઓને લોટ નાખવાનો એક સારો રીવાજ રહેલો હોય છે. કીડીઓને લોટમાં ખાંડ નાખીને જો જમવામાં માટે આપી દેવામાં આવે તો માણસ બધા જ પ્રકારના બંધનમાંથી કાયમ માટે મુક્ત થઇ જાય છે.

જો કીડીઓને એક ઉત્તમ ભોજન આપવામાં આવે તો કીડીઓ એ માણસને ઘણીબધી દુવા આપે છે અને તેમની દુવાઓની અસરથી તમને દરેક તકલીફો તથા પરેશાનીથી રક્ષણ મળે છે અને જે લોકો કીડીઓને ભોજન આપે છે એ માણસોને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે એવું વ્યક્તિઓ કહેતા હોય છે.

• છેવટે શું છે લાલ કીડીઓ અને કાળી કીડીઓ વચ્ચેનો ભેદ ?

લાલ કીડીઓ વિશે એવું માનવામાં આવે છે કે જેના ઘરમાં લાલ કીડીઓ હોય એ વસ્તુ અશુભ સંકેત કહેવામાં આવે છે. એનો સંકેત એવો હોય છે કે એનાથી ઘરમાં દેવામાં વધારો થાય છે અને એ એક સંકટનું સંકેત પણ કહેવામાં છે. માટે જ લોકો કીડીઓને મારી નાખે છે અને એમ કરવાથી એ માણસોને કીડીઓને મારવાનું પણ પાપ લાગતું હોય છે , એટલે એનો મતલબ એવો થાય છે કે એક તકલીફમાંથી નીકળ્યા તો બીજી તકલીફમાં ફસ્યા. લાલ કીડીઓને મારી કેટલીક કાળી કીડીઓ પણ આપમેળે મરી જતી હોય છે.

એટલે કીડીઓને ક્યારેય મારવી નહિ પરંતુ એની જગ્યાએ અપનાવો આ આસાન ઉપચાર. લાલ કીડીઓને કાયમ માટે દુર રાખવા માટે લીંબુ લેવું અને એના નાના નાના ટુકડા કરો એ પછી એવી જગ્યાએ રાખો કે જ્યાં કીડીઓ આવે છે. એટલે થોડા સમયમાં તો કીડીઓ ત્યાંથી ભાગી જશે. હજી પણ એક બીજો ઉપચાર છે તમે તમાલ પત્ર, લવિંગ તથા એલચી દ્વારા પણ કીડીઓને આસનીથી ભગાડી શકો છો અને મરીનો ઉપયોગ કરીને પણ કીડીઓ દૂર ચાલી જાય છે.

dip

Leave a Reply

Top