You are here
Home > Recipe >

ઘરે વઘારેલી ખીચડી બનાવતા સમયે જરૂરથી ભૂલ્યા વગર વઘારમા ઉમેરો આ એક વસ્તુ, સ્વાદ એવો કે દાઢે વળગી જશે…

મિત્રો, ખીચડી એ આપણા ગુજરાતી લોકો માટે સુપર ફૂડ સમાન છે કારણકે, તે માંદી વ્યક્તિ પણ ખાઈ શકે છે, નાનુ બાળક પણ ખાઈ શકે છે અને વડીલો હોય કે યુવા અઠવાડિયામા એકવાર તો ખીચડી ખાવાનુ મન અવશ્ય થઈ જ જાય છે પરંતુ, દર વખતે એકની એક ખીચડી ખાઈને તમે કંટાળ્યા હોવ તો આજે આ લેખમા અમે તમારા માટે સ્વાદિષ્ટ અને ચટપટી વઘારેલી ખીચડી બનાવવા માટેની રેસીપીં લાવ્યા છીએ, તો ચાલો જાણીએ તેના વિશે.

આવશ્યક સાધન-સામગ્રી :

મિક્સ દાળ : બાઉલ, બાસમતી ચોખા : ૧ બાઉલ, ઓઈલ : વઘાર માટે, રાઇ : ૧ ચમચી, હિંગ : ૧ ચમચી, લસણની પેસ્ટ : ૨ ચમચી, ઝીણી સમારેલ ડુંગળી : ૨ નંગ, ઝીણા સમારેલા ટામેટા : ૨ નંગ, લાલ સુકા મરચા : ૪ નંગ, તમાલપત્ર : ૨ નંગ, નાનો ટુકડો તજ : ૧ નંગ, હળદર : ૧ ચમચી, મરચુ પાવડર : ૧ ચમચી, નમક : સ્વાદ મુજબ, પાણી : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા તો એક બાઉલમા જુદી-જુદી બધી જ દાળને મિક્સ કરીને સરખી રીતે ધોઈ લો. ત્યારબાદ ચોખાને પણ વ્યવસ્થિત રીતે ધોઈને અડધી કલાક પલાળીને રાખી મુકો. ત્યારબાદ એક કૂકરમા ઓઈલ ઉમેરો અને તે ગરમ થાય એટલે તેમા રાઈ, મીઠો લીમડો અને બાકીના ખડા મસાલા ઉમેરો. ત્યારબાદ તેમા હિંગ ઉમેરી લસણ, ડુંગળી અને ટામેટા ઉમેરીને બે મિનિટ માટે સાંતળી લો.


ત્યારબાદ તેમા દાળ-ચોખા ઉમેરી એક મિનિટ સહેજ વઘારમા શેકી લઈ તેમા આ દાળ-ચોખા ડૂબે તેટલુ પાણી ઉમેરો. થોડી ઢીલી ખીચડી ભાવતી હોય તો અડધો ગ્લાસ પાણી વધુ ઉમેરી મિક્સ કરી ચાર સીટી વગાડી લો. જ્યારે કૂકર ખૂલે એટલે તેમા બે ચમચી ઘી ઉમેરી મિક્સ કરી આ વઘારેલી ગરમાગરમ ખીચડીને પાપડ અને છાશ સાથે સર્વ કરો. આ ખીચડીને વઘારવામા લસણ અને ટામેટા ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે કારણકે, લસણ એ ખીચડીનો સ્વાદ વધારે છે અને ટામેટાંના કારણે તેમા એક સામાન્ય ખટાશ આવવાથી આ ખીચડીનો સ્વાદ દાઢે વળગે છે..

Leave a Reply

Top