You are here
Home > Jyotish >

ઘરમા રૂ નો જો ભૂલથી પણ સંગ્રહ કરવામા આવે તો પરિવારને લઇ જવો પડશે હોસ્પિટલમા

મિત્રો, હાલ કપાસ માટે ની પરિસ્થિતિ કંઈક એવી સર્જાણી છે કે, કપાસ નો તૈયાર થયેલો પાક ખેડૂત પોતાના ઘરે સંગ્રહ કરે તો પણ સમસ્યા અને જો ખેડુ માણસો રાખીને તેને માર્કેટિંગ યાર્ડમા પહોંચાડે તો મજૂર વર્ગ ને સમસ્યા. અરે હદ તો ત્યાં સુધી છે કે, માર્કેટિંગ યાર્ડમા જો હરાજી ના સમયે કપાસ ને વ્યાપારી થી ભૂલ થી અડકી પણ જવાય તો પણ સમસ્યા ઉભી થઇ શકે છે. આ પ્રકાર ની જ કંઈક પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે કે બાબરા ના માર્કેટિંગ યાર્ડમા.

સમગ્ર શરીરમા થાય છે ખંજવાળ ને ફોડકીઓ :

સમસ્યા બીજી કાંઈ જ નથી પરંતુ, કપાસમા રહેલી સૂક્ષ્મ જીવાતો છે. આ જીવાતો એટલી બારીક હોય છે કે તે નરી આંખે પણ જોઈ શકાતી નથી. પરંતુ, તેને ભૂલ થી પણ અડકાઈ જાય તો સમગ્ર શરીરમા ખંજવાળ અને ફોડલીઓ ની સમસ્યા ઉદભવે છે. આ વર્ષે કપાસ ના પાક મા આ સૂક્ષ્મ જીવાતે બાબરા ગામમા આતંક મચાવ્યો છે. આ કપાસની જીવાતોના આતંકના કારણે ખેડુ, મજૂરો અને આ કપાસ નું ખરીદ-વેંચાણ કરતા વ્યાપારી ગંભીર સમસ્યા માં મુકાયા છે.

ઘરે સંગ્રહ નથી કરી શકાતો કપાસ નો :

આ કપાસમાં ઉદભવેલી જીવાતોના કારણે ખેડુ પોતાના ઘરે આ કપાસ નો સંગ્રહ કરી શકતો નથી. કારણ કે જો તેના ઘરમાં આ કપાસ નો સંગ્રહ કરવામાં આવે તો કુટુંબ ના તમામ સભ્યો આ જીવાતો ના ઝપટમા આવી જાય છે. જો આ કપાસ બાબરાના માર્કેટિંગ યાર્ડમાં ખેડુ લઈને જાય છે. તો અહીં કાર્ય કરતા મજુરો સૌથી વધુ પરેશાની માં મુકાય છે. કારણકે, મજુરો આખો દિવસ આ કપાસ સાથે કાર્ય કરતા હોય છે જેથી તેમના સમગ્ર શરીર પર તથા પાછળ ના ભાગ પર ફોડલીઓ નીકળી પડે છે.

ઠંડા પાણી થી સ્નાન કર્યા બાદ મળે છે રાહત :

બાબરાના માર્કેટિંગ યાર્ડમાં કાર્ય કરતા મજૂરોની પરિસ્થિતિ હાલ ખૂબ જ દયનીય બની ચુકી છે. તો બીજી બાજુ હરાજીના સમયે વેપારીઓ કપાસની ખરીદી કરતા હોય ત્યારે તે ફક્ત દસ જ મિનિટ માટે પણ આ કપાસ ના સંપર્ક મા આવે છે તો તેમના આખા શરીર માં ખંજવાળ આવવા માંડે છે અને તેમણે તુરંત જ ઘરે જઈને ઠંડા પાણીથી સ્નાન કરવું પડે છે ત્યારબાદ જ તેમને થોડી રાહત મળે છે.

નરી આંખે પણ નથી નિહાળી શકાતી આ જીવાત ને :

આ જીવાત ની સૌથી વધુ અસર માર્કેટિંગ યાર્ડ માં કાર્ય કરી રહેલા મજૂરોને થઇ રહી છે અને આ જીવાત એટલી સૂક્ષ્મ છે કે તેને નરી આંખે નિહાળી પણ શકાતી નથી અને આ કપાસમાં આ જીવાત ઉદ્ભવવા પાછળ નું કારણ પણ જડતું નથી. ત્યારે હાલ અમરેલી જિલ્લાના નાના એવા ગ્રામ્ય વિસ્તાર બાબરા માં માર્કેટિંગ યાર્ડના ખેડુ, મજુરો અને વેપારીઓ સૌ કોઈ આ ઝેરી જીવાતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

Leave a Reply

Top