You are here
Home > Jyotish >

ઘરમા પતંગિયુ આવવું અથવા તો આંગણા મા ચકલી આવવી, જેવી આ નવ ઘટનાઓ સૂચવે છે સોનેરી ભવિષ્ય વિષે

મિત્રો, ભવિષ્યમા શું થશે અને શું નહી તેનો કોઈને ખ્યાલ નથી હોતો પરંતુ, આપણાં શાસ્ત્ર માં એવા અનેકવિધ રહસ્યો છુપાયેલા છે, જે તમને તમારા જીવનમાં ઘટતી તમામ ઘટનાઓ વિશે અગાઉથી માહિતી આપી શકે છે. આપણા જીવનમાં એવા અનેકવિધ પ્રસંગો બનતા હોય છે જે ભવિષ્યમાં બનતી વસ્તુઓ વિશે આપણને ચેતવણી આપે છે. હાલ , આજના આ લેખમાં આપણે અમુક એવી ઘટનાઓ વિશે ચર્ચા કરીશું કે જેની તમારા જીવનમાં સકારાત્મક અસર પડશે.

તહેવારો ના સમયે ગિફ્ટ આપવી :

જો કોઈ વ્યક્તિ દ્વારા તમને કોઈ શુભ પ્રસંગ અથવા તો તહેવાર પર ભેટ મળે છે, તો તે અત્યંત શુભ ગણવામાં આવે છે. આ નો એક અર્થ એવો કાઢી શકાય કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને ટૂંક સમયમાં તમને અમુક નાણાંકીય લાભ પણ પ્રાપ્ત શકે છે.

રસ્તા પર જતા ગાય જોવા મળે :

જો તમે કોઈ અગત્યના કાર્ય હેતુસર ઘરની બહાર નીકળી રહ્યા છો અને તમને રસ્તા મા ગાય ના દર્શન થાય તો તેનો અર્થ એવો છે કે તમારું તે કાર્ય કોઈપણ જાતના અવરોધ વિના પૂર્ણ થશે. આ ઉપરાંત, જો તમને વહેલી પરોઢે ગૌમાતા ના દર્શન થાય તો તે પણ સારા ભાગ્ય ની નિશાની માનવામાં આવે છે.

ઘર મા ચામાચીડિયા નો માળો હોવો :

જો તમારા ઘરમાં પણ ચામાચીડિયા માળો બનાવે છે તો સમજવું કે તમારા ઘરમાં કંઈક શુભ થવાનું છે. આ માળો એ તમારા ઘર તરફ સારા ભાગ્ય ને ખેંચીને લાવે છે. તમારા તમામ અધૂરાં કાર્યો પૂર્ણ થશે. જો આ માળા કોઈ દુકાનમાં બનાવવામાં આવે તો વ્યાપારી ને વ્યવસાય માં અનેકગણો લાભ થશે.

તમારા ઘર મા પક્ષી ની અવરજવર થવી :

જો કોઈ પક્ષી નિયમિત તમારા ઘર ની આસપાસ ઉડે અને તમારા પ્રાંગણ મા આવે ને તમે તેને ધાન ખવડાવો અને તે ચણવા માંડે, તો આ એક સકારાત્મક સંકેત છે. આ ઉપરાંત જો પક્ષી તેના માળા ને છોડતી વખતે તમારા માથા પર થી ઉડે તો તમારું ભાગ્ય દસગણું વધશે. આ એક એવા પ્રકાર નો સંકેત છે કે જે તમને એક વિશાળ તક આપશે.

રસ્તા મા સર્પ દેખાવો :

જો તમે કોઈ જગ્યાએ જઈ રહ્યા હોવ અને માર્ગ માં તમને એક સર્પ દેખાય, તો તેનો અર્થ એવો છે કે તમારા જીવનમાં કોઈ વિશાળ પરિવર્તન આવશે. આ પરિવર્તન સામાન્ય રીતે હકારાત્મક બની શકે છે.

અવકાશ મા તૂટતાં તારા જોવા મળે:

અવકાશમા તૂટતાં તારા ને જોઈને, જો તમે તેની સામે તમારી ઈચ્છા પ્રકટ કરો , તો તે એક માસ માં અવશ્યપણે પૂર્ણ થાય છે.

કાનમા ખંજવાળ આવવી :

કાનમા ખંજવાળ આવે એટલે સમજી જવું કે કોઈ તમારા વિશે વાત કરી રહ્યું છે. ડાબા કાનમા ખંજવાળ આવવી એટલે કે તમારા વખાણ થઈ રહ્યા છે, જમણા કાનમાં ખંજવાળ આવવી એટલે કોઈ તમારા વિશે ખરાબ બોલી રહ્યું છે.

ઘર મા પતંગિયા નું આવવું :

જો ઘરમા પતંગિયું આવે તો તે એક સારા ભાગ્ય ની નિશાની ગણાય છે. તેનો અર્થ એવો થાય છે કે તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે.

પોશાક ભૂલથી ઉંધો પહેરાઈ જવો :

જો તમે ભૂલથી પણ તમારો પોશાક ઉંધો પહેરી લો છો તો સમજવું કે તમારા જીવનમા અમુક સકારાત્મક પરિવર્તન નું આગમન થઈ રહ્યું છે. તો આ હતી અમુક ઘટનાઓ કે જે તમારા જીવનમાં ઘટે તો તમારું જીવન સકારાત્મક અને સુખ થી ભરપૂર રહે છે.

Leave a Reply

Top