You are here
Home > Articles >

ઘરમા સેહલાઈ થી મળી આવતી આ ત્રણ વસ્તુઓ વધારશે રોગપ્રતિકારક શક્તિ ને, વાઈરલ તાવ મા પણ મળશે રાહત

મિત્રો, હાલ કોરોના ના કારણે સમગ્ર વિશ્વના લોકો ત્રાસી ગયેલા છે. આ કોરોના ની સમસ્યા મા મુખ્યત્વે વાયરલ ફીવર તથા ઉધરસ અને શરદી જેવી ભયજનક સમસ્યા ઉદ્ભવે છે. આ સિવાય ઋતુ પરિવર્તિત થતા લોકો સૌથી પહેલા વાયરલ ફીવર ની ઝપેટ મા આવી જાય છે. જેનુ વિશેષ કારણ રોગપ્રતિકારક શક્તિ નબળી હોવી.

એન્ટી બાયોટિક મેડિસિન થી વાયરલ ફીવર ને તુરંત જ નિયંત્રણ મા લાવી શકાય છે. પરંતુ, બાદમા તેના થી શારીરિક કમજોરી નો પણ એહસાસ થવા લાગે છે. જો ઘરગથ્થુ નુસખા અજમાવવામા આવે તો પ્રાકૃતિક જડીબુટ્ટીઓ દ્વારા પણ આ વાયરલ ફીવર થી તુરંત રાહત મેળવી શકાય છે. તો ચાલો જાણીએ આ ઘરગથ્થુ નુસખા વિશે.

તુલસી :

તુલસીમા પ્રાકૃતિક એન્ટીબાયોટિક ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જેનાથી શરીરમા રહેલા વાયરસ પ્રાકૃતિક રીતે દૂર થવા લાગે છે. સવારે ભૂખ્યા પેટે ૧ ગ્લાસ પાણીમા ત્રણ તુલસીના પાન ઉકાળીને નવશેકુ થઈ જાય એટલે તેનુ સેવન કરો. તેનુ સેવન કરવાથી તમને તુરંત જ રાહત મળી શકે છે.

મેથી :

મેથી નુ સેવન પણ આ વાયરલ ઇન્ફેક્શન ને દૂર કરવામા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તેમા સમાવિષ્ટ ઔષધીય ગુણતત્વો રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવાનુ પણ કાર્ય કરે છે. રાત્રે ૧ બાઉલ પાણીમા ૧/૨ ચમચી મેથી ના દાણા પલાળીને સવારે તેને ગાળીને તેનુ સેવન કરી લો. તેમા તમે ઈચ્છો તો ૧ ચમચી મધ પણ મિક્સ કરી શકો છો.

ધાણા :

ધાણા કોઇપણ પ્રકાર નો તાવ આવ્યો હોય તો તેમાથી તુરંત રાહત અપાવવા નુ કાર્ય કરે છે. ૧ ગ્લાસ પાણીમા થોડા સૂકા ધાણા ઉમેરીને તેને વ્યવસ્થિત રીતે ઉકાળી લો. ત્યારબાદ આ પાણીને ગાળીને તેમા તમારી અનુકુળતા મુજબ થોડૂક દૂધ અને ખાંડ ઉમેરીને તેનુ સેવન કરી શકો છો જેનાથી તમને આ તાવ ની સમસ્યા મા તુરંત જ રાહત મળી શકે છે.

નોંધ : આ નુસખાઓ આયુર્વેદિક નુસખાઓ છે, જો તમે કોઈ શારીરિક કે માનસિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો આ નુસખાઓ અજમાવતા પૂર્વે તમારા દાક્તર ની યોગ્ય સલાહ અવશ્યપણે લેવી.

Leave a Reply

Top