You are here
Home > Jyotish >

ઘર પરિવારની સુખ-સમૃદ્ધિમા વધારો કરવા અપનાવો મોરના પીંછાના આ સરળ ઉપાયો

આપણા ઘર-પરિવાર ની સુખ-સમૃદ્ધિ અથાવત થે તેના માટે ભારતીય શાસ્ત્રો મા ઘણા ઉપાયો દર્શાવવા મા આવ્યા છે. આમાંથી થી જ એક ઉપાય છે આ મોર ના પીંછ થી લગતું. આ જ પીંછ ને ભગવાન શ્રીકૃષ્ણએ સદા માટે પોતાના મસ્તક ની શોભા બનાવી હતી. આ કારણોસર પણ આ અતિ પૂજનીય માની શકાય. ઉજ્જૈન ના પ્રખર જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા ના જણાવ્યા મુજબ આ પીંછ રાખવાથી વાસ્તુ અને જ્યોતિષ મા દર્શાવેલ દોષો દૂર થઈ શકે છે.તો ચાલો જાણીએ આ મોર પીંછ ને થી લગતા ઉપાયો વિશે.

પહેલો ઉપાય

મોર ના પ્રિય ખોરાક મા પેહલું સ્થાન સર્પ નુ આવે છે એટલે દરેક પ્રકાર ના સર્પ મોર થી ડરતા હોય છે. આથી ઘર મા જો મોર પીંછ રાખવામાં આવે તો સર્પ આવવાનુ ભય રેહતો નથી

બીજો ઉપાય

વાસ્તુદોષ નિવારવા માટે ઘર ના મુખ્ય દ્વાર પર ત્રણ મોર ના પીંછ લગાવી તેની નીચે ભગવાન ગણપતિ ની મૂર્તિ અથવા તો ફોટા સ્થાપિત કરવાથી ઘર પરિવાર ને વાસ્તુદોષ માંથી મુક્તિ મળે છે.

ત્રીજો ઉપાય

જે લોકો પોતાની પાસે સદા આ પીંછ ને રાખે છે તે રાહુ ના દુષ પ્રભાવ થી બચે છે અને સાથોસાથ તેનું બીજા લોકો ઉપર પ્રભુત્વ વધવા થી આકર્ષણ નુ કેન્દ્ર બને છે.

ચોથો ઉપાય

આપણા ઘર કે શયનખંડ જો અગ્નિ ખૂણા ને સૂચવતું હોય તો એક મોર પીંછ આ દક્ષિણ-પૂર્વી ખૂણા મા રાખવાથી સકારાત્મક ઉર્જા મા વધારો થાય છે અને ઘર-પરિવાર મા આવક ના શ્રોત વધવા થી બરકત આવે છે.

પાંચમો ઉપાય

આ મોર ના પીંછ ને ઘર મા એવી જગ્યાએ રાખો કે જ્યાં તમારી નજર સદેવ જાતિ હોય. આવું કરવાથી ઘર મા રહેલ નકારાત્મક ઉર્જા દુર થાય છે અને સકારાત્મક ઉર્જા મા વધારો થાય છે.

છઠ્ઠો ઉપાય

વિદ્યાર્થીવર્ગ ને અભ્યાસ મા આ પીંછ પોતાની પાસે રાખવાથી ઘણો લાભ થાય છે. તેમના ઉપર માતા સરસ્વતી ની અસીમ કૃપાદૃષ્ટિ વસે છે જેથી તેમનું મન અભ્યાસ મા પીરોય છે.

Leave a Reply

Top