
આપણા ભારત મા રોટલી ના ઘણા જુદા-જુદા પ્રકાર છે જેમ કે બેપડી, ચોપડી, ફૂલકા, રૂમાલી, તંદુરી વગેરે જેવા. જે રોટલી મા બે પડ હોય છે, તેને બેપડી રોટલી કહેવામા આવે છે. રોટલી એ તમામ ગુજરાતીઓ નુ કાયમી ભોજન છે.
જરૂરી સાધન સામગ્રી:
લોટ ૨૦૦ ગ્રામ, દૂધ ૨૫૦ ગ્રામ, નમક સ્વાદાનુસાર, બેકિંગ સોડા અડઘી ચમચી.
રોટલી બનાવવા ની રીત:
સૌથી પેહલા એક પાત્ર મા ઉપરોક્ત જણાવ્યા અનુસાર મેંદા નો લોટ, નમક, બેકિંગ સોડા તેમજ થોડુક દૂધ ભેળવી લો. આ બાદ તેને સુતરાઉ કાપડ થી ઢાંકી ને દસ મિનિટ માટે આમને આમ રહેવા દો. ત્યારબાદ એક કડાઈ લઇ લો અને તેને ઊંધુ કરી ગેસ પર ગરમ થવા માટે રાખી દો. ત્યારબાદ હવે એક પાત્ર મા પાણી અને થોડુક નમક નાખીને ભેળવો. આ લોટ ને ફરી થી એકવાર એક મિનિટ સુધી ગૂંથી લો. ત્યારબાદ તેને નાના-નાના લુવા બનાવી લો.
ત્યારબાદ આ લુવા થી પાતળી-પાતળી વણી લો અને તે એટલી પાતળી હોવી જોઈએ કે તેની આરપાર જોઈ શકાય. હવે ગરમ કડાઈ પર થોડુક નમક વાળા પાણી નો છંટકાવ કરવો અને તેને સુતરાઈ કાપડ થી સાફ કરવુ. આ પછી રોટલી ને કાળજીપૂર્વક ઉપાડી ને તમારી આ ગરમ કડાઈ પર રાખી દો. તેને ત્રણ થી ચાર સેકંડ બાદ પલટાવી દો. ત્યારબાદ તેને કોઈ કાપડ ની મદદ થી ચારે બાજુ દબાવીને બે સેકન્ડ સુધી શેકી લો. તો લો તૈયાર છે તમારી રૂમાલી રોટી. તેને કોઈપણ શાકભાજી સાથે ગરમાગરમ સર્વ કરી શકો છો.